November 4, 2026
Amdavad Live
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

આગળ વધતા: સ્કોડા ઓટો એ ભારતમાં વિકાસ યોજનાને મજબૂત બનાવવા માટે રોડમેપ તૈયાર કર્યો

2025નું વર્ષ સ્કોડા ઓટો ઇન્ડિયા માટે ‘સૌથી મોટું વર્ષ’ બનશે

  • એક મજબૂત, ભવિષ્ય માટે તૈયાર બ્રાન્ડ બનાવવી અને ગ્રાહકોની નજીક આવવું
  • સંપૂર્ણ ઉત્પાદન પોર્ટફોલિયો સાથે ગ્રાહક કેન્દ્રિતતા વધારવી
  • ઝડપી નેટવર્ક વિસ્તરણ સાથે પહોંચ વધારવી
  • બેજોડ માલિકી અનુભવ સુનિશ્ચિત કરવા માટે નવી પહેલ કરવી

સ્કોડા ઓટો માટે 2025નું વર્ષ વૈશ્વિક સ્તરે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે ભારતમાં 130 વર્ષના સમૃદ્ધ ઇતિહાસ અને 25 રોમાંચક વર્ષોની ઉજવણી કરશે. ગ્રાહકોની નજીક જવાની વ્યૂહરચના પર કામ કરતા, સ્કોડા ઓટો ઇન્ડિયાએ ભારતીય બજારમાં વેગ લાવવા માટે અનેક મુખ્ય બ્રાન્ડ, ઉત્પાદન, નેટવર્ક અને ગ્રાહક-કેન્દ્રિત પહેલોની રૂપરેખા તૈયાર કરી છે.

આ પ્રસંગ પર બોલતા, સ્કોડા ઓટો ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર આશિષ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “યુરોપની બહાર સ્કોડા ઓટો માટે ભારત સૌથી મહત્વપૂર્ણ વૃદ્ધિ ધરાવતું માર્કેટ છે. અમે આ હેતુની મજબૂતાઈ, દ્રષ્ટિની સ્પષ્ટતા અને અમલીકરણની ચોક્સાઇ સાથે મજબૂત, ભવિષ્ય માટે બ્રાન્ડ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અમારી પ્રોડક્ટ આક્રમક વ્યૂહરચના ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો અને આકાંક્ષાઓ સાથે સુસંગત છે, જે અમારી વૃદ્ધિની સફરને વેગ આપે છે. અમે ગ્રાહકોની નજીક આવી રહ્યા છીએ, વ્યૂહાત્મક રીતે અમારા નેટવર્કનું વિસ્તરણ કરી રહ્યા છીએ અને ગુણવત્તા, સલામતી અને મૂલ્યના અમારા વારસાને મજબૂત બનાવી રહ્યા છીએ. અમારી તમામ વ્યવસાયિક આવશ્યકતાઓમાં ગતિ સાથે, 2025 એ વર્ષ હશે જ્યારે અમે બ્રાન્ડને નોંધપાત્ર રીતે મજબૂત કરીશું અને ભારતમાં આગળ વધીશું.”

પ્રોડક્ટ ઓફેન્સિવ
સ્કોડા ઓટો ઇન્ડિયાની પ્રોડક્ટ ઓફેન્સિવ વ્યૂહરચનામાં ‘બધા માટે SUV’ અને તેની સેડાન વારસાને આગળ વધારવાનો સમાવેશ થાય છે. કાઇલાક, કુશાક અને કોડિયાકની સાથે દરેક SUVની આકાંક્ષા અને પ્રાઇસ પોઇન્ટને પૂર્ણ કરવાની સાથે સ્કોડા ઓટો ઇન્ડિયા સ્લાવિયા અને ટૂંક સમયમાં લોન્ચ થનારી ‘ગ્લોબલ આઇકોન’ દ્વારા સંચાલિત તેનe સેડાન વારસાનું નિર્માણ પણ કરશે.

નવા બજારોમાં વિસ્તરણ
સ્કોડા ઓટો ઇન્ડિયા ટીયર II અને ટીયર III બજારોમાં વિસ્તરણ કરવાના તેના વિઝન પર કામ કરી રહી છે. આજે 165થી વધુ શહેરોમાંથી બ્રાન્ડ આ વર્ષે 200થી વધુ શહેરોમાં પોતાની ઉપસ્થિતિનું લક્ષ્ય ધરાવે છે. કંપની 2021માં 120 કસ્ટમર ટચપોઇન્ટથી વધીને આજે 290 સુધી પહોંચી ગઇ છે અને 2025ના અંત સુધીમાં 350 ટચપોઇન્ટ સુધી પહોંચવાનો લક્ષ્યાંક ધરાવે છે.

નવી વ્યવસાયિક તકોની શોધ
સ્કોડા ઓટો ઇન્ડિયાનો સ્પષ્ટ ઇરાદો તેના પ્રમાણિત પ્રી-ઑન્ડ વ્યવસાય જેવાકે વ્યવસાયિક પૂરકને વધુ મજબૂત બનાવવાનો છે જેથી કરીને તેનો મજબૂત વિકાસ થઇ શકે. જ્યારે તે પહેલાથી જ સરકારી એજન્સીઓ અને અન્ય મોટી સર્વિસ આપે છે ત્યારે બ્રાન્ડ આ રૂટ્સથી વધુ વૃદ્ધિ મેળવવા તેમજ કોર્પોરેટ અને ગ્રામીણ ચેનલોને વધારવા માટે નવી કાર્યવાહી પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ગ્રાહક અનુભવ વધારવો
ગ્રાહક ટચ પોઇન્ટની સંખ્યા વધારવાની સાથે સ્કોડા ઓટો ઇન્ડિયા વફાદારી વધારીને અને વિશ્વાસ બનાવીને ખરીદી અને માલિકીના અનુભવની ગુણવત્તા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેની બધી કારમાં સ્કોડા સુપરકેર માપદંડ તરીકે હોવાથી બ્રાન્ડ હવે ખાતરી કરે છે કે ગ્રાહક નિયમિત સર્વિસ માટે માત્ર માલિકીના બીજા વર્ષના અંતમાં કે પછી 30,000 કિલોમીટર પૂરા કર્યા બાદ (જે પણ પહેલાં હોય તે) જ ચૂકવણી કરે. વોરંટી પેકેજો અને અન્ય સર્વિસ ઓફરો પણ છે, જે સ્કોડા કારના માલિક હોવા દરમ્યાન સંપૂર્ણ માનસિક શાંતિ સુનિશ્ચિત કરે છે.

*****

Related posts

બજાજ જનરલ ઇન્શ્યોરન્સે ‘NRInsure’ લૉન્ચ કર્યું, જે એનઆરઆઇ માટે 35% પ્રીમિયમ ડિસ્કાઉન્ટ ઑફર કરે છે

amdavadlive_editor

કાફે અકાસા દ્વારા નવા ઇનફ્લાઇટ મેનુનો પ્રારંભ – રિફ્રેશ સ્વાદ, અનોખી રસોઈની વાનગીઓ અને દરેક પ્રવાસી માટે રચાયેલી પસંદગીઓ સામેલ કરવામાં આવી

amdavadlive_editor

મહુવા, મુંબઈ અને અન્યત્ર અકાળે મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

amdavadlive_editor

Leave a Comment