August 3, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બેંગ્લોરની ભાગદોડમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ 7 જૂન 2025: કર્ણાટકના બેંગલોર ખાતે નાસભાગની ઘટનામાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યો છે. બેંગ્લોર ખાતે એક તરફ આરસીબીની જીતનો સૌને આનંદ હતો અને બીજી તરફ તે ભવ્ય જીતની ઉજવણીમાં સામેલ થવા માટે લાખો લોકો એકત્રિત થયા હતા. ભીડ બેકાબૂ બની હતી અને પરિણામ સ્વરૂપે નાસભાગ મચી જવા પામી હતી. જેમાં પ્રાપ્ત વિગતો મુજબ ૧૧ યુવાન ભાઈ-બહેનોનાં કચડાઈ જવાથી કરુણ મોત નિપજ્યા છે. માર્યા ગયેલા તમામ એકદમ યુવાન વયજૂથના હતા. આ કરુણ ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને રૂ.૧૫,૦૦૦ લેખે કૂલ મળીને રૂ.૧,૬૫,૦૦૦ ની સહાયતા રાશી અર્પણ કરી છે.
 
અકસ્માતની અન્ય એક ઘટનામાં દ્વારકા ગોમતી નદીમાં સ્નાન કરવા ગયેલા યુવકોમાંથી જામનગરમાં રહેતી એક યુવતીનું તણાઈ જતા દુઃખદ મોત નીપજ્યું હતું. પૂજ્ય બાપુએ તે યુવતીને શ્રદ્ધાંજલિ પાઠવી તેના પરિજનોને રૂ.૧૫,૦૦૦ ની સહાયતા રાશી અર્પણ કરી છે. આ સહુ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.

Related posts

માઇક્રોને ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન કર્યું

amdavadlive_editor

ટાટા મોટર્સએ ભારતની સૌપ્રથમ SUV કૌપ સાથે મિડ-SUV સેગમેન્ટમાં હલચલ મચાવી

amdavadlive_editor

CUTS ઇન્ટરનેશનલ રિપોર્ટમાં આજીવિકા, સલામતી અને સસ્તું શહેરી ગતિશીલતાનું રક્ષણ કરવા માટે સુમેળભર્યા બાઇક ટેક્સી નિયમન માટે હાકલ કરવામાં આવી છે

amdavadlive_editor

Leave a Comment