30.1 C
Gujarat
October 27, 2026
Amdavad Live
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

તહેવારોની આ સિઝનમાં ગુજરાતમાં મોટી ખરીદી, એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન પ્રીમિયમ પર અપગ્રેડ થવાનું અને વેલ્યૂ શોપિંગનો લાભ લેવાનું પ્રમાણ નોંધપાત્ર વધ્યું

  • લોકપ્રિય પ્રોડક્ટ્સમાં લેપટોપ, ટેબ્લેટ, સ્પીકરો, રેફ્રિજરેટરો, વોશિંગ મશીન, એર કન્ડીશનર, બ્યૂટી અને પર્સનલ કૅર માટે જરૂરી ચીજવસ્તુઓ, સ્પોર્ટ્સ ન્યૂટ્રીશન, તહેવારોને લગતી ફેશન અને એસેસરીઝ સામેલ.
  • તહેવારની ખરીદીમાં પ્રીમિયમ સેવા પર અપગ્રેડ થવાનું અને વેલ્યૂ આધારિત ખરીદીઓ કરવાનું સામેલ છે, જેમાં સમગ્ર ગુજરાતમાં ફેશન, બ્યૂટી અને દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓની માંગ જોવા મળી.
  • સમગ્ર અમદાવાદમાં એમેઝોન નાઉ ગ્રાહકો માટે તહેવારોમાં જરૂરી વસ્તુઓ મિનિટોમાં પૂરી પાડે છે, જેમાં પૂજા માટેની આવશ્યક વસ્તુઓ, તહેવારોની ગિફ્ટ અને બીજું ઘણું સામેલ છે.
  • સમગ્ર રાજ્યમાં ખરીદી કરતા ગ્રાહકો – અમદાવાદ, રાજકોટ અને વડોદરાથી સુરતથી ભુજ, નવસારી, ભરૂચ અને વધુ.
  • પ્રાઇમ મેમ્બરોને વધારાની બચતનો લાભ: અત્યાર સુધીના સૌથી મોટા સિલેક્શન પર વધારાની 5% ડિસ્કાઉન્ટ. લાખો પ્રોડક્ટ પર INR 250 કૅશબેક. 

અમદાવાદ, ગુજરાત | ૨૬ ઓક્ટોબર ૨૦૨૬ | એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026માં ગુજરાતભરના ગ્રાહકો અને વિક્રેતાઓની મજબૂત સહભાગીતા જોવા મળી છે, જેમાં સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને બ્યૂટી, હોમ અને કિચન, રોજિંદી જરૂરિયાતો, કરિયાણા અને મોટા ઉપકરણોની માંગમાં વધારો થયો છે. ગ્રાહકો તહેવારોની આ મોસમમાં પ્રીમિયમ પર અપગ્રેડ થઈ રહ્યા છે અને વેલ્યૂ-આધારિત ખરીદી અપનાવી રહ્યા છે. ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક્સમાં નિયમિત કામકાજી દિવસોની સરખામણીએ ગ્રાહકોનો ધસારો 6 ગણો જોવા મળ્યો છે, જેમાં લેપટોપ, ટેબ્લેટ, ગેમિંગ કન્સોલ, હેડફોન અને બીજી ઘણી ચીજોની માંગમાં વધારો થયો છે. રનિંગ શૂઝની માંગમાં મજબૂત વધારો જોવા મળ્યો છે, જેમાં નિયમિત દિવસની સરખામણીએ સુરતમાં 8 ગણો, રાજકોટમાં 6 ગણો અને વડોદરામાં 5 ગણો વધારો થયો છે. એમેઝોન બજાર પર વેલ્યૂ શોપિંગમાં નિયમિત દિવસની સરખામણીએ રાજકોટ, સુરત અને વડોદરામાં 3 ગણો વધારો થયો છે.

તહેવારોની મોસમ દરમિયાન ચાલુ રહેનારા આ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં ગ્રાહકો ગ્રેટ ડીલ્સનો લાભ લેવા માટે ખરીદી કરવાનું ચાલુ રાખી શકશે.

ગુજરાતના ટોચના શહેરોમાં ટ્રેન્ડ્સ

કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ: તહેવારોની માંગમાં લેપટોપ, ટેબ્લેટ અને સ્પીકરો અગ્રેસર. ગુજરાતમાં, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને પર્સનલ કમ્પ્યૂટિંગમાં નિયમિત કામકાજી દિવસો કરતાં લગભગ 6 ગણો વધારો નોંધાયો છે, જેમાં લેપટોપ, મોનિટર, ટેબ્લેટ, ગેમિંગ કન્સોલ, હેડફોન, ઇઅરફોન, સ્માર્ટ રિંગ્સ, સંગીતનાં સાધનો અને સાઉન્ડબારની માંગ વિશેષ જોવા મળી છે. રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને AC જેવા મોટા ઉપકરણોમાં નિયમિત કામકાજી દિવસોની સરખામણીએ અમદાવાદમાં 9 ગણો, રાજકોટમાં 15 ગણો, સુરતમાં 13 ગણો અને વડોદરામાં
8 ગણો વધારો થયો છે. આ ઉપરાંત, પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં નિયમિત કામકાજી દિવસોની તુલનામાં અમદાવાદમાં 27 ગણો અને સુરતમાં 33 ગણો વધારો જોવા મળ્યો છે. 

તહેવારની ફેશન અને સક્રિય જીવનશૈલીથી માંગમાં વધારો થયો. ગુજરાતમાં, દિવાળી દરમિયાન ખરીદદારોમાં તહેવારોને લગતી ફેશન અને બ્યૂટીનું વલણ વધુ જોવા મળ્યું છે, સુરતમાં રનિંગ શૂઝની માંગ સામાન્ય દિવસો કરતાં 8 ગણી, રાજકોટમાં 6 ગણી અને વડોદરામાં
5 ગણી વધી છે. અમદાવાદમાં મહિલાઓમાં સલવાર સુટની માંગ 4 ગણી વધી છે, જ્યારે શહેરોમાં એનાલોગ ઘડિયાળોની માંગ 4 ગણી વધી છે. બ્યૂટી સેગમેન્ટ પણ તહેવારોમાં પ્રિય છે: અમદાવાદમાં ફેસ કેર, સ્કેલ્પ ટ્રીટમેન્ટ અને બોડી કેરની માંગમાં વધારો જોવા મળ્યો છે.

આરોગ્યપ્રદ ચીજોની પસંદગીઓથી વૃદ્ધિને પ્રોત્સાહન મળ્યું. તહેવારોની ખરીદીમાં મહિલાઓમાં શારીરિક સ્વચ્છતા અને માસિક સ્રાવની સંભાળ, ઘર-સ્વચ્છતા ઉત્પાદનો અને ઘરવપરાશની આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાબંધ પેકની  વધતી માંગ વિશેષ જોવા મળી કારણ કે ખરીદદારો આ સિઝન માટે સ્ટોક કરી રહ્યા છે. અમદાવાદમાં કરિયાણામાં તેલની માંગ 3 ગણી વધી, જ્યારે સુરતમાં ઓટમીલ અને મુસળીની માંગ 2 ગણી વધી છે. રાજકોટમાં લોન્ડ્રી સંબંધિત લિક્વિડની માંગ 6 ગણી પહોંચી ગઈ છે. બેબી પ્રોડક્ટ્સની પણ મજબૂત માંગ જોવા મળી, જે નિયમિત દિવસોની તુલનાએ રાજકોટમાં 2 ગણી અને સુરતમાં 2 ગણી વધી છે.

હોમ, કિચન અને આઉટડોર: તહેવારોમાં લાઇટિંગ, ફિટનેસ અને ઘર સુધારણાની માંગમાં વધારો. ફિટનેસ સંબંધિત ઉત્પાદનો, ઘર સુધારણા માટે જરૂરી ચીજવસ્તુઓ અને તહેવારને લગતી સજાવટની માંગને કારણે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હોમ, કિચન અને આઉટડોર કેટેગરીમાં નિયમિત કામકાજી દિવસોની તુલનામાં લગભગ 3 ગણો વધારો જોવા મળ્યો છે. મુખ્ય વૃદ્ધિની કેટેગરીઓમાં ફિટનેસ ટ્રેકર્સ અને વર્કઆઉટ સાધનો, સુશોભનને લગતું લાઇટિંગ, હાઇ-પ્રેશર વોશર્સ, ગેલેક્સી પ્રોજેક્ટર્સ અને ઘરને સુવ્યસ્થિત રાખવામાં ઉપયોગી ચીજોનો સમાવેશ થાય છે. 

એમેઝોન બજાર: સમગ્ર ગુજરાતમાં વેલ્યૂ શોપિંગ વેગ પકડી રહ્યું છે. એમેઝોન બજાર સમગ્ર ગુજરાતમાં એકધારું વેગ પકડી રહ્યું છે, રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદમાં નિયમિત દિવસોની તુલનાએ 3 ગણો વધારો નોંધાયો છે. અમદાવાદમાં ફેશન એસેસરીઝ અને બાળકોના કપડાંની માંગમાં જોરદાર વધારો થયો છે, જ્યારે રાજકોટમાં પુરુષો માટે ફેશન અને ઇલેક્ટ્રોનિક એસેસરીઝમાં નોંધપાત્ર રીતે માંગ વધી છે. 

એમેઝોન બિઝનેસ: તહેવારોની ખરીદીથી સમગ્ર ગુજરાતમાં ટેકનોલોજી અને કાર્યસ્થળને લગતી ખરીદીમાં વધારો. નિયમિત કામકાજી દિવસની સરખામણીએ રાજકોટમાં વ્યવસાયિક ચીજોની ખરીદીમાં લગભગ 17 ગણો, અમદાવાદમાં લગભગ 10 ગણો અને વડોદરામાં લગભગ 7 ગણો વધારો થયો છે. આ શહેરોમાં IT ઉપકરણો, ઇલેક્ટ્રોનિક્સ, ઉપકરણો અને કાર્યસ્થળ માટે આવશ્યક ચીજો મુખ્ય ખરીદીની કેટેગરીઓ તરીકે ઉભરી આવી છે. 

એમેઝોન નાઉ. બ્યૂટી અને ઘર માટે જરૂરી ચીજવસ્તુઓની માંગમાં વધારો: અમદાવાદમાં, ફેસ મેકઅપમાં 5 ગણો વધારો જોવા મળ્યો છે. ત્યારબાદ આઇ મેકઅપમાં 4 ગણી વૃદ્ધિ થઈ છે જ્યારે INSIGHT કોસ્મેટિક્સ પ્રો કન્સીલર પેલેટ એક ટ્રેન્ડિંગ સ્થાનિક પસંદગી છે. 

ગુજરાતના સેલર્ને સપોર્ટ મળી રહ્યો છે. ગુજરાતની સેલર્સ ઇકોસિસ્ટમ સતત ખીલી રહી છે. રાજ્યભરમાં 2.8 લાખથી વધુ સેલર્સ ભાગ લઈ રહ્યા છે અને હોમ, વસ્ત્રો, કિચન, ઘર સુધારણાની ચીજો અને વાયરલેસ કેટગરીઓમાં મજબૂત માંગ ઉભી થઈ છે.

સમગ્ર ભારતના ખરીદદારો પણ તહેવારોની આ મોસમમાં વધુ આત્મવિશ્વાસ સાથે ખરીદી કરવા માટે AIનો ઉપયોગ કરી રહ્યા છે. એમેઝોનનો વાર્તાલાપ શોપિંગ સહાયક ‘રુફસ’ ગ્રાહકોને પ્રોડક્ટ્સની સરખામણી કરવામાં, કિંમતનો ઇતિહાસ તપાસવામાં, વ્યક્તિગત ભલામણો પ્રાપ્ત કરવામાં અને ડીલ સંબંધિત એલર્ટ સેટ કરવામાં મદદ કરે છે. ગ્રાહકો વધુ માહિતીપ્રદ ખરીદી નિર્ણયો લેવા માટે વિઝ્યુઅલી શોધવા અને AI-જનરેટેડ સમીક્ષા હાઇલાઇટ્સ ઍક્સેસ કરવા માટે ‘એમેઝોન લેન્સ’નો પણ ઉપયોગ કરી શકે છે.

*તમામ ડીલ્સ અને ઑફર્સ જોવા માટે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સ્ટોરફ્રન્ટની મુલાકાત લો. અસ્વીકરણ: પ્રોડક્ટની વિગતો, વિવરણ અને કિંમત સેલર્સ દ્વારા આપવામાં આવે છે. કિંમત અથવા પ્રોડક્ટના વિવરણમાં એમેઝોન સામેલ નથી અને સેલર્સે આપેલી પ્રોડક્ટની માહિતીની ચોકસાઇ માટે જવાબદાર નથી. ડીલ્સ અને ડિસ્કાઉન્ટ્સ સેલર્સ અને/અથવા બ્રાન્ડ દ્વારા એમેઝોનની સંપૂર્ણ બાકાતી સાથે આપવામાં આવે છે. પ્રોડક્ટનું વિવરણ, સુવિધાઓ અને ડીલ્સ સેલર્સ દ્વારા આપવામાં આવે છે અને જેમ છે તેમ ફરી રજૂ કરવામાં આવે છે. અમારા નિયમો અને શરતો અહીં વાંચો.

== સમાપ્ત ==

Related posts

વડોદરાના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના વિદ્યાર્થીએ GUJ-CET 2026 માં પરફેક્ટ સ્કોર સાથે ટોપ રેન્ક મેળવ્યો

વાપીના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના વિદ્યાર્થીઓએ GUJ-CET 2026 માં પરફેક્ટ સ્કોર્સ સાથે ટોચનો ક્રમ મેળવ્યો

દરેક ખરીદીને વધુ સ્માર્ટ ડીલમાં પરિવર્તિત કરો: એમેઝોન પે દ્વારા પ્રાઇમ ડેનો મહત્તમ લાભ ઉઠાવો

amdavadlive_editor

Leave a Comment