April 2, 2025
Amdavad Live
ઉદ્યોગસાહસિકોગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બીએનઆઇ પ્રોમેથિયસે તેના પ્રોમેથિયસ બિઝનેસ કોન્કલેવની ચોથી આવૃત્તિનું સફળ આયોજન કર્યું

પ્રોમેથિયસ બિઝનેસ કોન્કલેવમાં 150થી વધુ ઉદ્યોગસાહસિકો અને પ્રોફેશ્નલ્સ ઉપસ્થિત રહ્યાં
અમદાવાદ ૧૨ જાન્યુઆરી ૨૦૨૫: બીએનઆઇ પ્રોમેથિયસે તેના ખૂબજ આતુરતાથી રાહ જોવાતા પ્રોમેથિયસ બિઝનેસ કોન્કલેવ (પીબીસી 4.0)નું આયોજન કર્યું હતું, જેમાં નેટવર્કિંગ અને નોલેજ શેરિંગની તકોનો લાભ લેતાં સમગ્ર અમદાવાદમાંથી 150થી વધુ બિઝનેસ પ્રોફેશ્નલ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં જાણીતા લેખક જય વસાવડા અને અદાણી ટોટલ ગેસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ (ટેક્નો-કમર્શિયલ) સંદીપ અદાણી સહિતના પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ભાગ લીધો હતો, જેમણે નવીન બિઝનેસ ટ્રેન્ડ અને લીડરશીપ વિશે ખૂબજ માહિતીસભર વક્તવ્ય આપ્યાં હતાં.
આ કોન્કલેવ વિશે વાત કરતાં બીએનઆઇ પ્રોમેથિયસના પ્રેસિડેન્ટ હેલી ગઢેચાએ જણાવ્યું હતું કે, પ્રોમેથિયલ બિઝનેસ કોન્કલેવ સહયોગ અને વિકાસના જુસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે, જે બીએનઆઇના ઉદ્દેશ્યને વ્યાખ્યાયિત કરે છે. અમે અમારા સદસ્યો અને પ્રતિષ્ઠિત વક્તાઓ તરફથી કોન્કલેવને પ્રાપ્ત અભૂતપૂર્વ પ્રતિસાદથી ખૂબજ ઉત્સાહિત છીએ. અમે પ્રકારના આયોજનો દ્વારા બીએનઆઇ અને વિશાળ બિઝનેસ કન્યુનિટી વચ્ચે અર્થસભર સહયોગને વધુ સુવિધાજનક બનાવવા કટીબદ્ધ છીએ.
આ વિશિષ્ટ કોન્કલેવ સહભાગીઓને સમાન વિચારસરણી ધરાવતા ઉદ્યોગસાહસિકો, ઇન્ડસ્ટ્રી લીડર્સ સાથે જોડાવાની તક આપે છે. તેનાથી સદસ્યો મહત્વપૂર્ણ જાણકારીનું આદાન-પ્રદાન કરી શકે છે તેમજ એકબીજા પાસેથી કંઇક નવું શીખવા સક્ષમ બને છે.
બીએનઆઇ પ્રોમિથિયસ વિશ્વની સૌથી મોટી બિઝનેસ રેફરલ સંસ્થા બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (બીએનઆઇ)નો એક હિસ્સો છે. તે અમદાવાદમાં સૌથી મોટા અને સૌથી સક્રિય બીએનઆઇ ચેપ્ટર પૈકીનું એક છે, જેમાં એન્જિનિયરિંગ, ટ્રાવેલ, એડવર્ટાઇઝિંગ, બાંધકામ, નાણાકીય સેવાઓ, રિટેઇલ, આરોગ્ય, રોજગાર, ઉત્પાદન, રિયલ એસ્ટેટ, ઓટોમોબાઇલ્સ, ફૂડ એન્ડ બેવરેજીસ અને અન્ય જેવા વિવિધ ઉદ્યોગોના 100થી વધુ સભ્યો છે. આ ચેપ્ટરે આજ સુધી રૂ. 470 કરોડથી વધુના વ્યવસાયને સરળ બનાવ્યો છે.

Related posts

ટાટા મોટર્સની સર્વગ્રાહી આફ્ટર-સેલ્સ સર્વિસિસ ગુજરાતમાં ટ્રકોની ગતિશીલતા માટે મહત્વપૂર્ણ

amdavadlive_editor

પાન હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડે “સબકા સાથ સબકા વિકાસ” પહેલની સફળતાની ઉજવણી કરી

amdavadlive_editor

સ્કોડા ઓટો ઇન્ડિયાએ કુશાક અને સ્લેવિયા પર ન્યૂ વેલ્યૂ પ્રપોઝિશનની જાહેરાત કરી

amdavadlive_editor

Leave a Comment