November 5, 2026
Amdavad Live
ગુજરાતરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

જે. જી. ઇન્ટરનેશનલ સ્કૂલે જે. જી. કપ 2026 – અંડર-15 ફૂટબોલ ટૂર્નામેન્ટનો આરંભ કર્યો

ગુજરાત, અમદાવાદ | ૨૮મી જાન્યુઆરી ૨૦૨૬ — જે. જી. ઇન્ટરનેશનલ સ્કૂલ (JGIS) દ્વારા જે. જી. કપ 2026 – અંડર-15 ફૂટબોલ ટૂર્નામેન્ટનો ગૌરવપૂર્ણ આરંભ કરવામાં આવ્યો. વર્ષ 2010માં ગુજરાતના પ્રથમ ફ્લડલાઇટ સ્કૂલ ફૂટબોલ ટૂર્નામેન્ટ તરીકે શરૂ થયેલ જે. જી. કપ, હવે જે. જી. કપ 2.0 તરીકે અમદાવાદ જિલ્લા ફૂટબોલ એસોસિએશન (ADFA) ના સહયોગથી ફરી યોજાઈ રહ્યો છે.

જે. જી. કપ 2026નું આયોજન 27 થી 31 જાન્યુઆરી 2026 દરમિયાન, ખાસ કરીને અંડર-15 છોકરાઓ માટે કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટમાં 16 અગ્રણી શાળાઓની ટીમો નૉકઆઉટ ફોર્મેટમાં સ્પર્ધા કરી રહી છે. તમામ મેચો ફ્લડલાઇટ હેઠળ રમાઈ રહી છે અને તેમાં 150થી વધુ યુવા ફૂટબોલ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

ઉદઘાટન સમારોહ 27 જાન્યુઆરી 2026ના રોજ શાળાના માનનીય ચેરમેન ડૉ. એમ. પી. ચંદ્રન દ્વારા યોજાયો. સમારોહમાં ટ્રોફી અનાવરણ, રાષ્ટ્રગાન અને પ્રતિકાત્મક કિક-ઓફનો સમાવેશ થયો.

ટૂર્નામેન્ટનું સમાપન 31 જાન્યુઆરી 2026ના રોજ યોજાનારા ગ્રાન્ડ ફિનાલે અને સમાપન સમારોહ સાથે થશે, જેમાં વિજેતા ટીમને સન્માનિત કરવામાં આવશે.

જે. જી. કપ એક નૉન-કમર્શિયલ અને નિઃશુલ્ક નોંધણીવાળું ટૂર્નામેન્ટ છે, જે ગ્રાસરૂટ સ્તરે ફૂટબોલના વિકાસ માટે સમર્પિત છે.

≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡

Related posts

સોની લાઈવ દ્વારા તિગ્માંશુ ધુલિયા અને મયુર મોરે અભિનિત બ્લેક, વ્હાઈટ એન્ડ ગ્રે- લવ કિલ્સનું ટ્રેલર રજૂઃ 2જી મેથી સ્ટ્રીમ થશે

amdavadlive_editor

અમિત અગ્રવાલે ૧૭મા હ્યુન્ડાઈ ઈન્ડિયા કોઉચર વીકમાં એન્ટિવોર્ટાનું અનાવરણ કર્યું

amdavadlive_editor

ટાટા મોટર્સે ગ્રીન મોબિલિટીને આગળ ધપાવી, ક્લીન ગ્રીન ફ્યુઅલ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડને એલએનજી સંચાલિત ટ્રકની ડિલિવરી શરૂ કરી

amdavadlive_editor

Leave a Comment