31.8 C
Gujarat
June 7, 2025
Amdavad Live
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

કાઈનેટિક ગ્રીન દ્વારા 2-વ્હીલરના બિઝનેસના પ્રેસિડેન્ટ તરીકે જયપ્રદીપ વાસુદેવનની નિયુક્તિ સાથે આગામી તબક્કાની વૃદ્ધિ પ્રેરિત કરવા માટે આગેવાની મજબૂત બનાવવામાં આવી

પુણે ૩જી જૂન ૨૦૨૫: ભારતમાં ઈલેક્ટ્રિક ટુ અને થ્રી વ્હીલર્સની અગ્રણી ઉત્પાદક ઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડ તેના ઈલેક્ટ્રિક 2-વ્હીલર વેપારના પ્રેસિડેન્ટ તરીકે શ્રી જયપ્રદીપ વાસુદેવની નિયુક્તિની ઘોષણા કરવામાં ખુશી અનુભવે છે.

વાહન ઉદ્યોગમાં 25+ વર્ષના વ્યાપક અનુભવ સાથે શ્રી જયપ્રદીપ વિવિધ વાહન ઓઈએમ અને ભૂમિકાઓમાં વ્યૂહાત્મક આગેવાની, વેપાર વિકાસ, સંસ્થા વિકાસ અને કમર્શિયલ કામગીરીમાંન નિપુણતાનો ભંડાર લાવે છે.

ઉદ્યોગમાં “જેપી” તરીકે પણ ઓળખાતા શ્રી જયપ્રદીપ કાઈનેટિક ગ્રીનમાં એવા સમયે આવ્યા છે જ્યારે કંપની તેના ટુ-વ્હીલર વેપારમાં વધુ વિસ્તરણ કરવા માટે સુસજ્જ છે. તેઓ કાઈનેટિક ગ્રીનની ઈ-લુના અને અન્ય 2ડબ્લ્યુ પ્રોડક્ટની તેની મોજૂદ શ્રેણી માટે વેચાણ વિસ્તારવા સાથે આ વર્ષે પછીથી રજૂ કરવામાં આવનારી ટેકનોલોજી- સમૃદ્ધ હાઈ પાવર ઈલેક્ટ્રિક સ્કૂટર સહિત આગામી ઘણી બધી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ માટે ગો-ટુ-માર્કેટ વ્યૂહરચનાની આગેવાની કરશે.
જેપી દેશભરમાં બ્રાન્ડની હાજરી અને ગ્રાહકના અનુભવને વધુ બહેતર બનાવવા માટે ડીલરશિપના કાઈનેટિક ગ્રીનના નેટવર્કની વહોંચ વધુ નિર્માણ કરવા માટે આગેવાની કરશે.

ટીમમાં સ્વાગત કરતાં કાઈનેટિક ગ્રીનનાં સંસ્થાપક અને સીઈઓ શ્રીમતી સુલજ્જા ફિરોદિયા મોટવાનીએ જણાવ્યું હતું કે, “અમારા પ્રવાસના આ પરિવર્તનકારી તબક્કામાં કાઈનેટિક ગ્રીનમાં જેપીને જોડવા માટે અમને બેહદ ખુશી છે. અમે અમારી આગેવાની વધારવાનું ચાલુ રાખ્યું છે ત્યારે તેમનો વ્યાપક અનુભવ, ઉદ્યોગમાં ઊંડાણભરી ઈનસાઈટ્સ, ગ્રાહકલક્ષી વિચારધારા અને કેન્દ્રિત અમલબજાવણી મૂલ્યવાન બની રહેશે. અમારા 2-વ્હીલર વેપારને જેપી આગળ વધારશે ત્યારે અમે અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોનો પ્રભાવ વધુ વિસ્તારવા કટિબદ્ધ છીએ અને અમને રાષ્ટ્રના ઈલેક્ટ્રિકલ પર્સનલ મોબિલિટી સેગમેન્ટમાં ભારતની બજાર આગેવાની તરીકે ઊભરી આવીશું એવો વિશ્વાસ છે.’’

આ નવી ભૂમિકા વિશે રોમાંચ વ્યક્ત કરતાં શ્રી જયપ્રદીપ કહે છે, “મને કાઈનેટિક ગ્રીનમાં જોડાવાની અને તેના ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર વેપાર વર્ટિકલમાં આગેવાની કરવાની બેહદ ખુશી છે. કાઈનેટિક ગ્રીન બ્રાન્ડ પ્રતિષ્ઠિત વારસો ધરાવે છે અને ભારતના સમુદાયો માટે સક્ષમ ઈલેક્ટ્રિક મોબિલિટી સમાધાનની વિવિધ શ્રેણી થકી આજ સાથે સુસંગત રહેવાનું ચાલુ રાખ્યું છે. હું નેટ- ઝીરો ઈન્ડિયા પ્રત્યે હકારાત્મક યોગદાન આપવા ઉપરાંત બહેતર ગ્રાહકલક્ષિતા, કાર્યક્ષમ વિતરણ ચેનલો અને વિશ્વ કક્ષાની પ્રોડક્ટો અમારા ગ્રાહકો માટે લાવવા થકી કંપનીની ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર વર્ટિકલની વેપાર વૃદ્ધિ વધુ વધારવા માટે કટિબદ્ધ છું.’’

જેપીએ રોયલ એનફિલ્ડમાં 15 પરિવર્તનકારી વર્ષ સમર્પિત કર્યા, જ્યાં તેમણે ઈન્ડિયા બિઝનેસ હેડ તરીકે કંપનીની વૃદ્ધિની ટ્રેજેક્ટરીની આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવીને રાષ્ટ્રવ્યાપી નેટવર્ક વિસ્તરણ પ્રેરિત કરવા અને ઈનોવેટિવ રિટેઈલ ફોર્મેટ્સમાં આગેવાની કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેને કારણે વેચાણ નોંધપાત્ર વધારો થયો હતો અને બજાર હિસ્સાની વૃદ્ધિ થઈ હતી. આ પૂર્વે તેમણે હિંદુસ્થાન મોટર્સ અને તાફેમાં આગેવાની ભૂમિકા ભજવી હતી, જેમાં તેમણે વાહન ક્ષેત્રમાં મજબૂત પાયો નિર્માણ કર્યો હતો. હાલમાં જ જેપીએ ઈલેક્ટ્રિક મોટરસાઈકલ સ્ટાર્ટઅપ રાપ્ટી ખાતે ચીફ બિઝનેસ ઓફિસર તરીકે સેવા આપી હતી, જેમાં વ્યૂહાત્મક પ્રયાસો થકી ટુ-વ્હીલર સેગમેન્ટમાં અવ્વલ ખેલાડી તરીકે બ્રાન્ડને સ્થાપિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

કાઈનેટિક ગ્રીનમાં જેપી સક્ષમ મોબિલિટી સમાધાનમાં સંસ્થાના આગામી વૃદ્ધિના અધ્યાયનું કાજ ઉપાડી લેવા સાથે કંપનીની હાજરી વ્યૂહાત્મક રીતે વિસ્તારવા માટે શ્રી રિતેશ મંત્રી (સહ- સંસ્થાપક અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર) સાથે નજીકથી કામ કરશે.

Related posts

પ્રસ્તુત છે કોકા-કોલા ‘‘હાફટાઈમ’’- પૉઝ અને રિકનેક્ટ કરવા માટે તાજગીપૂર્ણ નવી રીત

amdavadlive_editor

પોલિકેબ ઈન્ડિયા ફેન કેટેગરીમાં તેની પકડ મજબૂત કરે છે; સુપર ROI ફેનસ લોન્ચ કર્યા – સુપિરિયર એર ડિલિવરી, સુપિરિયર સેવિંગ્સ

amdavadlive_editor

ડિવાઇન સોલિટેરે બોલિવૂડ અભિનેત્રી વાણી કપૂરને ધ સોલિટેર ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા કેમ્પેઇનનો ચહેરો બનાવ્યો

amdavadlive_editor

Leave a Comment