July 28, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વક્તા રથી અને પોથી સારથી છે.

પ્રિય અને સત્ય વચન વ્યાસપીઠ-રથનાં પૈડાઓ છે.

પ્રાણબળ અને મનોબળ ઘોડાઓ છે.

ખૂબ સાંભળીને સ્વનું અધ્યયન કરે છે એ પ્રવચન કરી શકે છે.

જગન્નાથજી મંદિર-અમદાવાદનાં દિલીપદાસજી બાપુ તથા અનીહ અખાડાનાં મંત્રી રાજેન્દ્રદાસજી બાપુ જેવા વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કેરિચોની ભૂમિ પર આઠમા દિવસની કથાના આરંભે તૈતરીય ઉપનિષદનાં શિક્ષાવલિનાં નવમાં અનુવાદનું ગાયન-જેમાં વિશેષ પ્રકારની યાત્રાની વિધા બતાવી છે-એ ગાયન કર્યું.

આપણું સ્મૃતિશાસ્ત્ર અને શ્રુતિશાસ્ત્ર કઈ રીતે આવ્યું એની વાત પણ બાપુએ કરી.અહીં સ્વાધ્યાયનો અર્થ છે સ્વનાં અધ્યાયને વાંચન કરવું.પહેલા પોતાનો અધ્યાય કરીને પછી પ્રવચન કર એવું કહ્યું છે.જે ખૂબ સાંભળી અને સ્વનું અધ્યયન કરે છે એ પ્રવચન કરી શકે છે.અહીં કહ્યું કે સાંભળો! રુત-એટલે પ્રકૃતિનાં નિયમ,પ્રકૃતિના પાંચ નિયમો:છીતી,જલ,પાવક,ગગન સમીરા-જેને આપણે પંચતત્વ કહીએ છીએ,જેનાથી શરીર અને બધું જ બન્યું છે.આ પ્રકૃતિના રૂપનો પણ એક સ્વભાવ છે.અગ્નિની ઉષ્ણતા,જળની શીતળતા, પવનનું વહેતા રહેવું,ધરતીની ધીરજ,આકાશની અસંગતા-આ બધા જ એનાં સ્વભાવ છે.દુર્જન કોઈની ટીકા કરે અને સજ્જનનો સ્વભાવ છે કે કોઈની પ્રશંસા કરે.

ભારતીય ઋષિઓએ અંદર રહેલા પાંચ તત્વોનું સંશોધન કર્યું અને વૈજ્ઞાનિકોએ બહારના પંચતત્વોનું સંશોધન કર્યું-જોકે એ પરિણામ તો દેશે પણ શાંતિ નહીં આપે.

વ્યાસપીઠ પણ એક રથ છે.રામાયણની કથા એ માત્ર નવ દિવસની કથા નથી,વિચાર શિબિર છે.ક્રોધનાં રથમાં દ્વૈત બુદ્ધિ એના બે ઘોડાઓ છે,લોભનાં રથમાં ઈચ્છા અને દમ,કામરૂપી રથનાં બે ઘોડા નર અને નારી બતાવ્યા છે.અહીં એ પણ કહ્યું છે કે દેવયજ્ઞ, પિતૃયજ્ઞ,ભૂતયજ્ઞ,માનવયજ્ઞ અને અતિથિ યજ્ઞ-આ પંચયજ્ઞ સાથે સાથે વંશ વૃદ્ધિ માટે સ્વાધ્યાય અને પ્રવચન કર,ધર્મની વિરુદ્ધ ન હોય એવા પ્રજનન યજ્ઞ તેમજ સમાજ અને લોકોને આદર દેવાનો યજ્ઞ કર એવો આદેશ આપે છે.

કોરોના વખતે જ્યારે હું એક કલાક બોલતો ત્યારે દસ પ્રકારના રથની મેં વાત કરેલી.જેમાં મનોરથ, ધર્મરથ,દેવરથ,જીવન રથ,રામરથ,કામરથ,સાગરરથ, ભગીરથ,દેહરથ,અભિરથ.

વિવિધ રથના સારથીઓની પણ વાત કરીને કહ્યું કે વક્તાઓ માટેનો રથ એ વ્યાસપીઠ છે.વક્તા એનો રથી છે અને પોથી સારથી છે.પ્રિય અને સત્ય વચન એના પૈડાઓ છે.પ્રાણબળ અને મનોબળ એના ઘોડાઓ છે.આવા વ્યાસપીઠનાં રથના રૂપક પછી ભુશુંડીજીનાં ક્રમમાં સંક્ષિપ્ત રીતે એક પછી એક પ્રસંગ અને કાંડનું દર્શન કરાવતા કહ્યું કે ખર-દૂષણ રાગ અને દ્વેષ છે જે પરસ્પર રામ દર્શનથી સમાપ્ત થાય છે.ભગવાનનો ચાતુર્માસ પ્રવર્ષણ પર્વત પર ઉજવાય છે ત્યારે આજથી શરૂ થતા ચાતુર્માસને યાદ કર્યો અને આ રીતે સુંદરકાંડનાં સમાપનમાં લંકાના દરિયાકાંઠે ઉત્તમ ધરણી પર સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરી કથાને વિરામ આપ્યો. આવતીકાલે આ રામકથાનો પૂર્ણાહુતિ દિવસ છે.

વિશેષ

ઋતં ચ સ્વાધ્યાયપ્રવચને ચ,

સત્યં ચ સ્વાધ્યાપ્રવચને ચ,

તપશ્વ્ચ સ્વાધ્યાયપ્રવચને ચ,

દમશ્વ્ચ સ્વાધ્યાયપ્રવચને ચ,

શમશ્વ્ચ સ્વાધ્યાયપ્રવચને ચ,

અગ્નયશ્વ્ચ સ્વાધ્યાયપ્રવચને ચ,

અગ્નિહોત્રં ચ સ્વાધ્યાયપ્રવચને ચ,

અતિથયશ્વ્ચ સ્વાધ્યાયપ્રવચને ચ,

માનુષં ચ સ્વાધ્યાયપ્રવચને ચ,

પ્રજા ચ સ્વાધ્યાયપ્રવચને ચ,

પ્રજનશ્વ્ચ સ્વાધ્યાયપ્રવચને ચ,

પ્રજાતિશ્વ્ચ સ્વાધ્યાયપ્રવચને ચ,

સત્યમિતિ સત્યવચા રાથીતર:,

તપ ઇતિ તપોનિત્ય: પૌરુશિષ્ટિ:

સ્વાધ્યાય પ્રવચને એવેતિ નાકો મૌદ્ગલ્ય:,

તદ્વિ તપસ્તદ્વિ તપ:

-તૈતરીય ઉપનિષદ,નવમો અનુવાદ.

અર્થ એ છે કે:કર્તવ્યનું પાલન(અથવા સત્ય આચરણ) તથા સ્વાધ્યાય(સ્વયં અધ્યયન) અને પ્રવચન(જ્ઞાનનો પ્રસાર) કરતા રહેવું જોઇએ.

== સમાપ્ત ==

Related posts

શાહિદ-તૃપ્તિની જોડી મોટા પડદે મચાવશે ધમાલ, એક્શન-થ્રિલરથી ભરપૂર હશે ફિલ્મ, વિશાલ ભારદ્વાજ કરશે ડિરેક્ટ

amdavadlive_editor

સરકારી શાળાઓમાં સંગીત શિક્ષણનો વિસ્તાર કરવા માટે યામાહા મ્યુઝિક ઇન્ડિયાએ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

amdavadlive_editor

સેમસંગ વોલેટ દ્વારા ભારતમાં મહિંદ્રા ઈલેક્ટ્રિક ઓરિજિન માટે ડિજિટલ કાર કી સપોર્ટ રજૂ

amdavadlive_editor

Leave a Comment