32.3 C
Gujarat
April 27, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

એક સાધુ તરીકે આપણો સંકલ્પ જાગૃત કે સુષુપ્ત અવસ્થામાં કાયમ શુદ્ધ રહેવો જોઈએ

સિદ્ધ સંકલ્પ થયા પછી લોકો એને પરચામાંખપાવશે.

પરચામાં માણસ આંધળો થઈ જાય,પરિચયમાં માણસ દેખતો થઈ જાય છે.

રામકથામાં રામ જન્મની કથાનું ગાયન કરીને ત્રિભુવનને વધાઇઅપાઇ.

આપણી જીભ અણહક્કનું ખાઇ-ખાઇને સળગી ગઈ છે.

ઘણાનું દર્શન પણ ઔષધિ છે.

રસ પણ ઔષધિ છે,અમુક પ્રકારની ગંધ પણ ઔષધિ છે.

સાધુએ પરચાને બદલે સીધો પોતાનો પરિચય આપવો.

સ્વયંભૂ જડેશ્વર મહાદેવ સગાપરાની ધાર પાલિતાણા ખાતે શુક્રવારે રામકથાનોસાતમાં દિવસમાં પ્રવેશ થયો ત્યારે કહ્યું કે આ પરચાની અને પરિચયની ભૂમિ છે.અહીં વિષ્ણુ સહસ્ત્ર નામમાં એક મંત્ર છે જેમાં ‘સિદ્ધ સંકલ્પ’ શબ્દ લખ્યો છે.જે મહાભારત અંતર્ગત વિષ્ણુ સહસ્ત્રનામછે.એમ તો આ શબ્દનું શુક્લ યજુર્વેદમાં આખું સ્તવન આવે છે. લોકો હંમેશા બોલતા હોય છે કે ફલાણામાણસનો સંકલ્પ સિદ્ધ થયો અથવા તો મારો સંકલ્પ સિદ્ધ થાય.સંકલ્પ સિદ્ધ થાય એ સારી વસ્તુ છે,પણ મારો સંકલ્પ શુદ્ધ થાય એવું આપણે વિચારી શકીએ. સંકલ્પ સિદ્ધ કરવાની એક પ્રોસેસછે.સાધનામાં એના સાત મુદ્દા કહ્યા છે.

જો કે સંકલ્પ સિદ્ધ કરવામાં મારી રુચિ નથી.એક સાધુ તરીકે આપણો સંકલ્પ જાગૃત કે સુષુપ્ત અવસ્થામાં કાયમ શુદ્ધ રહેવો જોઈએ.સિદ્ધ સંકલ્પ થયા પછી લોકો એને પરચામાંખપાવશે.વાહ-વાહીકરશે.પરચામાં માણસ આંધળો થઈ જાય,પરિચયમાં માણસ દેખતો થઈ જાય છે.અધ્યાત્મમાંપરચાઓ ઓછા નથી એ હું કબુલકરું.એમાં નાના મોટા પરચાઓ તો સાવ સામાન્ય છે.દિલીપરોય જેવા વિદ્વાનો પણ કહી ગયા છે કે ચમત્કારો આજે પણ થાય છે.એક વિદુષી મહિલા વિમલાતાઇ-જેને કાનની બીમારી જિદુંકૃષ્ણમૂર્તિએ હાથ મૂકીને ઠીક કરી એવું એ પોતે કહેતા હતા.શબ્દ ઔષધિ છે.જેનો હાથ દાન લેવા પ્રેરાયો ન હોય એનો હાથ પણ સિદ્ધ છે.આપણી જીભ અણહક્કનું ખાઇ-ખાઇને સળગી ગઈ છે.આપણી આંખો પારકી સ્ત્રીમાં ખરાબ નજર કરીને સળગી ગઈ છે ત્યારે મંત્ર કેમ ફળશે!એવું શાસ્ત્ર કહે છે.

ઘણાનું દર્શન પણ ઔષધિ છે.આ ચમત્કાર નથી.રસ પણ ઔષધિ છે અને અમુક પ્રકારની ગંધ પણ ઔષધિ છે.

બાપુએ અહીં રણછોડગિરિ બાપુ જે દિગંબર રહેતા અને સ્મશાનમાં રહેતા.એભૈરવનાથબાબાનાં દર્શન કરવા આવ્યા.એ જ વખતે મહારાજા અને મહારાણી પણ દર્શન કરવા માટે આવ્યા.બાપુને દિગંબર જોઈને મહારાજાએ કહ્યું કે નગ્ન દિગંબર આ જાહેરમાં આવું શોભે નહીં.રણછોડગિરિબાપુએ કોઈ જવાબ ન આપ્યો.મહારાજાએ એક શાલ મંગાવીને આપીને કહ્યું કે આ પહેરી લો,એટલે પહેરીલીધી.દર્શન થઈ ગયા પછી પોતે ચોકમાં ઊભા હતા અને મહારાજા નીકળ્યા,અને મહારાજા દેખે એમ આકાશમાં શાલ ફેંકીનેસળગાવીનાંખી.શાલસળગાવી નાખે એ મોટો કે ઉઘાડાનેપહેરાવે એ મોટો?સિદ્ધિમાં તો બધું જ શક્ય છે.પણ રણછોડ ગિરિબાપુએ સાલ એટલે સળગાવી કે એ બીજાને મોટો કરી દેખાડે છે કે તું બધાને ઢાંકે છે.આ પરચો નહીં પરિચય છે.

નિઝામાબાદમાં દુકાળ પડ્યો ત્યારે નવાબ અમજદઅલીએ ત્યાંના બધા જ ધર્મગુરુઓને કહ્યું કે પ્રાર્થના કરો.એક વર્ષ સુધી બધા પ્રાર્થના કરીને થાકી ગયા. રાજા કહે વરસાદ નહીં પડે ત્યાં સુધી હું છોડીશ નહીં એ વખતે સમર્થ સ્વામી રામદાસનીકળ્યા.બધા કહે અમે થાકી ગયા છીએ.કંઈકકરો.રાજા અમને છોડશે નહિ.સ્વામીરામદાસે એક પથ્થર પર હનુમાનજીનું ચિત્ર દોરી સફેદ ચાદર ઢાંકીને કહ્યું કે હવે મંત્ર બોલો! અને કલાકમાં વરસાદ પડ્યો.આસિદ્ધિનો પરચો નહીં સાધુનો સીધો પરિચય છે.એટલે આ ભૂમિને હું પરિચયની ભૂમિ કહું છું.સિદ્ધિની પણ બહુ મોટી જરૂરત છે.

સાધુએ પરચાને બદલે સીધો પોતાનો પરિચય આપવો.

શિવજી રામ જન્મનાં વિવિધ કારણોની માંડીને કથા કહે છે.જો કે ઇશ્વર સમર્થ છે એ ઉરમાં પણ રહી શકે,ઉદરમાં પણ રહી શકે.રાવણનાં ત્રાસથી થાકેલી ધરતી અને દેવતાઓ પ્રાર્થના કરીને પ્રતિક્ષા કરે છે અને અયોધ્યાનાં રાજા દશરથનાંરાજમહેલમાં મા કૌશલ્યાની કૂખે ભગવાન,ઇશ્વર,અખિલ બ્રહ્માંડનાંમાલિકનું બાલ રુપે અવતરણ પ્રાગટ્ય થાય છે,વધાઇઓ ગવાય છે.

Box

સંકલ્પ સિધ્ધિનીપ્રોસેસનાં સાત પગથિયાં:

પ્રોસેસમાંથી પસાર થવું હોય તો સાત પગથિયાં છે.

જો કે મારી રુચિ શુદ્ધ સંકલ્પમાં છે,સિદ્ધ સંકલ્પમાં નથી.

એક-જેટલું બને એટલું એકાંત સેવો.આ કઠિન છે. અથવા ભજન કરતાં-કરતાં એવો સ્વભાવ કરી દેવો કે ભીડમાં પણ આપણું એકાંત સચવાય.

બે-મૌન રહેવું.

ત્રણ-પ્રાણબળ વધારવું,ઢીલા ન પડવું.રંગ અવધૂત નારેશ્વરનાં સંત અને પૂજ્ય મોટાએ પણ આ પ્રયોગ કરેલો.

ચાર-પોતાના મનને સદગુરુનીરજથી નિર્મલ બનાવવું.

પાંચ-દેહ શુધ્ધિ પણ જરૂરી છે.

છ-ચિત્તની એકાગ્રતા.

સાત-અહંકાર ના કરવો.

Related posts

સેન્ચ્યુરી હોસ્પિટલએ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું

amdavadlive_editor

ઇન્ડોનેશિયાના યોગ્યાકાર્તામાં પૂજ્ય મોરારી બાપૂની રામકથાનું આયોજન

amdavadlive_editor

વડોદરામાં 2026 માં ભાડાની ઉપજમાં વધારો થવાની સંપૂર્ણ સંભાવના છે

amdavadlive_editor

Leave a Comment