26.9 C
Gujarat
September 18, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મનને ધોવા માટે બે જ ઉપાય છે : બુદ્ધપુરુષની વાણી અને આપણી આંખનું પાણી.

અતિ પ્રેમમાં જડતા હોય છે.
પ્રેમની આ તાકાત છે એ ચેતનને જડ,જડને ચેતન કરે છે.
કંઈ ન કરો તો કંઈ નહીં,બધાને પ્રેમ કરો!આ મોટામાં મોટો યજ્ઞ છે,અનુષ્ઠાન છે,બંદગી છે,સાધના છે.
તન લૌકિક,મન અલૌકિક છે અને આત્મા પારલૌકિક છે.

જનની જણ તો ભક્ત જણ કાં દાતાર,કાં શૂર;
નહીંતર રહેજે વાંઝણી,તારું મત ગુમાવીશ નૂર
એવી પ્રાચીન પંક્તિઓને સાર્થક કરતી સમાધિઓ, સંતોજનો અને પીરાણી ખૂશ્બૂથી મહેકતી કચ્છ માધાપરની ભૂમિ પર ગવાઇ રહેલી રામકથાનો પાંચમો દિવસ.

રામાયણનો એક પ્રસંગ છે:ભરત શૃંગવેરપૂર ગયા, રોકાયા પછી ચિત્રકૂટ ગયા.રામ,લક્ષ્મણ અને જાનકી વનયાત્રામાં શૃંગવેરપૂર ગયા એ વખતે ગુહ-કેવટ,નિષાદ સતત ચોકી પહેરો કરીને રામને વિશ્રામમાં વિઘ્ન ના આવે એવું કરે છે.લક્ષ્મણ પણ જાગૃત છે.બે એવી વ્યક્તિનું મિલ,બંનેને પ્રસંગપાત ભરત ઉપર શંકા થાય છે.બંને કૈકયી ઉપર આરોપ કરે છે.કૈકયીને મંદમતિ,કઠિન,કૂટીલ પ્રણધારી કહે છે કારણકે કૈકયીથી સીતારામજી દુઃખી થાય છે.પ્રશ્ન એ છે કે નિષાદ,ગુહનાં મન દર્પણ ઉપર મેલ ચડ્યો કે સજાગતાને કારણે આવી શંકા કરી?લક્ષ્મણને પણ ચિત્રકૂટમાં ભરત ઉપર રોષ થાય છે તો શું એના મન ઉપર મેલ છે?

બાપુએ વિસ્તારથી સમજાવતા એવું કહ્યું કે ગુહરાજ નાં મનના દર્પણ ઉપર કોઈ મેલ નથી.લક્ષ્મણને પણ મેલ નથી જામ્યો.ગુહ કહે છે મને શું નથી મળ્યું?દોષ, દુઃખ અને દરિદ્રતા મને પરેશાન કરતા હતા-એ ત્રણેય મટી ગયા એ કૈકયીને કેમ દોષ આપે! પણ આપ્યો. એનું કારણ છે અતિશય પ્રેમની જડતા.શાસ્ત્રો પણ કહે છે અતિ પ્રેમમાં જડતા હોય છે.લક્ષ્મણનાં મન ઉપર પણ મેલ નથી પણ અતિ રામચરણ પ્રીતિનાં કારણે જડતા છે.પ્રેમની આ તાકાત છે.ચેતનને જડ, જડને ચેતન કરે છે.કંઈ ન કરો તો કંઈ નહીં,બધાને પ્રેમ કરો!આ મોટામાં મોટો યજ્ઞ છે,અનુષ્ઠાન છે, બંદગી છે,સાધના છે.

આજે શ્વેતાશ્વેતરોપનિષદનો એક મંત્ર-જે દર્પણ દર્શન કરાવે છે એનું પઠન કરીને બાપુએ કહ્યું:જેને બીંબ પકડાઈ ગયું છે,સોનાની લગડી માટીમાં પડી જાય અને મળથી આવૃત્ત થાય પણ એ જળથી ધોઈ નાંખે પછી એનો શોક હોતો નથી.મન કીમતી છે, ઘરેણું છે,સોનું છે.મનને ધોવા માટે બે જ ઉપાય છે બુદ્ધપુરુષની વાણી અને આપણી આંખનું પાણી. ત્રણ પ્રકારના અરીસા હોય છે:દેહ,દેહી અને વિદેહી. દેહરૂપી અરીસો એ આદિભૌતિક છે,દેહી એ આધિદૈવિક,વિદેહી આધ્યાક્મિક છે.

મનરૂપી અરીસો એ આધિ દૈવિક છે. ભૌતિક અરીસો અવળું બતાવે.પણ મન દર્પણ મહત્વનું છે.મન સીધું દેખાડે પણ મેલ લાગી જાય ત્યારે અવળું જ દેખાય રામાયણ-મહાભારત ન વાંચી શકો તો રા અને મ બોલો.રા-એટલે રામાયણ અને મ-એટલે મહાભારત. એક તન-દેહનો દર્પણ છે,બીજું મન આધિ દૈવિક અને ત્રીજું આત્માનું આધ્યાત્મિક દર્પણ છે.તન લૌકિક છે.મન અલૌકિક છે અને આત્મા પારલૌકિક છે.

આપણા ઘરમાં પણ આ અરીસાઓ છે.મન એ પુરુષ છે.મન ખૂબ ભટકતું હોય છે.બુદ્ધિ એ સ્ત્રી છે જે ઘરમાં જ રહે છે.બુઝુર્ગો-બાળકોની સેવા કરે એ ચિત્ત છે.પણ આ બધાને કારણે ઉત્પન્ન થતો અહંકાર છે.

શિવ ચરિત્રની કથામાં ભગવાન શિવ સાથે વિવાહ માટે પાર્વતીની પરીક્ષા સપ્તઋષિઓ કરે છે.પાર્વતી જન્મોજનમ શિવને જ પરણવાની વાત કરે છે, પરીક્ષામાં પાસ થાય છે.શિવના ગણો શિવને શણગારે છે,જાન હિમાચલને ત્યાં જાય છે.શિવ અને પાર્વતીનાં લગ્ન થાય છે જેનો પુત્ર કાર્તિકેય તાડકાસુરનો નાશ કરે છે.એ પહેલા કામ પ્રભાવનું વર્ણન પણ રસાળ રીતે કરવામાં આવ્યું.

Box

એ માતાઓનાં લક્ષણો-જે ઘરનાં દર્પણને મેલ લાગવા ન દે.

એવી માતાઓના લક્ષણોમાં:
એ સંતોષી હોય.દક્ષ હોય.ધર્મપ્રેમી-ધર્માવલંબી હોય. પ્રિય સત્ય બોલનારી હોય.નિરંતર નિરહંકારી અને પવિત્રતાથી ભરેલી હોય.અપ્રમાદી હોય.પવિત્ર હોય. બ્રહ્મ હત્યા,સુરાપાન,ચોરી,કોઈનું પાછું ન આપવું, ગુરુ પત્ની પર કુદ્રષ્ટિ-આવા ચારની સાથે એક વર્ષ સુધી રહે-આ પાંચ મહા પાતક છે.

Related posts

HCG હોસ્પિટલ્સ, ભાવનગરે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સર ચેમ્પિયન્સ માટે પહેલીવાર પિકલબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું

amdavadlive_editor

એમેઝોન બ્યુટીવર્સ 2025 પ્રાઇમ ડે પહેલા બ્યૂટી લવર્સને એક કરે છે

amdavadlive_editor

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડે લોન્ચ કર્યું આકાશ ઈન્વિક્ટસ – ઈજનેરિંગના ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે અંતિમ ગેમ-ચેન્જર JEE તૈયારી કાર્યક્રમ

amdavadlive_editor

Leave a Comment