પ્રીતિ અને વિરોધ સમાન સાથે જ હોય.
ત્રણેય કાળમાં ન ફરે એ સત્યકેતુ અને અવસર વાદી હોય એ કાળકેતુ છે.
ધર્મની કટ્ટરતા,દાંભિક દાન અને ધર્માંધતા-આપણા સામાજિક પાપ છે.
સોનગઢ પાસે ચાલી રહેલી રામકથાધૂળેટીનાંરંગપર્વ પર સાતમા દિવસમાં પ્રવેશી ત્યારે કહ્યું કે ગાંધીજી સાત સામાજિક પાપ કહેતા:સિદ્ધાંત વગરનું રાજકારણ,પરિશ્રમ વિનાની સંપત્તિ,આંતરસુખ વગરની બાહ્ય મજા,ચારિત્ર વગરનું જ્ઞાન,નીતિ વગરનો વ્યવહાર,સંવેદના વગરનું વિજ્ઞાન,ત્યાગ વગરની પૂજા.જેમાં હું પાંચ ઉમેરુંતો:બૌદ્ધિક લોકોની ધર્મ પ્રત્યેની ઉદાસીનતા,હાર્દિક ઘેલછા વાળા લોકોની ઘેલછા,ધર્મની કટ્ટરતા,દાંભિક દાન અને ધર્માંધતા-આપણા સામાજિક પાપ છે.
બાપુએ કહ્યું કે હું એકલો જ ફરુંછું.બધું જ બદલાયું પણ ત્રણ વસ્તુ ન બદલાણી:મોરારિબાપુ,માળા અને મારી અંદર રહેલું માનસ.
એ પછી કથાને રામજન્મ તરફ લઇ જતા રામ જન્મનાંહેતુઓનું ગાન કરીને અયોધ્યાનાંરાજમહેલમાં રામ તથા ત્રણ રાજકુમારોનું પ્રાગટ્ય સુંદર ગાન દ્વારા ઉજવાયું તથા સમગ્ર ભૂમિ તથા ત્રિભુવનને રામ જન્મનીવધાઇ સાથે કથા વિરામ પામી.
આઠમા દિવસે ગુજરાત રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલપાનસેરિયા વ્યાસપીઠ વંદના કરવા આવ્યા અને તેમણે પ્રસંગે ઉદ્ભબોધન કર્યું.
આઠમા દિવસે બાપુએ કહ્યું કે મૂળમાં આદિકાળથી સનાતની ભૂમિ,આ ભૂમિના મૂળ સનાતન છે માટે ભૂલા પડતા નહીં.
એ પણ કહ્યું કે દ્વારિકાપીઠનાંજગતગુરુશંકરાચાર્યજી મહારાજ ઝારખંડનાં આદિવાસી વિસ્તારમાં ફરી રહ્યા છે અને ઘણા પરિવારોને ફરી સનાતનમાં સ્થાપિત કર્યા છે એનો હરખ પણ છે. વાલ્મિકી રામાયણમાં રાવણ જ્યારે મારિચને સાથે લઈને સીતાજીનાઅપહરણની યોજના બનાવે છે ત્યારે મારિચરાવણનેઅટકાવેછે.પ્રીતિ અને વિરોધ સમાન સાથે જ હોય.આવું કેમ બન્યું? કારણ કે રામના ફણા વગરના બાણથી રાવણ જેવી સત્તા સામે પણ નિર્ભયકતાથી એ બોલી શકે છે.રાવણ વિશ્વનું મોટામાં મોટું સંકટ હતું.
અહીં આઠ પ્રકારના સંકટની વાત થઈ.ધર્મ સંકટ- દશરથના જીવનમાં ત્રણ પ્રસંગે ધર્મસંકટો આવ્યા: શ્રવણના પ્રાણ હરાયા,વિશ્વામિત્ર રામ-લક્ષ્મણની માગણી કરે છે અને કૈકયી વરદાન માંગે છે.
એ જ રીતે સુગ્રીવનેપ્રાણસંકટઆવ્યું.જટાયુને દેશ સંકટ આવ્યું,રાજા પ્રતાપભાનુ પર પારિવારિક સંકટ આવ્યું.સામાજિક સંકટ રાવણે ઊભું કર્યું અને એ જ રીતે વાલીને રાષ્ટ્ર સંકટનો સામનો કરવો પડ્યો.એ જ રીતે વિશ્વસંકટ પણ આવ્યું.પણ સૌથી મોટું સંકટ ભજન અને સ્મરણનું સંકટ-જેની હનુમાનજીએ નોંધ લીધી,મા જાનકીજીને અશોક વાટિકામાં આ સંકટ આવ્યું.
રામ જન્મ બાદ મહિનાઓ સુધી દિવસ આથમ્યો નહીં અને એ પછી નામકરણ અને વિદ્યા સંસ્કાર બાદ વિશ્વામિત્ર રામ લક્ષ્મણની માગણી કરે છે અને યજ્ઞરક્ષા માટે વિશ્વામિત્ર સાથે રામ-લક્ષ્મણ વનગમન કરે છે.રસ્તામાંતાડકાનો વધ કરે છે.
બાપુએ કહ્યું કે ત્રણેય કાળમાં ન ફરે એ સત્યકેતુ અને અવસરવાદી હોય એ કાળકેતુ છે.
કથા-વિશેષ:
ઘરવાપસીનો કાર્યક્રમ પશ્ચિમથી પૂર્વ તરફ સફળતાથી આગળ વધી રહ્યો છે.
કથાના સાતમા દિવસે અખિલ ભારતીય ધર્મજાગરણ સમિતિના પ્રમુખ અને આર.એસ.એસના પ્રચારક શરદ રાવ ધોળેજીએ વાત કરતા જણાવ્યું કે એક લાખથી વધારે લોકો,ઘર ભૂલેલાઓની ઘર વાપસી થઈ ચૂકી છે.જ્યારે શબરી કુંભ થયો અને એ પછીના ફોલોઅપમાં ત્રણ લાખ ઈસાઇઓ ફરી સનાતની બન્યા.એ પછી નર્મદા કુંભ યોજાયો ત્યાં ૪ લાખ લોકોની ઘર વાપસી થઈ. ગોવિંદગિરિજીએ પણ એ વખતે કહ્યું કે આખા સંત સમાજની આમાં સહભાગીદારીતા હોવી જોઈએ દેશભરના સંવેદનશીલ વિસ્તારોમાં હજારો સંતો ગયા.એક લાખ ભાઈઓ ઈસાઈમાંથીહિન્દુ બન્યા અને અઢી હજાર જેટલા મુસ્લિમ લોકોએ પણ ઘર વાપસીકરી.અસ્તિત્વની આ ઈચ્છા છે.તેઓએ કહ્યું કે પશ્ચિમથી શરૂ કરી અને પૂર્વ સુધી જવાની નેમ છે. બિરસામુંડાની જન્મભૂમિ ઝારખંડમાં પણ આવતા દિવસોમાં કથા થાય એવા પ્રયત્નો કરીશું.
એ પછી ગૌહાટી અને મેઘાલય સુધી જઇશુ. ત્રિપુરામાં પણ ઘર વાપસી શરૂ થઈ ગઈ છે.
પણ દેશભરમાં સૌથી વધારે ઝડપથી ધર્માંતરણ થતું હોય તો એ તાપી જિલ્લામાં થઈ રહ્યું છે.સોનગઢમાં કદાચ એકાદ એવું ગામડું હશે જ્યાં ધર્માંતરણ ન થયું હોય.ધર્માંતરણ રોકી અને ગૃહ વાપસીનું કાર્ય શબરી કુંભ પછી મહારાષ્ટ્રનાંજિલ્લાઓમાં ઘણા ગામ ઇસાઇ મુક્ત થયા અને હવે ગુજરાતના જિલ્લાઓને પણ ઈસાઇ મુક્ત કરવાની નેમ છે.આ માટે સંતો, જ્ઞાતિઓ,શિક્ષણ સંસ્થાઓ અને શાસન પ્રશાસન તેમજ કાર્યકર્તાઓએ મળીને આ બધું કરવું પડશે.પણ જલ્દી સવાર પડશે એ આશા સાથે વ્યાસપીઠ ઉપરથી કરેલી વાતને આજ્ઞા સમજીને અમે ચાલીશું.