September 24, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જે સરલ છે એ સાધુ, સબલ હોવા છતાં સરલ એ સબબિધિ સાધુ અને સરલ, સબલ ને સજલ છે એ પરમ સાધુ

જેની પાસે રૂદન છે એ ઋષિ.

ઋષિની ઋતંભરા વાણી,મુનિનું મનન પૂર્ણ મૌનનો સમન્વય-એ છે સાધુ.

જેણે શરીર સાથે જોડાયેલાં મન,બુધ્ધિ,ચિત્ત અને ઇંન્દ્રિયોને વિવેકથી નિયંત્રિત કરી છે એ ઋષિ.

પ્રાણીમાત્રનાં કલ્યાણ માટે જે જીવે છે એ ઋષિ છે.

હનુમાનજી નિવૃત્તિ પરાયણ,ભરત પ્રવૃત્તિ પરાયણ સાધુ છે.

 

ભગવત ગીતાનાં ન્યાયે જે દુ:ખમાં ઉદ્વિગ્ન ન થાય,સુખમાં છલકે નહિ,સ્પૃહા,આસક્તિ,રાગથી મુક્ત તેમજ ક્રોધથી વિતરાગી હોય એ મુનિ-એવું કહેતા,નિરંતર કર્મનું માર્ગદર્શન કરતી યમુનાનાં તીરે વસેલા અગ્રવન-આગ્રા ખાતે ચાલતી રામકથાનાં મંગળવારે આઠમા દિવસે બાપુએ ઉમેર્યું કે એ બ્રહ્મને,નિર્વાણને,મુક્તિને,પરમ લક્ષ્યને પ્રાપ્ત કરવાનો અધિકારી છે.

જે તમામ દોષોથી મુક્ત થયો છે અથવા પૂર્વમાં તિક્ષ્ણ એવા દોષોને જેણે હરિભજનથી ઘસી-ઘસીને ક્ષીણ બનાવી નાખ્યા છે એ ઋષિ છે.જેણે શરીર સાથે જોડાયેલાં મન,બુધ્ધિ,ચિત્ત અને ઇંન્દ્રિયોને વિવેકથી નિયંત્રિત કરી છે એ ઋષિ.

પ્રાણીમાત્રનાં કલ્યાણ માટે જે જીવે છે એ ઋષિ છે.ઋષિની ઋતંભરા વાણી,મુનિનું મનનવૂર્ણ મૌન-આ બંનેનો સમન્વય એ છે સાધુતા.

રામચરિત માનસમાં ઘણા સાધુઓમાં હનુમાનજી અને ભરત તરફ ધ્યાન દોર્યું.

કિએહું કુબેષુ સાધુ સનમાનૂ;

જિમિ જગ જામવંત હનુમાનૂ.

ભલે સાધુવેશનો પણ મહિમા છે તો પણ,સાધુવેશ ન હોય તો પણ આપ શ્રધ્ધા ન હોય તો દૂર રહો પણ શ્રી,સંત,વિષ્ણુની નિંદા સારી નથી.

કબીર સાહેબે કહ્યું છે:

બચ્ચે કૈસે સુખે તેરે ખેત;

ન દીનતા,ન બંદગી નહિ સાધૂ સે હેત

સાધુવેશને નીંદે તેને ધીક્ છે રે…ને બદલીને સાધુવેશને વંદે તેને ધન્ય છે રે..કહેવાનું મન થાય છે.

તાત ભરત તુમ્હ સબ બિધિ સાધૂ;

રામ ચરન અનુરાગ અગાધૂ.

હનુમાનજી નિવૃત્તિ પરાયણ,ભરત પ્રવૃત્તિ પરાયણ સાધુ છે.પરમ સાધુ કોણ?સ્વીકૃતિ પરાયણ,સંસ્કૃતિ પરાયણ,સંસૃતિ પરાયણ અને ગુરુની સ્મૃતિ પરાયણ હોય એ પરમ સાધુ.

જે સરલ છે એ સાધુ,સબલ હોવા છતાં સરલ એ સબબિધિ સાધુ અને સરલ,સબલ ને સજલ છે એ પરમ સાધુ.જેની પાસે રૂદન છે એ ઋષિ.

દલપત પઢિયાર કહે છે કે ગુરુ નબળો હોય શકે પણ ગુરુપદ મહાન છે.

કથા પ્રવાહમાં અયોધ્યાકાંડનાં પ્રસંગો બાદ અત્રિ,સુતીક્ષ્ણ,શરભંગ અને વાલ્મીકિને મળી પંચવટી નિવાસ,શૂર્પણખાને દંડ,લલિત નરલીલામાં સિતાહરણ બાદ સુગ્રીવ સાથેની મૈત્રી,હનુમાનનું લંકાગમન,લંકાદહન,આગમન બાદ લંકાની સામે સાગર તટ પર સેતુબંધ રામેશ્વરની સ્થાપનાનાં પ્રસંગોનું ગાન,સંવાદ કરી આજે કથાને વિરામ અપાયો.

 

શેષ-વિશેષ:

પંચાગ પ્રમાણે નવ પંચમીઓ:

૧-કાર્તિક સુદ પંચમી-લાભ પંચમી-જ્ઞાન પંચમી

૨-માગસર સુદ પંચમી-વિવાહ પંચમી.

૩-મહાસુદ પંચમી-વસંત પંચમી.

૪-ફાગણ વદ પંચમી-રંગપંચમી

૫-ચૈત્ર સુદ પંચમી-શ્રી પંચમી

૬-અષાઢ સુદ પંચમી-સ્કંદ પંચમી-કાર્તિકેય જન્મ

૭-શ્રાવણ સુદ(સોરાષ્ટ્રમાં શ્રાવણ વદ) પંચમી-નાગપંચમી.

૮-ભાદરવા સુદ પંચમી-ઋષિ પંચમી.

૯-આસો સુદ પંચમી-લલિતા પંચમી.

== સમાપ્ત ==

Related posts

મેટાસ્ટાટિક સ્તન કેન્સરની પરિપૂર્ણ સંભાળમાં શારીરિક પ્રવૃત્તિ અને આધુનિક ઉપચારની ભૂમિકા

amdavadlive_editor

એચસીજી આસ્થા કેન્સર સેન્ટર દ્વારા કેન્સર રિકવરીમાં ન્યુટ્રિશન અને ફિટનેસની ભૂમિકાને પ્રકાશિત કરવા માટે ‘ધ હીલિંગ પ્લેટ’નું આયોજન કરવામાં આવ્યું

amdavadlive_editor

જ-જમીન,ગ-ગગન,ત-તલ:ત્રિભુવનથી દશેરાની વધાઇ અપાઇ

amdavadlive_editor

Leave a Comment