35.7 C
Gujarat
October 17, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

નેપાળની જળહોનારતમાં દિવંગત થયેલા લોકોને સંવેદના સાથે મોરારી બાપુની રૂપિયા ૫૧ લાખની સહાય

અમદાવાદ, ગુજરાત | ૨૮મી ઓગસ્ટ ૨૦૨૬ | તારીખ ૨૬/૮/૨૬નો દિવસ નેપાળ ક્યારેય પણ ભૂલી નહીં શકે. તિબેટ તરફ ગ્લેશિયર તૂટતાં નેપાળની નદીમાં ભયાનક પૂર આવ્યું હતું અને જોતજોતામાં તો સેંકડો લોકોનાં કરુણ મોત નિપજયા હતાં. સોશિયલ મિડીયા પર જે દ્રશ્યો જોવા મળે છે તે ભલભલાને રડાવી દે તેવાં છે. નેપાળને થયેલાં નુકસાનનો આંકડો દરરોજ વધતો જાય છે.

પૂજ્ય મોરારી બાપુ આ દારુણ ધટનાથી વ્યથિત થઈ ગયા છે અને તેમણે નેપાળના લોકોને સંવેદના પાઠવી છે. પૂજ્ય મોરારી બાપુએ હનુમંત પ્રસાદ રુપે રુપિયા ૫૧ લાખની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ પૈકી રુપિયા ૧૧ લાખ ચિત્રકૂટ ધામ તલગાજરડા દ્વારા ભારતીય પીએમ ફંડમાં જમા કરાવવામાં આવશે અને રુપિયા ૪૦ લાખ નેપાળના વડાપ્રધાન રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે. જેની વિત્તીય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા કરાશે. પૂજ્ય મોરારી બાપુએ ભારત સહિત વિશ્વના એનેક દેશોનાં નાગરિકો માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે કે જેમણે આ હ્રદયદ્રાવક ધટનામાં પ્રાણ ગુમાવ્યા છે. સૌનાં નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

== સમાપ્ત ==

Related posts

જન્માષ્ટમી પર્વે વ્યાસ બ્રધર્સ દ્વારા ‘નાદ – ભજન જેમિંગ’નો અદભુત અને દિવ્ય લાઇવ શૉ

amdavadlive_editor

આંતરરાષ્ટ્રીય છેતરપિંડી જાગૃતિ સપ્તાહ 2024 ની ઉજવણી

amdavadlive_editor

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ આગામી ડૉ. કલામ, ડૉ. એચજી ખોરાના, ડૉ. એમએસ સ્વામીનાથન અને સર જેસી બોઝની શોધમાં એન્થે 2024 લૉન્ચ કરી

amdavadlive_editor

Leave a Comment