36.4 C
Gujarat
March 15, 2026
Amdavad Live
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ક્રીડા તંત્ર દ્વારા અમદાવાદમાં બાળકોની ઇકોસિસ્ટમ ઘડવા માટે પ્રથમ ‘લીડર્સ કોન્ક્લેવ’નું આયોજન કરવામાં આવશે

ગુજરાત, અમદાવાદ | ૨૮મી જાન્યુઆરી ૨૦૨૬ — ક્રીડા તંત્ર એકેડેમી તેના છ વર્ષના કાર્યકાળની ઉજવણી નિમિત્તે 1 ફેબ્રુઆરીના રોજ પ્રથમ ‘લીડર્સ કોન્ક્લેવ’નું આયોજન કરશે.ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ (GUSEC) ના સહયોગથી આયોજિત, આ કોન્ક્લેવ શિક્ષણ, આરોગ્ય, રમતગમત, સામાજિક પ્રભાવ અને એન્ટરપ્રિન્યોરશિપ ક્ષેત્રના અગ્રણીઓ અને નિષ્ણાતોને એકસાથે લાવશે. તેઓ “વિઝન 2030: ઉભરતા અમદાવાદમાં બાળકોની ઇકોસિસ્ટમનું ઘડતર” વિષય પર વિચાર-વિમર્શ કરશે.

અમદાવાદ શિક્ષણ, આરોગ્ય, રમતગમત અને ઇનોવેશન ના કેન્દ્ર તરીકે સતત વિકસી રહ્યું છે, ત્યારે આ કોન્ક્લેવ બાળકોને આગામી દાયકાની તકો અને પડકારો માટે તૈયાર કરવા માટે વિવિધ ક્ષેત્રો વચ્ચે સંવાદ શરૂ કરવાનો પ્રયાસ કરે છે. આ ફોરમમાં આ ક્ષેત્રમાં સક્રિયપણે કાર્યરત 40 જેટલા અગ્રણી મહાનુભાવો ભાગ લેશે, જેઓ ભવિષ્ય માટે સજ્જ બાળ વિકાસ પર પોતાના મંતવ્યો અને આંતરદૃષ્ટિ રજૂ કરશે.

ક્રીડા તંત્ર એકેડેમીના સ્થાપક અને સીઈઓ ગજાનન પવારે જણાવ્યું હતું કે, “જેમ જેમ અમદાવાદનો વિકાસ થઈ રહ્યો છે, તેમ તેમ તેના બાળકો પ્રત્યેની આપણી સામૂહિક જવાબદારી પણ વધી રહી છે. આ કોન્ક્લેવ વિવિધ ક્ષેત્રના અવાજોને એક મંચ પર લાવવાનો એક પ્રયાસ છે, જેથી આપણે મંતવ્યોની આપ-લે કરી શકીએ, સહયોગ કરી શકીએ અને સામૂહિક રીતે કલ્પના કરી શકીએ કે કેવી રીતે આપણે આવનારી પેઢી માટે વધુ મજબૂત, સર્વસમાવેશી અને ભવિષ્યલક્ષી ઇકોસિસ્ટમ બનાવી શકીએ. આ એક સહિયારા વિઝન અને લાંબા ગાળાની અસર ઊભી કરવા તરફનું અમારું પ્રથમ પગલું છે.”

આ કોન્ક્લેવમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના ડાયરેક્ટર પ્રો. નિમિષ વસોયા, GUSEC ના પ્રોગ્રામ મેનેજર સંયમ છાજેદ અને રોયલ ટેક્નોસોફ્ટના સ્થાપક મિહિર મહેતા વચ્ચે પેનલ ચર્ચા યોજાશે. શ્વાસ ચેરિટેબલ ટ્રસ્ટના કિંજલ શાહ આ સત્રનું સંચાલન કરશે અને ત્યારબાદ સહભાગીઓ સાથે ઇન્ટરેક્ટિવ ચર્ચા થશે.

પેનલ ચર્ચા ઉપરાંત, આ ‘લીડર્સ કોન્ક્લેવ’માં બાળકોની ઇકોસિસ્ટમના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન લાવનારા ‘ચેન્જમેકર્સ’ નું પણ સન્માન કરવામાં આવશે. ભવિષ્ય માટે સજ્જ પેઢીના ઘડતર માટે તેમના સતત યોગદાન, નવીનતા અને પ્રતિબદ્ધતા બદલ તેમને ‘લીડરશિપ એવોર્ડ્સ’ એનાયત કરવામાં આવશે.

આ કોન્ક્લેવ 1 ફેબ્રુઆરીના રોજ સવારે 09:00 થી 11:00 વાગ્યા સુધી GUSECના અટલ-કલામ સેન્ટર ખાતે યોજાશે.

≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡

Related posts

ત્રણ વર્ષ, 19 મિલિયન મુસાફરો: અકાસા એર દ્વારા વિક્રમી વૃદ્ધિની ઉજવણી

amdavadlive_editor

સેમસંગ દ્વારા ભારતમાં બીસ્પોક AI એર કંડિશનર્સ પર ‘‘ગો સેવ ટુડે’’ કેમ્પેઈનની ઘોષણા

amdavadlive_editor

RB ફોર વુમન પોતાની 12મી આવૃત્તિ લઈને આવી રહ્યાં છે

amdavadlive_editor

Leave a Comment