May 3, 2026
Amdavad Live
ઇલેક્ટ્રિક સ્કૂટરગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

મેટરનો મહેસાણા ખાતે નવો એક્સ્પિરિયન્સ હબ શરૂ – ગુજરાતના ઇલેક્ટ્રિક ભવિષ્યને આપી રહ્યુ ગતિબળ

મહેસાણા | ૨૪મી સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક મોબિલિટી કંપની *મેટર (MATTER)*એ આજે મહેસાણા શહેરમાં પોતાના નવા એક્સ્પિરિયન્સ હબનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. ગુજરાતમાં મેટરની ઝડપથી વધી રહેલી રિટેલ ઉપસ્થિતિ માટે આ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન ગણાય છે, જે ભારતને સ્વચ્છ, કનેક્ટેડ અને સસ્ટેનેબલ પરિવહનની દિશામાં આગળ ધપાવવાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

નવું મેટર એક્સ્પિરિયન્સ હબ – મહેસાણા, દુકાન નં. 15, 16, તીરુસાઈ મોબિલિટી – મહાવીર ચેમ્બર્સ, જય આશીર્વાદ સોસાયટી પાસે, નગાલપુર ખાતે આવેલ છે. અહીં ગ્રાહકોને અદ્યતન ઇલેક્ટ્રિક વાહન ટેકનોલોજીનો અનુભવ કરાવાશે અને સાથે જ AERA – ભારતની પ્રથમ ગિયરવાળી ઇલેક્ટ્રિક મોટરબાઈકને નજીકથી જોવાની અને ચલાવવાની તક મળશે.

ઉદ્ઘાટન પ્રસંગે મેટરના લીડરશિપ ટીમ, ડીલર પાર્ટનર્સ તેમજ મહેસાણા અને આસપાસના ઉત્સાહી ઇવી રાઇડર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમને પ્રદેશના સસ્ટેનેબલ પરિવહન માટે એક નવા યુગની શરૂઆત ગણાવવામાં આવી રહી છે.

શ્રી અરુણ પ્રતિપ સિંહ, ફાઉન્ડર અને ગ્રુપ સીઓઓ, મેટરે પોતાના સંબોધનમાં કહ્યું: “ગુજરાત માત્ર અમારું હોમ સ્ટેટ નથી, પણ નવતરતા અને ઉદ્યોગસાહસિકતાનું કેન્દ્ર છે. મહેસાણામાં આ નવો એક્સ્પિરિયન્સ હબ શરૂ કરીને અમે અમારી ફ્લેગશિપ ઈનોવેશન AERAને ઉત્તર ગુજરાતના લોકો સુધી નજીક લઈ જઈ રહ્યા છીએ. આ હબ રાઇડર્સ માટે વધુ સ્માર્ટ, ક્લીન અને રોમાંચક મુસાફરી તરફનું પ્રવેશદ્વાર બનશે.”

ડીલર પ્રિન્સિપલ, શ્રી પિયુષકુમાર રમેશભાઇ પટેલએ ગર્વ વ્યક્ત કરતાં કહ્યું: “મહેસાણામાં મેટર સાથે મળીને આ નવી પેઢીની ઇલેક્ટ્રિક મોટરબાઈકનો અનુભવ લાવવાનો અમને ગર્વ છે. અમારી રીજન પરિવહન પરિવર્તનની દિશામાં આગળ વધી રહ્યો છે. AERA દ્વારા અમે નવતરતા, પ્રદર્શન અને સસ્ટેનેબિલિટીના અનોખા સંયોજનવાળું ઉત્પાદન રજૂ કરી રહ્યા છીએ. આ એક્સ્પિરિયન્સ હબ માત્ર ટેકનોલોજી દર્શાવશે નહીં, પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતના રાઇડર્સને મોબિલિટીના ભવિષ્યને અપનાવવા પ્રેરણા આપશે.”

AERA – રોમાંચ માટે ગિયરડ, ભવિષ્ય માટે બિલ્ટ
મહેસાણા હબનું કેન્દ્રબિંદુ છે AERA 5000+, દુનિયાની પ્રથમ ગિયરવાળી મેન્યુફેક્ચર્ડ ઇલેક્ટ્રિક મોટરબાઈક અને મેટરનું ફ્લેગશિપ ઈનોવેશન. હાયપરશિફ્ટ ટેકનોલોજી સાથેનું 4-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ, પરંપરાગત ગિયરના રોમાંચને ઇલેક્ટ્રિક શક્તિની કાર્યક્ષમતાની સાથે જોડે છે.

ગ્રાહકોને અહીં મળશે ફિજિટલ અનુભવ – ડિજિટલ ઇન્ટરએકશન સાથે હેન્ડ્સ-ઓન પ્રોડક્ટનો સીધો સ્પર્શ. ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે થી લઈને ટેસ્ટ રાઇડ્સ સુધી, હબ ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેથી ગ્રાહકો મેટરના સ્વદેશી એન્જિનિયરિંગ ઈનોવેશન્સને સમજી શકે.

AERA 5000+ ની ખાસિયતો

  • હાયપરશિફ્ટ ગિયરબોક્સ – 4-સ્પીડ મેન્યુઅલ, ઇકો/સિટી/સ્પોર્ટ મોડ્સ સાથે
  • લિક્વિડ-કૂલ્ડ પાવરટ્રેઇન – ભારતીય પરિસ્થિતિઓ માટે એન્જિનિયર્ડ
  • 7” સ્માર્ટ ટચ ડેશબોર્ડ – નેવિગેશન, રાઇડ સ્ટેટ્સ, મીડિયા, OTA અપડેટ્સ
  • 5kWh બેટરી પેક – પ્રમાણિત 172 કિમી રેન્જ, IP67 ડસ્ટ-વોટર પ્રોટેક્શન
  • ઝડપી પિકઅપ – 0 થી 40 કિમી/કલાક ઓછીમાં ઓછી 2.8 સેકન્ડમાં
  • સુરક્ષા સુવિધાઓ – ડ્યુઅલ ડિસ્ક બ્રેક્સ સાથે ABS, ડ્યુઅલ સસ્પેન્શન, સ્માર્ટ પાર્ક આસિસ્ટ
  • મેટર મોબાઇલ એપ – રિયલ-ટાઇમ ટ્રેકિંગ, જિઓ-ફેન્સિંગ, રાઇડ હિસ્ટ્રી, રીમોટ કંટ્રોલ્સ
  • લાઇફટાઇમ બેટરી વોરંટી – ભારતમાં પ્રથમવાર, લાંબા ગાળાના વિશ્વાસ માટે

ગુજરાતના ઇલેક્ટ્રિક મૂવમેન્ટને નવી દિશા
ભારતમાં ઇવી અપનાવવાનો ઝડપથી વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાત દેશના ક્લીન મોબિલિટી ભવિષ્યને આકાર આપવા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. મહેસાણા એક્સ્પિરિયન્સ હબની શરૂઆત સાથે, મેટરનો હેતુ માત્ર એક શોરૂમ નહીં પરંતુ એક કોમ્યુનિટી હબ ઊભું કરવાનો છે, જ્યાં ઉત્સાહી રાઇડર્સ MATTER LOOPED પ્રોગ્રામ સાથે જોડાઈને દેશવ્યાપી ઇવી ક્રાંતિનો હિસ્સો બની શકે.

Related posts

ચાર્ટર્ડ ચેમ્પિયન્સ કપ 2026 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે લીડરશીપ ઇકોસિસ્ટમનું નિર્માણ કરે છે

amdavadlive_editor

ઓલ્ડ દુબઈમાં આયોજિત કલ્ચરલ ફૂડ ટૂરને લોનલી પ્લેનેટ દ્વારા વર્ષ 2026 માટે “બેસ્ટ ઇન ટ્રાવેલ” ટોપ ગ્લોબલ એક્સપિરિયન્સમાંના એક તરીકે માન્યતા આપવામાં આવી

amdavadlive_editor

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL) એ બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને ભારતીય સેનાના કર્મચારીઓ તેમજ તેમના પરિવારોને સહાય આપવા માટે MoU પર હસ્તાક્ષર કર્યા

amdavadlive_editor

Leave a Comment