34.8 C
Gujarat
October 7, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મેઘાલયના ખાણ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૬ — પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ પહેલા દેશના પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં એક ખાણમાં બ્લાસ્ટ થયો હતો જેમાં ૧૮ લોકોનાં મોત નિપજયા હતા. જૈનીતીયા વિસ્તારમાં આવેલી એક કોલસાની ખાણમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો અને જોતજોતામાં ૧૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ દુઃખદ ઘટના બની તેમાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૭૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા વરુણ મોદી દ્વારા મેઘાલય રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡

Related posts

કોક ઝીરો અને સ્વીગ્ગી ઇન્સ્ટામાર્ટ ટાઇગર શ્રોફ સાથે ત્વરીત તાજગી પૂરી કરે છે

amdavadlive_editor

ISHRAE અમદાવાદ HVAC&R પર ફાર્મા કનેક્ટ 3.0 નું આયોજન કરશે

amdavadlive_editor

ડીએસએફે તેની સૌથી મોટી 30મી આવૃત્તિના પ્રારંભિક સપ્તાહના પ્રારંભની ઉજવણી કરવા માટે 321ના ભવ્ય વળતરની જાહેરાત કરી

amdavadlive_editor

Leave a Comment