26 C
Gujarat
September 19, 2026
Amdavad Live
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મહુવા, અંજાર અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

પ્રાપ્ત અહેવાલો મુજબ ગત દિવસોમાં અનેક સ્થળે અકસ્માતોની ઘટનાઓ નોંધાઈ છે. મહુવા ના એક યુવક ધર્મેશભાઈ નું દાતરડી નજીક અકસ્માતમાં મોત થયું હતું. પૂજ્ય મોરારીબાપુએ મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેના પરિવારજનોને રૂપિયા 15,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે. કચ્છના અંજાર ખાતે પાણીમાં બાળકો ડૂબી જતા ચાર બાળકોના મૃતદેહો મળ્યા છે અને એકની શોધ ચાલે છે. આ બાળકોના પરિવારજનોને 75,000 ની સહાયતા પાઠવી છે. એ સિવાય વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે. તેના પરિવારને પણ 15,000 ની સહાયતા અર્પણ કરી છે. રાણીગામ જેસરના એક યુવાન પત્રકાર વિક્રમભાઈનું અકાળે અવસાન થતાં તેના પરિવારજનોને 15,000 ની સહાયતા આપેલ છે.પૂજ્ય બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. આ વિતીય સેવા સોનગઢ રામકથાના મનોરથી શ્રી જગુભાઈ દ્વારા કરવામાં આવશે.

Related posts

અમદાવાદ શહેરમાં થવા જઈ રહ્યો છે વર્ષનો સૌથી મોટો ગ્રાન્ડ બિઝનેસ અચીવર્સ એવોર્ડ્સ સમારોહ

amdavadlive_editor

શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સે 3 નવી સ્પેશિયાલિટી પ્લાન્ટ ન્યુટ્રિશન પ્રોડક્ટ્સ લૉન્ચ કરી અને વર્ષ 2024માં લૉન્ચ કરવામાં આવેલા મુખ્ય ક્રૉપ પ્રોટેક્શનની સફળતા શૅર કરી

amdavadlive_editor

વિશ્વ વિખ્યાત કબીરવડનાં સાંન્નિધ્યમાં ૯૪૯મી કથાનું ગાયન શરૂ થયું

amdavadlive_editor

Leave a Comment