May 3, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દહેરાદૂન અને અન્યત્ર પુર તેમજ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૫: ગત થોડા દિવસોથી ઉતરાખંડમાં અને અન્ય રાજ્યોમાં ભારે વરસાદને પગલે જાનમાલની બહુ મોટી ખુવારી થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ દરમિયાન ઉતરાખંડનાદહેરાદુન વિસ્તારમાં વાદળ ફાટવાથી પુર આવ્યું હતું અને તેમાં ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા છે તેમજ જાનમાલની ભારે નુકસાની થઈ છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યાગયેલાઓનેશ્રધ્ધાંજલિપાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૨૫,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુખ્ય પ્રધાન રાહત ફંડ માં જમા કરાવવામાં આવેલ છે. આ વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા કરવામાં આવી છે.

તે ઉપરાંત ગુજરાત રાજ્યમાં પણ અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજયા છે. તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી પ્રત્યેકને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

કોક સ્ટુડિયો ભારતનું ‘બુલિયા વે’ બુલ્લે શાહના વારસાને નવી પેઢી સુધી લાવે છે

amdavadlive_editor

એરો એસ્પ્રિંગ-સમર 25 કલેક્શન રજૂ કર્યું: સ્માર્ટ, સ્ટાઇલિશ અને આરામદાયક

amdavadlive_editor

કોકા- કોલા ઈન્ડિયા અને એસએલએમજી બેવરેજીસે મહાકુંભ 2025 ખાતે સૌથી વિશાળ ચિલ્ડ ડ્રિંક ડિસ્પ્લે માટે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સાથે વિક્રમ નોંધાવ્યો

amdavadlive_editor

Leave a Comment