30 C
Gujarat
October 7, 2026
Amdavad Live
ઈ-કોમર્સ માર્કેટપ્લેસઈલેક્ટ્રોનિક્સગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

bolttનો સ્માર્ટફોન સેગમેન્ટમાં ફ્લિપકાર્ટ સાથે ભાગીદારીમાં ભારતના માર્કેટમાં પ્રવેશ

ફાયર-બોલ્ટના 4 કરોડ યુઝર્સના ઇકોસિસ્ટમના સપોર્ટ સાથે, મેડ-ઇન-ઇન્ડિયા સ્માર્ટફોન બ્રાન્ડે 1 મિલિયન યુનિટના લક્ષ્ય સાથે નવા અધ્યાયનો સંકેત આપ્યો

નેશનલ | ૩૦ જૂન ૨૦૨૬ | 4 કરોડથી વધુ યુઝર્સ સાથે ભારતના સૌથી મોટા કનેક્ટેડ કન્ઝ્યુમર ઇકોસિસ્ટમમાંથી એક ઊભું કર્યા બાદ હવે ફાયર-બોલ્ટ સ્માર્ટફોન કેટેગરીમાં પ્રવેશી રહ્યું છે. કંપનીએ ‘boltt’ નામની નવી મેડ-ઇન-ઇન્ડિયા સ્માર્ટફોન બ્રાન્ડ લોન્ચ કરી છે જે ફ્લિપકાર્ટ અને અન્ય ડિસ્ટ્રિબ્યુશન ચેનલો પર ઉપલબ્ધ થશે.

ફાયર-બોલ્ટની વેરેબલ્સ ક્ષેત્રની લીડર કંપનીમાંથી વ્યાપક કન્ઝ્યુમર ટેકનોલોજી કંપની તરફની સફરમાં આ એક મહત્ત્વનું પગલું છે. વર્ષોના કન્ઝ્યુમર ઇનસાઇટ્સ અને કેટેગરી એક્સપર્ટાઇઝના આધારે બ્રાન્ડ હવે પોતાનો કન્ઝ્યુમર-ફર્સ્ટ અભિગમ સ્માર્ટફોન કેટેગરીમાં લાવી રહી છે. જે રોજિંદા ડિજિટલ અનુભવોના કેન્દ્રમાં રહેલી કેટેગરી છે. ભારતમાં ઉત્પાદિત અને ભારતીય કન્ઝ્યુમર્સ માટે ડિઝાઇન કરાયેલ boltt લોકલ મેન્યુફેક્ચરિંગ પ્રત્યે ફાયર-બોલ્ટની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને સાથે જ માર્કેટની ગહન સમજને ફ્લિપકાર્ટની વ્યાપક પહોંચ સાથે જોડીને દેશભરના કન્ઝ્યુમર્સ સુધી પોતાનો સ્માર્ટફોન પોર્ટફોલિયો પહોંચાડે છે.

આવનારો boltt સ્માર્ટફોન પોર્ટફોલિયો Evo અને Ace સિરીઝ હેઠળ 4G અને 5G એમ બંને પ્રકારના અફોર્ડેબલ ડિવાઇસનો સમાવેશ કરશે. જે રિલાયેબિલિટી, ઇનોવેશન અને એક્સેસિબિલિટીના સિદ્ધાંતો પર આધારિત હશે. આધુનિક ભારતની વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયેલ આ પોર્ટફોલિયો, વિચારશીલ ડિઝાઇન, ભરોસાપાત્ર પરફોર્મન્સ અને રોજિંદા જરૂરિયાતો પૂરી કરતી સુવિધાઓ દ્વારા યુઝર્સની બદલાતી અપેક્ષાઓને પૂરી કરવાનો ઇરાદો ધરાવે છે.

આ જાહેરાત સાથે bolttના ફાઉન્ડર અને સીઈઓ અર્નવ કિશોરે કહ્યું, “વર્ષોથી લાખો કન્ઝ્યુમર્સે ફાયર-બોલ્ટને પોતાના રોજિંદા જીવનમાં અપનાવ્યું છે, જેના કારણે અમે ભારતના સૌથી મોટા કનેક્ટેડ કન્ઝ્યુમર ઇકોસિસ્ટમમાંથી એક ઊભું કરી શક્યા છીએ. boltt આ યાત્રાનો આગળનો અધ્યાય છે. આજે સ્માર્ટફોન સાથે લોકો કેવી રીતે કનેક્ટ થાય છે, સર્જન કરે છે, શીખે છે અને સપનાં જુએ છે તે તેના કેન્દ્રમાં છે અને અમે માનીએ છીએ કે ભારતીય કન્ઝ્યુમર્સને સાચા અર્થમાં સમજતી સ્વદેશી બ્રાન્ડ માટે મોટી તક છે. boltt સાથે અમે અમારી કન્ઝ્યુમર ઇનસાઇટ્સ, ટેકનોલોજી એક્સપર્ટાઇઝ અને ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાને એકસાથે લાવી રહ્યા છીએ જેથી એવા સ્માર્ટફોન અનુભવો સર્જી શકાય જે દેશ માટે ડિઝાઇન કરાયેલ હોય અને તેના ભવિષ્ય માટે બનાવાયેલ હોય.”

આ વિશે ટિપ્પણી કરતાં, ફ્લિપકાર્ટના સિનિયર ડિરેક્ટર મુકુંદ કેડિયાએ જણાવ્યું, “ફ્લિપકાર્ટ મેટ્રો અને નોન-મેટ્રો શહેરોના દરેક કન્ઝ્યુમર સુધી પ્રીમિયમ સ્માર્ટફોન અનુભવો પહોંચાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ફ્લિપકાર્ટના વિશાળ ડિસ્ટ્રિબ્યુશન સ્કેલ અને પહોંચ તેમજ રોજિંદા જરૂરિયાતો માટે ડિઝાઇન કરાયેલ bolttના 4G અને 5G ડિવાઇસના પોર્ટફોલિયોના સંયોજનથી હવે દેશભરના કન્ઝ્યુમર્સ ડ્યુરેબિલિટી, પરફોર્મન્સ અને ઇનોવેશનનો સમન્વય ધરાવતા સ્માર્ટફોનનો આનંદ લઈ શકશે.”

ટિયર 2 અને ટિયર 3 માર્કેટમાં ગહન પહોંચ, મજબૂત લોજિસ્ટિક્સ નેટવર્ક અને સ્માર્ટફોન અપનાવવાને પ્રોત્સાહન આપવાના મજબૂત ટ્રેક રેકોર્ડ સાથે, ફ્લિપકાર્ટ boltt ના રાષ્ટ્રવ્યાપી રોલઆઉટને સપોર્ટ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. boltt સ્માર્ટફોન પોર્ટફોલિયો અંગે વધુ વિગતો આવનારા સપ્તાહોમાં જાહેર કરવામાં આવશે.

== સમાપ્ત ==

Related posts

TAVI: એઓર્ટિક સ્ટેનોસિસની સારવાર માટે સેફ અને ગ્લોબલ રીતે ચકાસાયેલી પ્રક્રિયા – ડૉ. પ્રિયાંક મોદી

amdavadlive_editor

ગ્રાહકો દ્વારા પસંદ કરાયેલ, એમેઝોન ઈન્ડિયાએ તેની ‘બેસ્ટ ઈન ટેક એવોર્ડ્સ 2026’ની બીજી આવૃત્તિના વિજેતાઓની ઘોષણા કરી

amdavadlive_editor

રામ નવમી પર્વ નિમિતે જગદગુરુ શંકરાચાર્ય શ્રી ભરતભાઇ પોપટની ષષ્ઠી પૂર્તી ઉજવણી સમારોહમાં આશીર્વાદ આપવા પધારશે

amdavadlive_editor

Leave a Comment