30.8 C
Gujarat
August 3, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ઇન્દ્રિયા, આદિત્ય બિરલા જ્વેલરીએ ઊંચા ચળકાટવાળા ડાયમંડ સાથે ઉદ્યોગમાં નવા ધોરણો સ્થાપિત કર્યા

ઇન્દ્રિયા દ્વારા શ્રેષ્ઠ ચમક પર ધ્યાન કેન્દ્રિત કરવાથી હીરાની ખરીદીમાં આનંદ અને વિશ્વાસ આવે છે – 5 માંથી ફક્ત 1 નેચરલ ડાયમંડે જ આ કટ મેળવ્યો હોવાથી રિટેલ ઉદ્યોગમાં એક નવો સીમાચિહ્ન સ્થાપિત થયું છે 

મુંબઈ | ૨૫મી જૂન ૨૦૨૬ | આદિત્ય બિરલા જ્વેલરીની ઇન્દ્રિયાએ નેચરલ ડાયમંડ (હીરા) પસંદગીમાં ઉદ્યોગમાં સૌપ્રથમ માપદંડ સ્થાપિત કર્યો છે – જેના લીધે ડાયમંડ ધરાવવાના અનુભવમાં ભારે આનંદ અને વિશ્વાસ લાવે છે. ડાયમંડની ગુણવત્તામાં અપવાદરૂપ ચળકાટ અત્યંત દ્રશ્યમાન હાવભાવ છે તેવી માન્યતા ધરાવતો આ અભિગમ બ્રાડના વર્ગમાં શ્રષ્ઠ પસંદગી ધોરણો પર મદાર રાખે છે. પરંપરાગત ગ્રેડીંગ ધોરણોથી પર ઇન્દ્રિયાનો ડાયમંડ કટ અને પસંદગી પ્રત્યેનો અભિગમ, કેટલી અસરકારક રીતે ડાયમંડ પ્રતિબિંબ પાડે છે, રીફ્રેક્ટ કરે છે અને પ્રકાશને પરત કરે છે જેથી શ્રેષ્ઠ તેજ, ​​અગ્નિ અને ચમક પૂરી પાડી શકાય. 5 માંથી ફક્ત 1 કુદરતી હીરા આ કઠોર ધોરણોને પૂર્ણ કરે છે.

આ કેટેગરી માટે આ પરિવર્તન અગત્યની ક્ષણે આવ્યું છે. ભારત વૈશ્વિક ડાયમંડ ઉદ્યોગના કેન્દ્રમાં બેઠુ છે, જેમાં સુરત અને મુંબઇ જેવા પ્રદેશોમાં વિશ્વમાં 90%થી વધુના ડાયમંડનું કટીંગ થાય છે. ઊંડી કુશળતા હોવા છતાં પણ ડાયમંડ ઝવેરાતનો વપરાશ 15%થી નીચે રહ્યો છે. ઇષ્ટતમ પ્રમાણ અને ચડીયાતા લાઇટ રિટર્ન સાથે ડાયમંડ્ઝને અગ્રિમતા આપવા છતાં ઇન્દ્રિયા અત્યંત તેજસ્વી ચળકાટ ધરાવતા ડાયમંડ્ઝને દેશમાં લાવવામાં મોખરે હોવા છતાં પણ ભારતીય ઉપભોક્તાઓ દ્વારા પરંપરાગત 4Cથી પર કેવી રીતે મુલ્યાંકન કરવામાં આવે છે અને ડાયમંડની પસંદગી કરવામાં આવે છે તેને પુનઃઆકાર આપવાનો હેતુ ધરાવે છે.

ચળકાટ પાછળનું વિજ્ઞાન
ક્લેરિટી, કલર અને કેરેટ કુદરત પાસેથી ભૌતિક ગુણ તરીકે પ્રાપ્ત થાય છે, જ્યારે કટ અને માનવીય કારીગરી અને ચોક્સાઇનું પરિણામ છે. ડાયમંડમા પ્રકાશ કેવી રીતે પ્રવેશે છે, પ્રતિબિંબ પાડે છે અને બહાર નીકળી જાય છે તે નિર્ધારિત કરે છે, જે તેને તેજસ્વીતાને ખરો પ્રદાનકર્તા બનાવે છે. વ્યવસ્થિત રીતે કટ કરેલા ડાયમંડ પ્રકાશનુ પરાવર્તનને મહત્તમ બનાવે છે, જ્યારે ઓછા ઇષ્ટતમ કટવાળાકટ લાઇટને જવા દેવાની મંજૂરી આપે છે, જે ચળકાટમાં દેખાય તેવા તફાવતનું સર્જન કરે છે.

ઇન્દ્રિયા ખાતે કટને પ્રકાશના ત્રણ પાસાઓ દ્વારા સમજવામાં આવે છેઃ જેમ કે તેજસ્વીતા, અગ્નિ અને સિન્ટીલેશન, જે ડાયમંડને પહેરવામાં આવે ત્યારે ખરેખર કેવો દેખાય છે તે મેળવે છે:

  • તેજસ્વીતા: ડાયમંડના મુખ પરથી સફેદ પ્રકાશનું પરાવર્તન
  • અગ્નિ: પ્રકાશનું વર્ણપટ રંગોમાં વિભાજન
  • સિન્ટિલેશન: પ્રકાશની ગતિમાં જોવા મળતા ચમકારા

ફક્ત એવા જ ડાયમંડ્ઝ જે આ પરિબળોમાંના પસંદ થયેલા હોય અને જે ઇન્દ્રિયા યોગ્ય ધોરણે સંતોષતા હોય, ચોક્કસ પ્રમાણ, શ્રેષ્ઠ પ્રકાશ પરાવર્તન વળતર અને ન્યૂનતમ પ્રકાશ લિકેજ સાથે. લગભગ રંગહીન F–H–G હીરા અને ઉચ્ચ-સ્પષ્ટતા કોષ્ટકો પ્રતિબિંબને વધુ વધારે છે, જે પહેરવાના દરેક ક્ષણમાં અસાધારણ ચમક સુનિશ્ચિત કરે છે.

ગ્રાહકો અને હિસ્સેધારકોને આ તફાવતનો અનુભવ કરાવવામાં મદદ કરવા માટે, ઇન્દ્રિયાએ સ્પાર્કલસ્કોપ રજૂ કર્યું છે, જે એક નવીન ઇન-સ્ટોર ટેકનોલોજી છે જે ગ્રાહકોને ડાયમંડના ચમકાટનું મૂલ્યાંકન કરવા સક્ષમ બનાવે છે. સ્પાર્કલને દૃશ્યમાન રીતે માપી શકાય તેવું બનાવીને, આ અનુભવ ખરીદી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવે છે, જેનાથી ગ્રાહકો ઇન્દ્રિયા ડાયમંડને વ્યાખ્યાયિત કરતા તફાવતને જોઈ, સમજી અને વિશ્વાસ કરી શકે છે.

આ નવીન ઉદ્યોગ માપદંડ રજૂઆત પર ટિપ્પણી કરતા, ઇન્દ્રિયાના સીઈઓ સંદીપ કોહલીએ જણાવ્યું હતું કે, “ડાયમંડ ઉદ્યોગ વિકાસશીલ છે, અને નવીનતા એ સમયની જરૂરિયાત છે. દાયકાઓથી, ગુણવત્તા મૂલ્યાંકન 4Cs પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ અંતે ગ્રાહકો એવા ડાયમંડના મોહમાં પડે છે જે સૌથી વધુ ચમકતો હોય છે. તે પહેલી વસ્તુ છે જે તેઓ ધ્યાનમાં લે છે, ગુણવત્તા જે તરત જ ધ્યાન ખેંચે છે, અને ડાયમંડ ખરેખર ખાસ કેમ લાગે છે. ઇન્દ્રિયામાં, અમે ડાયમંડનું મૂલ્યાંકન કરવાની વધુ દૃશ્યમાન, સાહજિક અને ગ્રાહક-પ્રથમ રીત પ્રદાન કરીને, એક નવો ઉદ્યોગ માપદંડ નિર્ધારિત કરીને, ચમકાટને મોખરે લાવી રહ્યા છીએ. ઇન્દ્રિયામાં દરેક ડાયમંડને તેના શ્રેષ્ઠ ચમકાટ માટે પસંદ કરવામાં આવે છે અને તે વિવિધ શ્રેણીઓ અને પ્રસંગોમાં ઉપલબ્ધ છે. અમારો ઉદ્દેશ્ય અપવાદરૂપ ચમકાટની ઍક્સેસ અને સમજને ડેમોક્રેટીસાઇઝ બનાવવાનો છે, જેનાથી ગ્રાહકો શ્રેષ્ઠ અને સૌથી વધુ ચમકાટવાળા ડાયમંડ શોધી શકે છે.”

પોતાનો દ્રષ્ટિકોણ શેર કરતા, સપ્લાય ચેઇનના વડા શ્રી રાજેન્દ્રન ગણપતીએ ઇન્દ્રિયા ટિપ્પણીમાં જણાવ્યું હતું કે “ઇન્દ્રિયા ખાતે અમે એક સાદી માન્યતા સાથે પ્રારંભ કર્યો હતો: જો ચમકાટ જ ગ્રાહકને વધુ આનંદ આપતો હોય તો, તે અમારી ડાયમંડ પસંદગી પ્રક્રિયાનો એક નિર્ધારિત માપદંડ હોવો જોઇએ. ઇન્દ્રિયા બજારમાં ઉપલબ્ધ 5માંથી 1 ડાયમંડની પસંદગી કરે છે જેથી ગ્રાહકો અત્યંત ચળકાટવાળો ડાયમંડ પ્રાપ્ત કરી શકે. તે સુનિશ્ચિત કરી શકાય. તેનું પરિણામ પરિણામ એ હીરાનો સંગ્રહ છે જે અસાધારણ દ્રશ્ય ચમક માટે પસંદ કરવામાં આવે છે જે મનમોહક અને ટકાઉ છે.”

ઇન્દ્રિયા એ પ્રથમ વારસા આધારિત જ્વેલરી બ્રાન્ડ છે જેણે છેલ્લા દાયકાથી વધુના સમયથી ભારતીય બજારમાં પ્રવેશ કર્યો છે; અને તે ઝડપથી વૃદ્ધિ પામતી રિટેલ બ્રાન્ડ છે, જેણે 2 વર્ષમાંજ 80 સ્ટોર્સને વટાવી દીધ છે, જેમાં કારીગરી કેન્દ્રસ્થાને છે. 32,000 +થી વધુ ડિઝાઇન્સ સાથે ઇન્દ્રિયા ભારતીય જે રીતે ડાયમંડ્ઝની ખરીદી કરે છે તેમાં પરિવર્તન લાવવાનો ઇરાદો ધરાવે છે; જે ભારતના નિષ્ણાત કારીગરોના અસાધારણ કૌશલ્ય અને પેઢીગત જ્ઞાનને પ્રતિબિંબિત કરતી વારસાની ભાવનાત્મક અભિવ્યક્તિઓનું પ્રદર્શન કરે છે.

આ લોન્ચને ઇન્દ્રિયાની નવી કેમ્પેન, ‘સ્પાર્કલ લાઇક નો અધર’ (Sparkle Like No Other)નો ટેકો છે જે બ્રાન્ડના ચહેરા એવી અદિતી રાવ હૈદરીને દર્શાવે છે. આ કેમ્પેન શ્રેષ્ઠ ચમકના આકર્ષણને જીવંત કરે છે, ધ્યાન આકર્ષિત કરે છે અને ઇન્દ્રિયા હીરાને અલગ પાડે છે તે બાબતોની ઉજવણી કરે છે.

આ કેમ્પેન સાથે, ઇન્દ્રિયા આધુનિક જ્વેલરી ડેસ્ટિનેશન તરીકે તેની સ્થિતિ મજબૂત કરવાનું ચાલુ રાખે છે, જે ભવ્ય રોજિંદા વસ્ત્રોથી લઈને પ્રસંગો, ઉત્સવો અને લગ્નના સંગ્રહ સુધી, ડાયમંડના ઝવેરાતનો વિશાળ વ્યાપ ઓફર કરે છે. આ બ્રાન્ડ કારીગરી, નવીનતા અને ગ્રાહક શિક્ષણનું મિશ્રણ કરે છે, જ્યારે ડાયમંડ ખરીદી માટે વધુ પારદર્શક અને અનુભવ-આધારિત અભિગમને સમર્થન આપે છે.

કેમ્પેનને 360-ડિગ્રી મીડિયા દ્વારા વિસ્તૃત કરવામાં આવી રહી છે, જે જાગૃતિથી અનુભવ સુધીની ગ્રાહક યાત્રાનું નિર્માણ કરે છે.

== સમાપ્ત ==

Related posts

એમેઝોન નાઉની માાંગ સૌથી આશાવાદી પૂવાાનુમાનો કરતાાં વધી; એમેઝોન દરરોજ બે નવા માઇક્રો-ફિલમેન્ટ સેન્ટર ખોલશે

amdavadlive_editor

ભરવાડ યુવા સંગઠન ગુજરાત દ્વારા “સફળતાનો ઉત્સવ–૨૦૨૫” અંતર્ગત ૧૨૧ યુવાનોને રોજગાર માટે JCB વિતરણ અને તેજસ્વી વિદ્યાર્થીઓને ૫૧ લેપટોપ આપી સન્માનિત કર્યા

amdavadlive_editor

૧૬ વર્ષ આર્મીમાં સેવા આપનાર ગામના સપૂતને વધાવવા બરવાળા ગામ હિલોળે ચડ્યું

amdavadlive_editor

Leave a Comment