May 3, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સનાતન ધર્મના પ્રવાહનું નામ ગંગા છે.

સનાતન ધર્મના પર્વતનું નામ કૈલાશ છે.
સનાતન ધર્મના વૃક્ષનું નામ વટ વૃક્ષ-અક્ષય વટ છે.
સનાતન ધર્મની શીતળતા એ ચંદ્રમાં અને એની ઉષ્મા ઉર્જા ભગવાન ભાસ્કર છે.
સનાતન ધર્મના ગ્રંથનું નામ વેદ છે.
જૈનાચાર્યની ઝોળીમાં તલગાજરડાનાં તુલસીપત્ર રૂપે એક લાખની રાશિ અર્પણ થઇ.
વિજ્ઞાન વસ્તુ પર કામ કરે છે,જ્યારે ધર્મ વ્યક્તિ પર કામ કરે છે.

દિલ્હીનાં નજરાણા સમા ભારત મંડપમ્ ખાતે ચાલી રહેલી રામકથા છઠ્ઠા દિવસમાં પ્રવેશી.વિવિધ રાજકીય આગેવાનો,સમાજ શ્રેષ્ઠીઓ, સંતો-મહંતો, સર્જકોની બહોળી ઉપસ્થિતિમાં બાપુએ જણાવ્યું કે લોકેશ મુનિ વિરક્ત છે કંઈ નથી માંગતા.આમ છતાં તલગાજરડાની પ્રસાદી રૂપે વિનય કરતો હતો અને આજે પણ વિનય કરું છું કે આટલા દિવસમાં આપણે અનુષ્ઠાન માટે જે કંઈ પત્ર,પુષ્પ મળે એનો સ્વિકાર કરવો જોઈએ,અને એ વિનય સાથે લોકેશ મુનિએ ઝોળી ફેલાવી,બાપુએ તેમની ઝોળીમાં એક લાખ રૂપિયા તુલસી પત્રરૂપે આપી અને કથાની શરૂઆત કરી.

આ પ્રવાહ સનાતન છે.રામચરિત માનસમાં સનાતન ધર્મને પરમ ધર્મ કહ્યો છે આનો અર્થ એ નથી કે બાકી કોઈ નિમ્ન છે.બધા પોતાની જગ્યાએ છે.છતાં પણ બિંદુ,બિંદુ છે અને સિંધુ સિંધુ છે.બિંદુએ ક્યારેય પોતાને નાના હોવાની ગ્લાનિ મહેસુસ ન કરે અને સિંધુ ગર્વ મહેસુસ ન કરે.બસ એટલું જ કરવાનું છે કે બિંદુ સિંધુમાં ભળી જાય!

સનાતન ધર્મના પ્રવાહનું નામ ગંગા છે.સનાતન ધર્મના પર્વતનું નામ કૈલાશ છે.સનાતન ધર્મના વૃક્ષનું નામ વટ વૃક્ષ-અક્ષય વટ છે.સનાતન ધર્મની શીતળતા એ ચંદ્રમાં અને એની ઉષ્મા ઉર્જા ભગવાન ભાસ્કર છે. સનાતન ધર્મના ગ્રંથનું નામ વેદ છે.

સત્યને આગળ પાછળ આભૂષણો વિશેષણોની જરૂરત નથી આમ છતાં પણ પરમસત્ય,પરમધર્મ રામચરિત માનસમાં દર્શાવવામાં આવ્યા છે. સત્ય પરમ ધર્મ છે.સાવધાન! દેશ,કાળ,વિશ્વમંગલ માટે ક્યારેક ક્યારેક ધર્મ છોડવો પડે છે પણ પરમ ધર્મ છોડવો પડતો નથી.જોકે દશરથે ધર્મનો નિર્વાહ કરવા માટે પરમ ધર્મરૂપી રામને છોડ્યા છે.કૃષ્ણકાળમાં પરમ ધર્મ બચાવવા માટે કૃષ્ણએ ધર્મને પણ છોડ્યો છે.સત્ય પછી દરેકે પોતાના ધર્મના ઇષ્ટની આજ્ઞા જેમ છે એમ માનવી એ પરમ ધર્મ છે.

સાધુની આજ્ઞાનો સ્વિકાર કરવો એ પરમધર્મ છે. સનાતન ધર્મ દીન,હીન,વંચિતો,શોષિતો,પીડિતો, અને જે ખૂબ જ પછાત છે એમની હંમેશા મદદ કરી રહ્યો છે.

સાધુની વ્યાખ્યા કરતા બાપુએ કહ્યું કે જે સર્વ શાસ્ત્રનો સાર પકડે,સર્વ શાસ્ત્રના વિચારોને જેમ છે એમ જીવે,જેની વાણીમાંથી સુવાક્ય નીકળે,જે સુંદર વિચારો સંકલ્પ અને માનસિકતાથી ભરેલો હોય,જે પવિત્ર છે,જેનું દર્શન શુભ હોય,જે જીતેન્દ્રિય છે, સત્યવાદી છે અને વર્ણ નહીં પણ વિશ્વ શાંતિ માટે સંવેદી હોવાથી બ્રાહ્મણ છે,ભીતરથી શાંત છે,સગુણ ની ઉપાસના કરનાર અને સમ્યક જ્ઞાન ધરાવનારને સાધુ કહેવાય છે.

નીજધર્મ,સ્વધર્મ,કુળધર્મ,નીત ધર્મરૂપી ચાર આંચળમાં પરમધર્મ રૂપી દૂધ એક જ હે.
અહિંસા પણ પરમ ધર્મ છે.વિજ્ઞાન વસ્તુ પર કામ કરે છે જ્યારે ધર્મ વ્યક્તિ પર કામ કરે છે.
કથા પછી દિલ્હીના મુખ્યમંત્રી આદરણીય રેખા ગુપ્તાજીએ વિશ્વાસ આપ્યો કે પોતાને મળેલ કણ-કણ અને ક્ષણ-ક્ષણ મા યમુનાના શુધ્ધિકરણ માટે વાપરશે.જે કામ થયું જ નથી ત્યાં જલદી દિલ્હીથી વૃંદાવન સ્વચ્છ સુંદર યમુના પ્રવાહ પહોંચાડશે.

આચાર્ય પુંડરિકજીએ પણ સુંદર પ્રવચન કર્યું.

વિશેષ:
વ્યાસપીઠ પર ભરાયો પ્રકલ્પોનો મેળો
પ્રતિદિન રામકથામાં નીત નૂતન આયામો અને પ્રકલ્પો થતા હોય છે.યવતમાલ કથાના મનોરથી,સ્વાતંત્ર સેનાની તેમજ વરિષ્ઠ પત્રકાર,લોકમત મીડિયાના ચેરમેન વિજય દર્ડાએ કોફી ટેબલ બુક-‘રામ રસાયણ’ વ્યાસપીઠને અર્પણ કરી.
અહીં સ્વાતંત્ર્ય સેનાનીઓની સાથે-સાથે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીનો પરિવાર તેમજ નર્ડા પરિવાર પણ હાજર હતા.

નીતિન વડગામા જેનો સાર સંચય કરે છે એ રામ કથાઓનાં સંપાદન પુસ્તકમાંથી ‘માનસ રામયાત્રા'(પ્રવર્ષણ પર્વતથી ફરી અયોધ્યા-રામ જ્યાં જ્યાં ગયા એ કથા)નું પણ બ્રહ્માર્પણ કરવામાં આવ્યું સાથે-સાથે મહુવા ગુરુકુળમાં રહીને,એક તપસ્વીથી વિશેષ મૌન રહી,પડદા પાછળ કામ કરતા એવા જયદેવભાઈ માંકડ- કે જેનાં બાપુની કથાઓમાંથી કરેલું સંકલન અનેક અખબારોમાં કોલમ રૂપે પ્રકાશિત થતું રહ્યું છે.તેઓએ બાપુ કથિત,વાર્તા,પ્રસંગો,દ્રષ્ટાંત કથાઓનું ગુજરાતી પુસ્તક દ્રષ્ટાંતની ‘દ્રષ્ટાંતોની દીપમાળા’ છે એ જ પુસ્તક પ્રભાત પ્રકાશન દ્વારા હિન્દી ભાષામાં ‘દ્રષ્ટાંત કે દીપમાલા’ પણ બાપુને વ્યાસપીઠ પર અર્પણ કરવામાં આવ્યું.

વીર ચક્ર વિજેતા કર્નલ ડીપી ત્યાગીએ પોતાનું જોશ ભર્યું વક્તવ્ય આપ્યું.રાજસ્થાનથી પધારેલા અભયદાસજી મહારાજે પોતાના વક્તવ્યની સાથે વિશ્વશાંતિ મિશન માટે એક કરોડ રૂપિયાની રાશિની જાહેરાત કરી.જેનાચાર્ય લોકેશમુનિ જે પોતે હવે સનાતનની કહે છે તેણે ૧૦૦૮મી કથા બાપુની જ્યારે પણ થાય ત્યારે પોતે કરી શકે એવી માગણી પણ કરી.તેમજ વર્લ્ડ પીસ સેન્ટર નું ઉદઘાટન થયું. કોવિંદજીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું.એકટર સાંસદ મનોજ તિવારી પણ આ તકે વ્યાસપીઠ વંદનામાં હાજર રહ્યા.

Related posts

અમદાવાદ રિયલ્ટર એસોસિએશન દ્વારા સફળ રક્તદાન શિબિરનું આયોજન

amdavadlive_editor

એન્વુ ઇન્ડિયાએ ભારતના જાહેર આરોગ્ય નેતૃત્વને એકત્ર લાવતા રાષ્ટ્રીય સંમેલનને સમર્થન આપ્યું — શહેરી વેક્ટરજન્ય રોગ નિયંત્રણને ગતિ આપવા દિશામાં મહત્વપૂર્ણ પગલું

amdavadlive_editor

મુસ્લિમ વેલ્ફેર એસોસિએશન દ્વારા મુસ્લિમ મહિલાઓએ સેલ્ફ ડિફેન્સ શીખવાની પહેલ કરી

amdavadlive_editor

Leave a Comment