31.1 C
Gujarat
May 19, 2025
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કેમિસ્ટાર કોર્પોરેશનની પેટાકંપની દ્વારા સોલેક્સ એનર્જી સાથે વ્યૂહાત્મક પુરવઠા માટે કરાર કરવામાં આવ્યાં

આ વ્યૂહાત્મક ભાગીદારી કેમિસ્ટાર કોર્પોરેશનની યાત્રામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે અને આ પગલાંથી તેને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં હાજરી સ્થાપિત કરવામાં મદદ મળશે

ગુજરાત, અમદાવાદ 17 જુલાઈ 2024: અમદાવાદ સ્થિત કેમિસ્ટાર કોર્પોરેશન લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની કેપી ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડે સ્ટ્રેટેજિક સપ્લાય એગ્રીમેન્ટ (SSA)ના અમલ માટે NSE-લિસ્ટેડ સોલેક્સ એનર્જી લિમિટેડ તરફથી લેટર ઑફ ઈન્ટેન્ટ પ્રાપ્ત થવાની જાહેરાત કરી છે.

આ કરારની શરતો હેઠળ, કેપી ઇન્ટરનેશનલ કંપની, સોલેક્ષ એનર્જી લિમિટેડ પાસેથી વપરાયેલી, ક્ષતિગ્રત અને જૂની પેનલ મેળવશે. આ વ્યૂહાત્મક ભાગીદારી કેમિસ્ટાર કોર્પોરેશનની યાત્રામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે અને આ પગલાંથી તેને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં હાજરી સ્થાપિત કરવામાં મદદ મળશે.

કેમિસ્ટાર કોર્પોરેશન બેટરી અને સોલાર પેનલ રિસાયક્લિંગ માટે વધારાની વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા માટે પ્રતિબદ્ધ છે, જે મજબૂત વ્યાપારી સંબંધો અને પર્યાવરણ સંરક્ષણ માટે પાયો નાખે છે.

કેમિસ્ટાર કોર્પોરેશનના ચેરમેન એન્ડ મૅનેજીંગ ડિરેક્ટર કેતન પટેલે જણાવ્યું હતું કે, “સોલેક્સ એનર્જી સાથેનો આ કરાર, રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં અમારા પદચિહ્નને વિસ્તારવાના અમારા વિઝન સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે. અમે ફક્ત અમારા વ્યવસાયને વધારવા માટે જ નહીં, પરંતુ ઉદ્યોગમાં પર્યાવરણને અનુકૂળ, ટકાઉ વ્યવહારમાં પણ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.

કેમિસ્ટાર કોર્પોરેશન બે દાયકાથી વધુ સમયથી ભારતીય બજારમાં પિગમેન્ટ્સ, ડાયઝ, એગ્રોકેમિકલ ઇન્ટરમીડિએટ્સ અને સ્પેશિયાલિટી કેમિકલના ઉત્પાદનોમાં વિશેષતા ધરાવવા સાથે અગ્રણી ઉત્પાદક છે. રિન્યુએબલ સેક્ટરમાં કંપનીનો પ્રવેશ વૈવિધ્યકરણ અને પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ વિકાસ માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સોલેક્સ એનર્જી લિમિટેડ, 3GW ની ક્ષમતા સાથે સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગમાં અગ્રેસર છે. કંપની તેની કામગીરીમાં નવીનતા અને વિસ્તરણ કરવાનું ચાલુ રાખે છે, જે રિન્યુએબલ એનર્જી ઉદ્યોગમાં મુખ્ય અગ્રણી તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.

Related posts

Lexus India દ્વારા LM 350hનું બુકિંગ ફરી શરૂ

કહાં શુરુ કહાં ખતમની તાજી વાર્તા અને તાજી જોડી લોકોને આકર્ષી રહી છે – એક લાખથી વધુ ટિકિટ વેચાઈ હતી.

amdavadlive_editor

બેરોજગારીથી મળશે છૂટકારો 4.10 કરોડ યુવાઓને મળશે લાભ

amdavadlive_editor

Leave a Comment