30.6 C
Gujarat
August 22, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

ડેટોલ #DadsCanToo ઝુંબેશ સાથે ઉજવે છે ફાધર્સ ડે, શેર્ડ પેરેન્ટિંગને પ્રોત્સાહન આપે છે

નવા માતાપિતા – ખાસ કરીને પિતાને બેબી કેર માટે આત્મવિશ્વાસ અને વિશ્વસનીય સુરક્ષા સાથે સશક્ત બનાવવા

નેશનલ ૧૩ જૂન ૨૦૨૫: ભારતની અગ્રણી જર્મ પ્રોટેક્શન બ્રાન્ડ^, ડેટોલ, શેર્ડ પેરેન્ટિંગને સેલિબ્રેટ કરવા તેની ખાસ ફાધર્સ ડે ઝુંબેશ, #DadsCanToo શરૂ કરે છે. આ ઝુંબેશનો ઉદ્દેશ નવા બનેલા પિતાઓને ડેટોલ એન્ટિસેપ્ટિક લિક્વિડની વિશ્વસનીય સુરક્ષા સાથે તેમના બાળકો માટે યોગ્ય, સ્વચ્છ વાતાવરણ ઘડવા આત્મવિશ્વાસપૂર્વક આગળ ધપવા પ્રોત્સાહિત કરવાનો છે. આધુનિક પેરેન્ટિંગ એક સહિયારી સફર બની રહ્યું છે, તેમ તેમ ડેટોલ ફક્ત સ્વચ્છતા નિષ્ણાત તરીકે જ નહીં, પરંતુ ઘરે વહેંચાયેલ જવાબદારીને પ્રતિબદ્ધતાપૂર્વક લાગુ કરનાર તરીકે આગળ વધી રહ્યું છે.

માતા-પિતાની ભૂમિકાઓ નવું સ્વરૂપ પામી રહી છે, ત્યારે બાળકની સંભાળની જવાબદારીઓ હજુ પણ મુખ્યત્વે માતાઓ પર આવે છે. જો કે, અહેવાલો સૂચવે છે કે બાળક સંબંધિત ફક્ત 6% કાર્યો માટે માતાઓની ભૌતિક હાજરી જરૂરી બને છે, જ્યારે બાકીના 94% કામો કોઈપણ કરી શકે છે~ – પિતા પણ. ઘણા પિતાઓ તેમાં જોડાવા માગે છે પરંતુ ઘણીવાર રોજિંદી દિનચર્યાઓ માટે તૈયાર ન હોવાનું અનુભવે છે, જે બાળક સાથેના પ્રારંભિક જોડાણને મર્યાદિત કરે છે અને માતાઓ પર દબાણ વધારે છે. યોગ્ય ટેકા અને જાગૃતિ વડે, પિતાઓ પણ તેમના બાળકોના વિકાસમાં સમાન રીતે સક્રિય અને માવજત કરનારી ભૂમિકા ભજવી શકે છે.

ડેટોલનું #DadsCanToo ડિજિટલ કેમ્પેઈન પિતાઓને બાળકોની રોજબરોજ સંભાળ, જેમ કે બાળકના કપડાં ધોવા, ઘરના ભોંયતળિયાને જંતુમુક્ત રાખવું અને ઘરમાં બાળકો માટે જંતુમુક્ત જગ્યાઓ જાળવવા માટે આત્મવિશ્વાસપૂર્ણ અને વ્યવહારુ જ્ઞાન આપીને આ અંતરને ઘટાડવાનો પ્રયાસ કરે છે, જેમાં ડેટોલ એન્ટિસેપ્ટિક લિક્વિડ તેમનું વિશ્વાસુ સાથી છે. આ ઝુંબેશ પરંપરાગત માન્યતાઓને પડકારે છે કારણ કે બાળકની સંભાળના કામોની જવાબદારી કોઈ એક જાતિની જ નથી અને પિતા પણ તેને સમાન રીતે સંભાળી શકે છે. તે વાલીપણાના એક સહિયારા અભિગમને પ્રોત્સાહન આપે છે, જ્યાં બંને ભાગીદારો સક્રિયપણે જોડાય છે અને એકબીજાને ટેકો આપે છે.

રેકિટ – સાઉથ એશિયાના રિજનલ હેલ્થ માર્કેટિંગ ડિરેક્ટર કનિકા કાલરાએ જણાવ્યું હતું કે, “રેકિટ ખાતે, અમે લોકોના જીવન અને જરૂરિયાતોને અમારા દરેક કાર્યના હાર્દમાં રાખીએ છીએ. અમે ગ્રાહકોને વધુ સારી સેવા પૂરી પાડીને તેમના જીવનનું સ્તર ઊંચુ લાવીએ છીએ. #DadsCanToo ઝુંબેશ સાથે, પિતાઓને બાળકની સંભાળમાં – ખાસ કરીને સ્વચ્છતાની જાળવણીમાં, ડેટોલ એન્ટિસેપ્ટિક લિક્વિડના વિશ્વસનીય રક્ષણ દ્વારા સહાયરૂપ થઈને, આત્મવિશ્વાસપૂર્વક જોડાવા માટે સશક્ત બનાવવા સાથે સહિયારા વાલીપણાને પ્રોત્સાહન આપવાનો અમને ગર્વ છે. અમે દૃઢતાપૂર્વક માનીએ છીએ કે વાલીપણું એક ભાગીદારી છે. આ ઝુંબેશ પિતા તરફથી વધુ સમ્મિલિતતાને પ્રોત્સાહિત કરવાનો, માતાઓ પરના દબાણને ઘટાડવાનો અને વધુ સંતુલિત, આત્મવિશ્વાસથી ભરેલા વાલીપણાની દિશામાં સાંસ્કૃતિક પરિવર્તન લાવવાનો અમારો પ્રયાસ છે.”

લીઓ ઇન્ડિયા દ્વારા સંકલ્પિત, આ હૃદયસ્પર્શી ઝુંબેશ ફિલ્મમાં પિતાઓની ખચકાટથી આત્મવિશ્વાસ સુધીની સફર દર્શાવાઈ છે. દિલ્હીના ક્રિએટિવ હેડના ગ્રુપ એક્ઝિક્યુટિવ ક્રિએટિવ ડિરેક્ટર નીતિન પ્રધાને જણાવ્યું હતું કે, “અમે જોયું કે પિતાઓમાં ઉત્સુકતાનો અભાવ નથી હોતો – તેમની પાસે ફક્ત પારંપરિક અનુમતિઓનો અભાવ હતો. આ ઝુંબેશ તેમને મદદરૂપ થવાનો આત્મવિશ્વાસ પૂરો પાડે છે. તે માતાઓને બદલવા વિશે નથી, તે તેમને સાથે આપવા વિશે છે. પિતા વહેલાતકે જોડાય છે, ત્યારે માતાઓનો થાક ઉતરે છે અને તે જ તો સંતુલન છે. તે સહિયારું માતાપિતૃત્વ છે. પ્રામાણિકપણે, અમે કોઈ નવા પ્રકારના પિતાની શોધ કરી રહ્યા નથી – અમે ફક્ત ઉડવાની રાહ જોઈ રહેલા લોકો પર પ્રકાશ પાડી રહ્યા છીએ.”

#DadsCanToo ઝુંબેશ સ્વચ્છતાથી પણ આગળ વધે છે, અને પિતાને આત્મવિશ્વાસ અને સંભાળ બંનેથી સજ્જ કરીને વાલીપણામાં સમાનતાને ટેકો આપે છે. આ ફાધર્સ ડે પર, ડેટોલ પિતાઓને સેલિબ્રેટ કરે છે, માત્ર તેઓ જે કરે છે તેના માટે જ નહીં, પરંતુ તેઓ જે કરી શકે છે તેના માટે પણ- અને તેઓ કરે છે આત્મવિશ્વાસપૂર્વક, સમાન રીતે અને પૂરા દિલથી.

કેમ્પેઈન ફિલ્મની લિંક: https://youtu.be/K0vngm5AGoY?si=UlLD0zlQX8vVHLmi

Related posts

ફાઇન એસર્સે અમદાવાદમાં નવી ઓફિસ સાથે ગુજરાતની હાજરી મજબૂત બનાવી, વર્ષના અંત સુધીમાં ₹25 કરોડના વ્યવસાયનું લક્ષ્ય રાખ્યું

amdavadlive_editor

શ્રી સ્વામિનારાયણ મંદિર, જેતલપુર ધામને ગ્લોબલ એક્સેલન્સ બુક ઓફ રેકોર્ડ્સ – ઇન્ડિયા દ્વારા પાણી સંરક્ષણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે એક વિશિષ્ટ રેકોર્ડ માટે સન્માનિત કરવામાં આવ્યું

amdavadlive_editor

વધુ સ્ટાઇલ, વધુ વિશિષ્ટતા: Škoda Auto India એ Slavia Monte Carlo ના કલર પેલેટનો વિસ્તાર કર્યો

amdavadlive_editor

Leave a Comment