31.8 C
Gujarat
August 5, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

કોક સ્ટુડિયો ભારત દ્વારા ઈશ્ક બાવલા રજૂઃ ઓળખ અને આત્મચિંતનનો હરિયાણ્વી પડઘો

વિડિયો માટે લિંક: Click here 

નેશનલ ૧૮ જૂન ૨૦૨૫: ભારતના વૈવિધ્યપૂર્ણ સંગીત વારસાની ઉજવણી કરતું મંચ કોક સ્ટુડિયો ભારત તેની ત્રીજી સીઝનમાં દર્શકો સાથે શક્તિશાળી સુમેળ સાધે છે. હોલી આઈ રે, હોલો લોલો અને પંજાબ વેખ કે સાથે મંચે ત્રણ અજોડ ગીત રજૂ કર્યાં છે, જે ભારતનાં વૈવિધ્યપૂરણ સાંસ્કૃતિક મૂળિયાંની ઉજવણી કરે છે. હવે તે ચોથી રિલીઝ ઈશ્ક બાવલા સાથે આવી રહી છે. ખ્યાતિપ્રાપ્ત હરિયાણ્વી રૅપ પાવરહાઉસ ધંદા ન્યોલીવાલા દ્વારા સંકલ્પના, લેખન, કમ્પોઝ અને અભિનય અને Xvir ગ્રેવાલ સાથે ઈશ્ક બાવલા આત્મચિંતન, વૃદ્ધિ અને વ્યક્તિગતતા થકી ગુમ પ્રેમની યુગ જૂન વાર્તાનું નવું અર્થઘટન કરે છે. હરિયાણાની સમકાલીન વાર્તાકથન પરંપરામાં મૂળિયાં સાથે નવું ગીત સ્વજાગૃતિની શક્તિને સલામી છે, જે રિફ્લેક્ટ, લર્ન અને જોડાણ કરવા માટે આમંત્રણ છે.

#ઈશ્ક બાવલા સદીઓની લોકકથાની સૌથી નાટકીય પ્રેમકથાઓમાંથી નોંધ લેતાં વીતેલા યુગના પ્રેમ પર હરિયાણ્વી છાંટ છે. ગીતથી વિશેષ તે હૃદયભંગનો સાર્વત્રિક અનુભવ પ્રદર્શિત કરે છે, સમકાલીન જોશ સાથે નવી કલ્પના કરે છે. આગળ વધવા અને નવી ઊંચાઈ સર કરવા વિચારવા પ્રેરિત કરે છે.

હરિયાણ્વી રૅપર ધંદા ન્યોલીવાલાએ સુંદર અભિનય કર્યો છે. તેણે પોતાની લાક્ષણિકતાઓ સાથે ભાવનાત્મક વાર્તાને ગૂંથી છે. તેની સાથે Xvir ગ્રેવાલ છે, જેનો સૂરીલો અવાજ પ્રેમ અને નુકસાનની ખોજમાં ઊંડાણની વધુ એક સપાટી ઉમેરે છે. નિર્માણ આધુનિક ધ્વનિ અને પારંપરિક હરિયાણ્વી ઈન્સ્ટ્રુમેન્ટેશનનું સ્વર્ણિમ સંમિશ્રણ છે, જેમાં ડેરુ, બુગ્ચુ અને ઘડાનું અજોડ ટેક્સ્ચર્સ છે, જે એવું વાતાવરણ નિર્માણ કરે છે જે પરિચિત છે છતાં તાજગીપૂર્ણ રીતે નવું છે.

આર્ટિસ્ટ પરવીન ધંદા (ધંદા ન્યોલીવાલા) તેની સિગ્નેચર નવા યુગની રૅપ બીટ્સ અને ગીતની વિશ્વસનીયતા લોક ગીતમાં લાવે છે. રૅપરથી વિશેષ ધંદા સાંસ્કૃતિક સૂર છે, જે હરિયાણાને વૈશ્વિક હિપ-હોપ નકશા પર મૂકવા કટિબદ્ધ છે. હર્ષવીર સિંહ ગ્રેવાલ ઉર્ફે Xvir ધંદાના બોલમાં સ્મૂધ કોન્ટ્રાસ્ટ પ્રદાન કરીને ગીતમાં સુરીલી ઊંડાણભરી અને ભાવનાત્મક ખૂબી લાવે છે. એકત્ર મળીને તેમણે એવી ગતિશીલ વાર્તા ઘડી કાઢી છે, જે પ્રાદેશિક ઓળખ અને સમકાલીન અભિવ્યક્તિ વચ્ચેનું અંતર દૂર કરે છે. તેમનાં મૂળમાંથી શક્તિ લેતાં આ જોડી ડેરુ, બુગ્ચુ અને ઘડા જેવાં પારંપરિક લોક વાજિંત્રોને આધુનિક, રૅપ પ્રેરિત બીટ્સ સાથે સંમિશ્રિત કરે છે, જેમાંથી સ્વર્ણિમ, લેયર્ડ ગીત પરિણમે છે, જે તળિયાના સ્તરનું અને વૈશ્વિક સુસંગત મહેસૂસ થાય છે. 

કોકા-કોલા ઈન્ડિયાના આઈએમએક્સ લીડ શાંતનુ ગાંગણે કહે છે, “કોક ભારત સ્પષ્ટ વ્યૂહાત્મક હેતુ પર નિર્માણ થયું છે. તે ભારતના સૂરને તેની શક્તિશાળી સાંસ્કૃતિક એસેટ- તેની વૈવિધ્યતાને આલેખિત કરીને દુનિયામાં લઈ જવા માગે છે. દરેક નવા ગીત સાથે અમે એવું મંચ નિર્માણ કરી રહ્યા છીએ, જ્યાં ધંદા ન્યોલીવાલા અને Xvir ગ્રેવાલ જેવા પ્રાદેશિક કલાકારો સાંભળનારની નવી પેઢી માટે પરંપરાની નવી કલ્પના કરી શકે. કોક સ્ટુડિયોમાં અમે ઊંડાં મૂળિયાં ધરાવતી છતાં ચાહકો માટે સુસંગત વાર્તાઓ આગળ લાવવા માટે ઉત્સુક છીએ.’’

ધંદા ન્યોલીવાલા કહે છે, “કોક સ્ટુડિયો ભારત મંચથી વિશેષ છે. તેણે સંગીતને જે રીતે સાંભળવામાં આવે છે તેમાં પરિવર્તન લાવી દીધું છે. ઈશ્ક બાવલા થકી અમે સાઉન્ડ સાથે મારાં મૂળ અને મારા લોકોને પણ આલેખિત કરી શક્યા છીએ. આ મંચે મને અમારી અભિવ્યક્તિ સાથે ઈમાનદાર રહેવાની અને હરિયાણાના અવાજને વ્યાજ દર્શકો સુધી લઈ જવાની આઝાદી આપી છે.’’ 

Xvir ગ્રેવાલ ઉમેરે છે, “ધંદા ન્યોલીવાલા અને કોક સ્ટુડિયો ભારત સાથે ઈશ્ક બાવલા પર કામ કરવાથી ઈન્ટિમેટ અને સમકાલીન બંને વિચારોની ખોજ કરવાનો મને મોકો મળ્યો, સપોર્ટ, ક્રિયેટિવ અવકાશ અને એકત્રિત વિચારધારાએ મને ગીતને નવી ઊંચાઈએ લઈ જવામાં મદદ કરી અને અમારી વાર્તાને એવો સૂર આપ્યો, જે ખરેખર આજની પેઢી સાથે વાત કરે છે.’’

કોક સ્ટુડિયો ભારતની સીઝન 3 આવી રહી છે ત્યારે તે સમકાલીન સાઉનન્ડ સાથે સાંસ્કૃતિક વારસા વચ્ચેનું અંતર દૂર કરીને અને સીમાઓની પાર જાય તેવું સંગીત નિર્માણ કરીને ભારતની પ્રાદેશિક કળાકારીગરી માટે સ્વર્ણિમ કેન્વાસ રહ્યું છે. ઈશ્ક બાવલા જેવાં ગીત સાથે મંચે ઊંડાં મૂળ, સુસંગત અને સુમેળ સાધતી વાર્તા પ્રત્યે પોતાની કટિબદ્ધતા પર ફરી એક વાર ભાર આપ્યો છે.

Related posts

ટાટા મોટર્સે જુલાઇ 2024થી તેના કમર્શિયલ વ્હીકલ્સની કિંમતોમાં વધારાની જાહેરાત કરી

amdavadlive_editor

માનસી વિંગ્સ હોન્ડા ખાતે Honda QC1 ઇલેક્ટ્રિક સ્કૂટરનું સફળ લોન્ચ

amdavadlive_editor

ઉજ્જીવન SFBએ નવી બ્રાન્ડ કેમ્પેનનો પ્રારંભ કર્યો: ‘Banking Jaise Meri Marzi, Ujjivan makes it easy-easy’; બેન્કિંગની સુગમતા અને સરળતા પર ભાર મુકે છે

amdavadlive_editor

Leave a Comment