ગુજરાત, રાજકોટ ૧૭ જૂન ૨૦૨૫: ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (જીસીપીએલ)ની હેર કેર, કલર, સ્ટાઇલિંગ અને ટ્રીટમેન્ટ્સમાં પ્રોડક્ટ્સ ધરાવતી પ્રોફેશનલ હેર બ્રાન્ડ ગોદરેજ પ્રોફેશનલ્સે સમગ્ર રાજકોટ અને ગુજરાતમાં તેનું લેટેસ્ટ હેર કલર કલેક્શન ધ સર્રીયલ કલેક્શન અને મોર્ડન સ્ટ્રેઇટનિંગ ટેક્નિક સ્ટ્રેઇટ સ્મૂધ રજૂ કર્યા છે.
આ પ્રસંગે ગોદરેજ પ્રોફેશનલે એક દિવસની ઇવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં સમગ્ર રાજ્યના 100થી વધુ સલોનિસ્ટ્સ અને સ્ટાઇલિસ્ટ્સ એકત્રિત થયા હતા. ગોદરેજ પ્રોફેશનલના એજ્યુકેશનલ અને ટેક્નિકલ એમ્બેસડર્સ ક્રિએટિવ ડિરેક્ટર યિઆન્ની ત્સાપાતોરી, નેશનલ ટેક્નિકલ હેડ શૈલેષ મૂલ્યા અને ગોદરેજ પ્રોફેશનલના ટેક્નિકલ એમ્બેસડર નજીબ-ઉર-રહેમાનના નેતૃત્વ હેઠળની આ ઇવેન્ટમાં સલોન પ્રોફેશનલ્સને એડવાન્સ્ડ કલરિંગ ટેક્નિક્સમાં કુશળ બનાવવા માટે તૈયાર કરાયેલા વિશિષ્ટ ટ્રેનિંગ સેશન્સ યોજવામાં આવ્યા હતા જેમાં સર્રીયલ કલેક્શન પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
ગોદરેજ પ્રોફેશનલના બિઝનેસ હેડ અભિવન ગ્રાંધીએ જણાવ્યું હતું કે “દાયકાઓથી ગોદરેજ ભારતના હેર કલર માર્કેટમાં ટ્રેલબ્લેઝર રહી છે અને રિટેલ સેક્ટરમાં પોતાનું મજબૂત સ્થાન બનાવીને ઉદ્યોગમાં ક્રાંતિ લાવી છે. આ નિપુણતા પર આધાર રાખીને અમે થોડા વર્ષો પહેલા ગોદરેજ પ્રોફેશનલ સાથે પ્રોફેશનલ હેર કેરમાં પ્રવેશ કર્યો હતો. અમારું સ્પષ્ટ વિઝન હતું કે હેરસ્ટાઇલિસ્ટ્સને સશક્ત બનાવવા અને સલોનને નવીનતા તથા રચનાત્મકતાના કેન્દ્રોમાં ફેરવવા.”
અભિનવે પોતાની વાત આગળ વધારતા જણાવ્યું હતું કે “આજે હેરસ્ટાઇલિસ્ટ્સ સલોનમાં અલ્ટીમેટ ઇન્ફ્લુએન્સર્સ બની ગયા છે. તેમની કુશળતાઓ સીધી જ સર્વિસની ગુણવત્તા તથા ગ્રાહકોના સંતોષ પર અસર કરે છે. એટલે જ છેલ્લા કેટલાક વર્ષોથી ગોદરેજ પ્રોફેશનલ્સે સમગ્ર ભારતમાં હજારો સલોનને તાલીમ આપી રહી છે અને હેરસ્ટાઇલિંગ પ્રતિભાઓની આગામી પેઢીનું જતન કરવા માટે ડોર-ટુ-ડોર શિક્ષણ પૂરું પાડી રહી છે. 2025 એ એક બોલ્ડ કહી શકાય તેવા નવા પ્રકરણનું સાક્ષી રહ્યું છે કારણ કે ગોદરેજ પ્રોફેશનલ તેની ટ્રેનિંગ અને સ્કીલિંગની પહેલને રાષ્ટ્રવ્યાપી સ્તરે લઈ ગઈ છે જેના હેઠળ 11 શહેરોમાં 3,000થી વધુ સલોનને સાંકળવાની યોજના છે. આના ભાગરૂપે અમે રાજકોટ સ્થિત હેરસ્ટાઇલિસ્ટ્સ માટે ટ્રેનિંગ સેમિનાર્સનું આયોજન કર્યું છે. સ્ટાઇલિસ્ટ્સને સફળ થવા માટે જરૂરી ટૂલ્સ અને ટેક્નિક્સ પૂરા પાડીને અમે તેમને ભારતમાં હેરસ્ટાઇલિંગના ભવિષ્યને આકાર આપવા માટે મદદ કરી રહ્યા છીએ.”
સર્રીયલ કલેક્શન એ ભારતની પ્રથમ હેર કલર રેન્જ છે જે વિશ્વના સૌથી વિખ્યાત કુદરતી અજાયબીઓ દ્વારા પ્રેરિત છે. ગોદરેજ પ્રોફેશનલ ખાતે નેશનલ ટેક્નિકલ હેડ શૈલેષ મૂલ્યા, ગોદરેજ પ્રોફેશનલના ક્રિએટિવ ડિરેક્ટર યિઆન્ની ત્સાપાતોરી અને ગોદરેજ પ્રોફેશનલના ટેક્નિકલ એમ્બેસડર નજીબ-ઉર-રહેમાન દ્વારા સાથે મળીને તૈયાર કરાયેલી આ ઇનોવેટિવ રેન્જ ચાર અદ્વિતીય લૂક્સ સાથે કુદરતની પેલેટને ચાર અદ્વિતીય લુક્સ સાથે જીવંત બનાવે છેઃMoffee Marvel (mocha and coffee tones of the Pyramid of Giza), Tangerine Dream (copper-gold hues of Antelope Canyon), Roselet Bliss (rose and violet from Serranía de Hornocal), and Moonlit Mist (silver-ash tones of moonlit nights). આ દરેક લુક ડાઇમેન્શન અને કલર પ્લે ટેક્નોલોજી દ્વારા સંચાલિત છે. ડાઇમેન્શન એમોનિયા-ફ્રી હેર કલર્સમાં પેપ્ટાઇડ્સ અને પોષણ કરે તેવા ઓઇલ્સ સમાવિષ્ટ છે જે તંદુરસ્ત દેખાતા, લાંબો સમય સુધી ટકે તેવા કલરને સુનિશ્ચિત કરે છે. કલર પ્લે રેન્જ વાળની માવજત માટે, તેને મજબૂત કરવા અને મોઇશ્ચરાઇઝ કરે તેવા ગુણો ધરાવતા હાઇડ્રોલાઇઝ્ડ કેરાટિન અને હાઇલુરોનિક એસિડથી સમૃદ્ધ વાઇબ્રન્ટ શેડ્સ પૂરા પાડે છે.
ગોદરેજ પ્રોફેશનલના ક્રિએટિવ ડિરેક્ટર યિઆન્ની ત્સાપાતોરીએ જણાવ્યું હતું કે“ભારતીય સલૂન ઉદ્યોગની પ્રગતિ માટે કુશળતાઓ વધારવી જરૂરી છે. આવી ઇવેન્ટ્સ ઉભરતા અને અનુભવ ધરાવતા સ્ટાઇલિસ્ટને તેમની કારીગરીને વધુ સુધારવા અને તેમની ક્ષિતિજોને વિસ્તૃત કરવાની મૂલ્યવાન તક આપે છે. રાજકોટમાં અમે જે ઉત્સાહ જોયો તે અવિશ્વસનીય હતો. મને વિશ્વાસ છે કે ગોદરેજ પ્રોફેશનલ નવીનતા અને શિક્ષણ દ્વારા વલણોને પ્રેરણા આપવાનું અને ઉદ્યોગને ઉન્નત કરવાનું ચાલુ રાખશે.”
ગોદરેજ પ્રોફેશનલે સ્ટ્રેઇટ સ્મૂધ પણ રજૂ કર્યું છે. આ એક મોર્ડન સ્ટ્રેટનિંગ સોલ્યુશન છે જે વાંકડિયા,ગૂંચવાયેલા વાળને સ્લીક, ચમકતા અને હાઇડ્રેટેડ લૉક્સમાં ફેરવે છે. ફાઇબર રિબોન્ડિંગ ટેકનોલોજી દ્વારા સંચાલિત,તે હાઇડ્રેશન અને ફ્લેક્સિબિલિટી માટે સિલ્ક એમિનો એસિડને હાયલ્યુરોનિક એસિડ સાથે જોડે છે જેથી ભેજને જાળવી શકાય અને વાળને ગૂંચાઇ જવાનું ઘટાડી શકાય. આના પરિણામે સરળ,વ્યવસ્થિત વાળ અને સુંદર સલૂન ફિનિશ મળે છે.
ગોદરેજ પ્રોફેશનલના નેશનલ ટેકનિકલ હેડ શૈલેષ મૂલ્યાએ જણાવ્યું હતું કે“અમારું ધ્યાન વાસ્તવિક, વ્યવહારુ શિક્ષણ પર છે. સર્રીયલ કલેક્શન અને સ્ટ્રેઇટ સ્મૂથ જેવા લોન્ચ સાથે, અમે હેરસ્ટાઇલમાં નવી શક્યતાઓ ખોલી રહ્યા છીએ. દરેક સેશન ભારતીય સલૂન્સને વધુ સર્જનાત્મક, સ્પર્ધાત્મક અને ક્લાયન્ટ કેન્દ્રિત બનાવવા તરફ એક પગલું છે.”
આ ઉપરાંત, ગોદરેજ પ્રોફેશનલના ટેકનિકલ એમ્બેસેડર નજીબ-ઉર-રહેમાને જણાવ્યું હતું કે“રાજકોટમાં આયોજિત કાર્યક્રમનો પ્રતિભાવ શાનદાર રહ્યો હતો. સ્પષ્ટ છે કે સલૂન પ્રોફેશનલ્સ નવું શીખવા અને આગળ વધવા માટે ઉત્સુક છે. અમારો ઉદ્દેશ સલૂન સર્વિસીઝમાં ઉચ્ચ સ્તરની શિક્ષણ અને ટેક્નિક્સ સાથે તેમની સફરને ટેકો આપવાનો છે.”
સર્રીયલ કલેક્શન અને સ્ટ્રેઇટ સ્મૂધ રેન્જ હવે રાજકોટ અને ગુજરાતના અગ્રણી સલોનમાં ઉપલબ્ધ છે.