33.7 C
Gujarat
June 1, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પાત્રતા વગર શાસ્ત્ર પચતું નથી.

આપણે-કથા વાચકો-કથા પાચક પણ છીએ”.

પહેલા ખૂબ જ રિયાઝ,સંશોધન,ગુરુકૃપાનીછાયામાં કરવું પડે છે.

શ્રવણનું છેલ્લું પરિણામ છે:શરણાગતિ.

બ્રહ્મને જાણનાર બ્રહ્મની સમાન નહીં,બ્રહ્મ જ બની જાય છે.

ગુરુ પ્રતીતિનો એક મતલબ:એનાં એક વચન પર અખંડ ભરોસો.

અહીં એક જ પ્રસંગ,એક જ સંવાદમાં પાંચ વખત આશ્રમ શબ્દ લખાયો છે-એ આશ્રમપંચક વાલ્મીકિ આશ્રમની વિશેષતા છે.

પૂણ્ય ભૂમિ કિલ્લારી(મહારાષ્ટ્ર)માં ગવાઇ રહેલી રામકથાનાં આઠમા દિવસ-શનિવારે બે વિશિષ્ટ મહાન વ્યક્તિ મંડપમાં બિરાજમાન હતી ત્યારે બાપુએ કહ્યું કે:મહાસત્તાઓ તો ઘણી હોય પણ મહારાષ્ટ્ર એક છે,એની સાધુતાભરી ભૂમિને પ્રણામ કરીને શિવ કથાનાં ઉપાસક-સાધક-ગાયક મહારાજ શ્રી પધાર્યા છે ત્યારે પાંચ ‘પ’-કારથી એક આભૂષણ અલંકાર બને છે.જેમાં પરાક્રમી-પર ઉપર આક્રમણ કરનાર વ્યક્તિ,જે અન્યનો ગર્વ ઉતારવા માટે થોડીક ચોટ લગાડેે,પુરુષાર્થી,પ્રારબ્ધિ,પરોપકારી અને પરમાત્માને પ્રાપ્ત કર્યો છે-વિનય અને વિનમ્રતા એનો અલંકાર છે.સાથે સાથે પંઢરપુરની સેવા પ્રાપ્ત કરી છે અને ચક્રીય ભજન કરાવે છે એવા મહારાજ શ્રીનાં મોટાભાઈ-એની નમ્રતાની પણ સરાહના કરી.

એક ગ્રંથ ‘કૈવલ્ય દર્શન’-આમ તો ખૂબ ક્લિષ્ટ ગ્રંથ છે પણ એમાં બતાવેલી વાતો ખૂબ સરળ છે.જેનાં એક મંત્રનું બાપુએ પઠન કરાવ્યું.

શંકરાચાર્યએપ્રતીતિનાં ત્રણ પ્રકાર બતાવ્યા:એક શાસ્ત્ર પ્રતીતિ,બીજી-ગુરુ પ્રતીતિ અને ત્રીજી-આત્મ પ્રતીતિ.

ગોસ્વામીજીએ પણ લખ્યું છે:

જાને બિનું ન હોઇહિપરતીતિ;

બિનુપરતીતિહોઈહિ નહીં પ્રીતિ.

અધિકારની વાત નથી પણ પાત્રતા વગર શાસ્ત્ર પચતું નથી.કથા જગતને પ્રાર્થના કરતા કહ્યું કે આપણે કથા વાંચકો માત્ર કથા વાચક નહીં,કથા પાચક પણ છીએ પહેલા ખૂબ જ રિયાઝ,સંશોધન,ગુરુકૃપાનીછાયામાં કરવું પડે છે.

મીરાંને કૃષ્ણની મૂર્તિ મળી એ મૂર્તિ નહીં સાક્ષાત કૃષ્ણ માનતા.ઠાકૂરરામકૃષ્ણ પરમહંસ મૂર્તિમાં જ મા દેખતા.મા ને સમાન નહીં.કારણ કે સમાનમાં તો બે છે અહીં કોઈ વસ્તુ સમાન નથી.સમાન નથી ત્યાં એકત્વ છે.બ્રહ્મને જાણનાર બ્રહ્મની સમાન નહીં,બ્રહ્મ જ બની જાય છે.આ એકત્વ છે.

ગુરુ પ્રતીતિનો એક મતલબ એનાં એક વચન પર અખંડ ભરોસો.

શ્રવણનું છેલ્લું પરિણામ છે:શરણાગતિ.શરણ થયા તો મરણ!આપણે એ નથી રહેતા જે આપણે છીએ. મરણનું પરિણામ છે-વિસ્મરણ.વિસ્મરણનું પરિણામ નિરંતર સ્મરણ.

‘કૈવલ્ય દર્શન’નો મંત્ર:શ્રદ્ધા સેવિત….-એ આવી ત્રણેય પ્રકારની પ્રતીતિ કરાવે છે.આવો સદગુરુ કોણ સ્વભાવ જ જેનો ઉપદેશ છ.સ્વાભાવિક ઉપદેશ આપે છે,એનાથી બળ મળે છે,પરાક્રમ મળે છે.બધા જ ગુરુ સંતાપ હરેછે.સંશયછેદન કરે છે,શાંતિ આપે છે.આવો સત્સંગ બ્રહ્મવત છે.

આ જ જન્મમાં પરમાત્માની પ્રાપ્તિ આપણો જન્મ સિધ્ધ અધિકાર છે.

અહીં એક જ પ્રસંગ,એક જ સંવાદમાં પાંચ વખત આશ્રમ શબ્દ લખાયો છે-એ આશ્રમપંચક વાલ્મીકિ આશ્રમની વિશેષતા છે.

ચરણ દર્શન,ચરણ વંદન,ચરણસ્પર્શ,ચરણ રજ, ચરણામૃત,ચરણ પાદુકા,ચરણ પ્રક્ષાલન,ચરણ પૂજા આવચરણઅષ્ટકની પંક્તિઓ રામચરિતમાનસમાં અલગ-અલગ રીતે પથરાયેલી પડી છે એ પંક્તિઓની વાત પણ થઈ.

સંક્ષિપ્તમાંઅયોધ્યા કાંડ,અરણ્યકાંડનું ગાયન કરીને કિષ્કિંધાકાંડમાંસુગ્રીવની મૈત્રી બાદ ચાતુર્માસ પછી સીતાખોજનું અભિયાન ચાલે છે.સુંદરકાંડના અંતમાં શૈવ,શાક્ત અને વૈષ્ણવોને જોડે એવો સેતુ-સેતુબંધરામેશ્વરની સ્થાપના કરી આજે કથાને વિરામ અપાયો.રવિવારેરામકથાનો પૂર્ણાહુતિ દિવસ છે.

Related posts

“અંતર્ગત સ્ટેબિલાઈઝર” ભ્રમણા છેઃ ભારતનાં સ્માર્ટ ટીવી માટે બહારી રક્ષણની જરૂર હજુ પણ શા માટે છે

amdavadlive_editor

ચાર્ટર્ડ ચેમ્પિયન્સ ક્લબ (CCC) ખાતે, અમારા ફ્રાઈડે નાઈટ ટેબલ ટેનિસ સેશન્સ ફિટનેસ અને નેટવર્કિંગનું સંપૂર્ણ મિશ્રણ છે

amdavadlive_editor

કોકા-કોલાએ પ્રથમ ત્રિમાસિક 2024નાં પરિણામો જાહેર કર્યાં

amdavadlive_editor

Leave a Comment