28.4 C
Gujarat
September 19, 2026
Amdavad Live
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જમ્મુમાં વાહન અકસ્માતમાં શહીદ થયેલા જવાનોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ

ગત મંગળવારે સાંજે પૂંછ જીલ્લામાં મેંઢર વિસ્તારમાં ભારતીય સેનાનું એક વાહન અકસ્માતે ખાઈમાં પડી જતાં સેનાના ૫ જવાનો શહીદ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સેનાનું વાહન નીલમ હેડકવાર્ટર થી ઘોડા પોસ્ટ તરફ જઈ રહ્યું હતું ત્યારે ડ્રાઈવરે કાબુ ગુમાવતા વાહન ૩૫૦ ઊંડી ખીણમાં પડ્યું હતું અને તેમાં બેઠેલા જવાનોમાંથી ૫ જવાનો વીરગતિને પામ્યા હતા. પૂજ્ય મોરારિબાપુએ તમામ મૃતક જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય બાપુએ આ કરુણ ઘટનામાં માર્યા ગયેલા સૈનિકોને રૂપિયા ૧૫,૦૦૦ પ્રમાણે તત્કાલ સહાયતા રાશી પણ આર્પણ કરી છે જે શ્રી ચિત્રકૂટધામ ટ્રસ્ટ દ્વારા આર્મી વેલ્ફેર ફંડમાં પ્રેષિત કરવામાં આવશે.

બીજી એક ઘટનામાં સાવરકુંડલા નજીકના સેંજળ ગામે એક યુવક પાણીમાં ડૂબી જતા મૃત્યુ પામ્યો હતો. આ યુવકના પરિવારજનોને પણ મોરારિબાપુએ રૂપિયા ૧૫,૦૦૦ ની સહાયતા રાશી અર્પણ કરી છે. બંને ઘટનાઓમાં માર્યા ગયેલા તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી છે. તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

HIMTEX 2026 તેની સૌથી મોટી આવૃત્તિ સાથે પરત ફર્યું, જે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગના ભવિષ્યને દર્શાવે છે.

amdavadlive_editor

નવદીપ સ્કૂલે બેસ્ટ સ્ટુડન્ટ, મોસ્ટ રેગ્યુલર અને સૈનિક ફંડમાં યોગદાન આપનાર વિદ્યાર્થીઓને એવોર્ડઆપી પ્રોત્સાહિત કર્યા

amdavadlive_editor

બેંકિંગમાં પરિવર્તન: ભારતીય માતાઓ હવે અપનાવી રહી છે ડિજિટલ પેમેન્ટ્સ

amdavadlive_editor

Leave a Comment