27.6 C
Gujarat
August 20, 2026
Amdavad Live
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મારુતિ સુઝુકી FRONX રેકોર્ડ સમયમાં ભારતમાંથી 2 લાખ એક્સપોર્ટનો આંકડો પાર કરનારી સૌથી ઝડપી SUV બની ગઈ છે

  • 38 મહિનાથી પણ ઓછા સમયમાં 2 લાખ એક્સપોર્ટનો આંકડો હાંસલ કયો કર્યો
  • ‘મેડ-ઇન-ઇન્ડિયા’ SUV લગભગ 90 દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવી રહી છે 

નવી દિલ્હી | ૧૮મી ઓગસ્ટ ૨૦૨૬ | મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (“મારુતિ સુઝુકી”) એ આજે જાહેરાત કરી છે કે તેની લોકપ્રિય SUV, FRONX, 38 મહિનાથી પણ ઓછા સમયમાં 2 લાખ એક્સપોર્ટનો અદભુત આંકડો પાર કરી ગઈ છે અને આ સિદ્ધિ હાંસલ કરનાર ભારતની સૌથી ઝડપી SUV બની છે.

જૂન 2023માં એક્સપોર્ટની શરૂઆત થઈ ત્યારથી, સમગ્ર વિશ્વમાં FRONXની માંગમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. ભારતમાં બનેલી આ SUVએ 25 મહિનાથી ઓછા સમયમાં એક્સપોર્ટનો એક લાખનો આંકડો હાંસલ કર્યો, જ્યારે લગભગ 13 મહિનામાં જ બે લાખનો આંકડો હાંસલ કર્યો. ગુજરાતમાં મારુતિ સુઝુકીના હાંસલપુર પ્લાન્ટમાં ઉત્પાદિત FRONX, જાપાન સહિત લગભગ 90 દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવી રહી છે.

Link for photos

આ સિદ્ધિ અંગે વાત કરતાં, મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને CEO શ્રી હિસાશી તાકેઉચી એ કહ્યું, “મારુતિ સુઝુકી દ્વારા એક્સપોર્ટ કરવામાં આવતા દરેક વાહનમાં અમારા કર્મચારીઓની સખત મહેનત અને ગૌરવ સમાયેલું હોય છે. આ વાહનો સંયુક્ત રીતે ભારતીય ઉત્પાદન ક્ષેત્રના એક હિસ્સાને લગભગ 120 દેશો સુધી પહોંચાડે છે. મારુતિ સુઝુકીની એક્સપોર્ટ ક્ષેત્રની સફળતામાં FRONX એ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. નાણાકીય વર્ષ 2024-25થી, તે ભારતનું સૌથી વધુ એક્સપોર્ટ થતું પેસેન્જર વાહન રહ્યું છે અને હવે તેને લગભગ 90 દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. રેકોર્ડ સમયમાં 1 લાખ એક્સપોર્ટનો અદભુત આંકડો વટાવ્યા બાદ, FRONX તેના બીજા 1 લાખના આંકડા સુધી ખૂબ જ ઝડપથી પહોંચ્યું છે, જે આંતરરાષ્ટ્રીય બજારોમાં તેની વધતી જતી માંગ દર્શાવે છે.”

તેમણે ઉમેર્યું કે, “ ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ના ભાગરૂપે, મારુતિ સુઝુકી ભારતના ઉત્પાદન ક્ષેત્રની ક્ષમતા વધારવાનું સતત ચાલુ રાખે છે. એક્સપોર્ટ પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે કંપનીએ ભારતમાંથી પેસેન્જર વાહનોના એક્સપોર્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ નેતૃત્વનું ઉદાહરણ આપતાં, નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક (Q1) ગાળામાં ભારતમાંથી સૌથી વધુ એક્સપોર્ટ થયેલા ત્રણેય પેસેન્જર વાહનો મારુતિ સુઝુકીના હતા. દર વર્ષે વધી રહેલું એક્સપોર્ટનું પ્રમાણ એ વૈશ્વિક બજારોમાં કંપનીના ઉત્પાદનોની વિશ્વસનીયતા અને આકર્ષણનું મજબૂત પ્રમાણ છે.”

== સમાપ્ત ==

Related posts

સેમસંગ ડેઝ સેલનો શુભારંભઃ વિવિધ શ્રેણીઓમાં આકર્ષક ઓફરો સાથે AI- પાવર્ડ લિવિંગ ઉજાગર કરે છે

amdavadlive_editor

PixelDrive એ “Best Newcomer Award” જીત્યો, STEM Racing India નેશનલ ફાઈનલ્સમાં 95માંથી 8મો ક્રમાંક મેળવ્યો

amdavadlive_editor

SAL ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને SAL હોસ્પિટલને ‘ટાઈમ્સ એજ્યુકેશન આઈકોન્સ એવોર્ડ 2025’ થી સન્માન

amdavadlive_editor

Leave a Comment