34.5 C
Gujarat
April 4, 2025
Amdavad Live
અવેરનેસઆરોગ્યગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

HCG હોસ્પિટલ, રાજકોટ ખાતે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સર ચેમ્પિયન્સ માટે સૌપ્રથમ વાર પિકલબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

દરેકને સમાવી લેતી આ મનોરંજક પિકલબોલ ટુર્નામેન્ટ થકી ચિકિત્સકો, કેન્સર ચેમ્પિયન્સ, તેમની સંભાળ રાખનારાઓ અને કેન્સર પેશન્ટના સહાયકોને એક સાથે લઈ આવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

રાજકોટ ૩ ફેબ્રુઆરી ૨૦૨૫: વર્લ્ડ કેન્સર દિવસને ધ્યાનમાં રાખી HCG હોસ્પિટલ, રાજકોટ દ્વારા કેન્સર ચેમ્પિયન્સ, તેમની સંભાળ રાખનારાઓ અને કેન્સર પેશન્ટના સહાયકો માટે મનોરંજક અને દરેક જણ ભાગ લઈ શકે તેવી પિકલબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘યુનાઈટેડ બાય યુનિક’ની વૈશ્વિક થીમ પર આધારિત આ કાર્યક્રમનો હેતુ કેન્સર ચેમ્પિયનની વ્યક્તિગત રીતે જીતવાની ક્ષમતા, સ્થિતિસ્થાપકતા અને પ્રેરણાદાયી સફરને દર્શાવવાનો હતો, જ્યારે રમત દ્વારા તેમની એકતાને પ્રદર્શિત કરવામાં આવી હતી.

કેન્સર સામે લડત આપી રહ્યા હોય તેવા ૩૦થી વધુ વાયબ્રન્ટ ખેલાડીઓએ આ મેચમાં ભાગ લીધો હતો. આ પિકલબોલ ટુર્નામેન્ટમાં કેન્સર ચેમ્પિયન અને તેમના પરિવારોએ એકસાથે ભાગ લઈ ડબલ્સ મેચ રમી હતી. પિકલબોલ ટીમ વર્ક પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતી રમત છે અને તે શારીરિક સુખાકારી તેમજ ભાવનાત્મક ઉપચાર બંનેને પ્રોત્સાહન આપવા માટેનો પણ એક ખૂબ સારો વિકલ્પ સાબિત થાય છે. આ ટુર્નામેન્ટ ઉપરાંત, સારવાર પછી સક્રિય રહેવાના ફાયદાઓ વિશે જાણકારી આપતી વેલનેસ વર્કશોપ પણ યોજવામાં આવી હતી તેમજ માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને ટેકો આપવા માટેના રિલેક્સેશન ઝોનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

HCG હોસ્પિટલ, રાજકોટના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડૉ. સૂરજ નાથે આ પ્રસંગે જણાવ્યું હતું કે “HCG હોસ્પિટલ, રાજકોટ ખાતે અમે જાણીએ છીએ કે જીવન સામે ઝઝૂમતા દરેક વ્યક્તિની મુસાફરી અલગ-અલગ હોય છે, તેમ છતાં તેઓ એકબીજા સાથે એક અતૂટ સબંધ ધરાવે છે. માટે આ વિશ્વ કેન્સર દિવસ નિમિતે અમે યુનિક બાય યુનાઈટેડની ભાવનાનો સ્વીકાર કરી સંબંધ અને સામૂહિક તાકાતના મુદ્દાને પ્રોત્સાહન આપીએ છીએ. પિકલબોલ ટૂર્નામેન્ટ જેવી અર્થપૂર્ણ પહેલ દ્વારા, અમારો ઉદ્દેશ્ય આપણને બધાને પ્રેરણા આપતા લોકોના વિકાસ, સશક્તિકરણ અને સ્થિતિસ્થાપકતાની ઉજવણી કરવાનો છે.”

બાદમાં કેન્સર ચેમ્પિયન્સ, ચિકિત્સકો અને પેશન્ટની સંભાળ રાખનારાઓએ પોતાના અનુભવ શેર કર્યા હતા. જેના કારણે આ કાર્યક્રમ એકતા અને સશક્તિકરણની મજબૂત ભાવના ઉજાગર કરી સમાપ્ત થયો હતો. આ પિકલબોલ ટુર્નામેન્ટની ભવ્ય સફળતા HCG હોસ્પિટલ, રાજકોટની સારા સ્વાસ્થ્ય સાથે સામાજિક જોડાણને પણ પ્રોત્સાહન આપવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. રમતગમતના મનોરંજક કાર્યક્રમ અને પોતાના અનુભવો શેર કરવાના મોકા દ્વારા લોકોને એક સાથે લાવતો આ કાર્યક્રમ જાગૃતિ ફેલાવીને સક્રિય સ્વાસ્થ્ય અને ઉપચારને પ્રોત્સાહન આપવા ઉપરાંત કેન્સર ચેમ્પિયન્સને તેમની સફર દરમિયાન દરેક રીતે સમર્થન આપવા માટેના HCGના સમર્પણને દર્શાવે છે.

Related posts

સોની લાઈવ પર બડા નામ કરેંગેના કલાકારોનાં નામ જાહેરઃ જમીન ખાન અને દીપિકા અમીન પરિવારમાં જોડાયાં

amdavadlive_editor

રાણી ફરી ઊભરી રહી છે! સોની લાઈવ પર મહારાની-4નું ટીઝર રજૂઃ વધુ મજબૂત, કઠોર રાની ભારતી

amdavadlive_editor

હર્બલાઈફ ઈન્ડિયાએ પ્રતિષ્ઠિત આઈઆઈટી મદ્રાસ સીએસઆર એવોર્ડ 2024 જીત્યો

amdavadlive_editor

Leave a Comment