કોલકાતાની અભિપ્રિયા ચક્રવર્તીએ ગાયનમાં અને ધ ટ્રેન્ડ ફ્રોમ ઇટાનગરમાં નૃત્ય શ્રેણીમાં તાજ પહેરાવ્યો
નવી દિલ્હી 24 નવેમ્બર 2024: LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (“LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા”), કોરિયન કલ્ચરલ સેન્ટર ઇન્ડિયા (KCC)ના સહયોગથી, ઓલ-ઇન્ડિયા K-POP કોન્ટેસ્ટ 2024ની ત્રીજી આવૃત્તિનું ભારે ઝાકઝમાળ અને ઉત્સાહથી છલકાવી દેનારી ગ્રાન્ડ ફાઇનલ સાથે સમાપન થયું હતું જેમાં અસાધારણ પ્રતિભાવાન સહભાગીઓ અને ભારત તેમજ કોરિયા વચ્ચેના સમૃદ્ધ સાંસ્કૃતિક જોડાણની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઇવનિંગ કાર્યક્રમમાં વૈશ્વિક સ્તરે પ્રશંસા પામેલા K-POP બેન્ડ LUN8 દ્વારા અવિસ્મરણીય પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું જે તેનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું. પોતાની ડાયનેમિક કોરિયોગ્રાફી અને ઊર્જાથી ઉત્સાહિત કરવા માટે જાણીતા LUN8 એ ચાર્ટમાં ટોચે હોય તેવા મ્યૂઝિક રજૂ કરતા પ્રેક્ષકોએ ઉત્સાહમાં ચિચિયારીઓ બોલાવી હતી અને ડાન્સ કર્યો હતો જેથી આ ઇવેન્ટ ચાહકો માટે એક ઓતપ્રોત કરી દેનારો K-POP અનુભવ બની હતી.
રોમાંચક સમાપનમાં, કોલકાતાની અભિપ્રિયા ચક્રવર્તી ગાયન શ્રેણીમાં વિજેતા બની હતી, જ્યારે ઇટાનગરના ધ ટ્રેન્ડએ નૃત્ય શ્રેણીમાં ખિતાબ જીત્યો હતો. આ પ્રતિભાશાળી સ્ટાર્સે છેવટના પુરસ્કાર તરીકે તમામ ખર્ચ-ચૂકવણી સાથે કોરિયાનો પ્રવાસ જીત્યો હતો, જેમાં તેઓ K-POP ઉદ્યોગના હાર્દપૂર્ણ બાબતો એક્સપ્લોર કરશે અને તેમની વાઇબ્રન્ટ સંસ્કૃતિમાં તલ્લીન થશે.
LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી હોંગ જુ જિયોને જણાવ્યું હતું કે, “ઓલ ઇન્ડિયા K-POP કોન્ટેસ્ટ 2024ની ગ્રાન્ડ ફિનાલેમાં પ્રતિભા, જુસ્સા અને સમર્પણનું અસાધારણ પ્રદર્શન જોવા મળ્યું છે. દરેક સહભાગી આ પ્લેટફોર્મ પર કંઈક અનોખું લાવ્યા છે અને તેમના પરફોર્મન્સે ખરેખર K-POPની ભાવનાને કૅપ્ચર કરી છે હું ધ ટ્રેન્ડ અને અભિપ્રિયા ચક્રવર્તીને તેમની નોંધપાત્ર સિદ્ધિઓ બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. તેમની મહેનત અને સર્જનાત્મકતા ખરેખર પ્રેરણાદાયક છે. LG ખાતે, પ્રતિભાવાન યુવાનો અને યુવતીઓને સમર્થન આપવા અને ભારત અને કોરિયા વચ્ચેના સાંસ્કૃતિક જોડાણની ઉજવણી કરવામાં અમે ગૌરવ અનુભવીએ છીએ. આ ઇવેન્ટ આપણા યુવાનોની અસિમિત ક્ષમતા અને સંગીત તેમજ ડાન્સની સંયુક્ત શક્તિનો પુરાવો છે.”
ભારતમાં કોરિયન કલ્ચરલ સેન્ટરના નિર્દેશક હ્વાંગ ઇલ યોંગે તેમનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “ભારતીય ચાહકોના ઉત્સાહપૂર્ણ સમર્થન બદલ આભાર, કે-પોપે જબરદસ્ત પ્રેમ મેળવ્યો છે, જે અમને આ ગ્રાન્ડ ફિનાલે તરફ દોરી ગયો છે. અમે આવતા વર્ષે અમારા ભારતીય ચાહકો માટે વધુ અદભૂત મંચ સાથે પાછા ફરવા માટે આતુર છીએ.”
વિજેતાઓની પસંદગી ન્યાયાધીશોની પ્રતિષ્ઠિત પેનલ દ્વારા કરવામાં આવી હતી, જેમાં શ્રી કિમ વૂક,
W KOREAના CEO કન્ટેન્ટ ક્રિએટિવ કંપની, શ્રી પાર્ક બોંગ-યંગ, વન મિલિયન ડાન્સ સ્ટુડિયોના કોરિયોગ્રાફર, શ્રી ગૂ તાઈ ક્યુંગ, કેપીઓપી ડાન્સ યુટ્યુબર, શ્રી કિમ જિન સૂ, ફેન્ટાજિયો એન્ટરટેઇનમેન્ટ ટીમના વડા, જેમણે સહભાગીઓને તેમની કલાત્મક પ્રતિભા અને સમર્પણ માટે પ્રશંસા કરી હતી.
ઓલ ઇન્ડિયા K-POP હરીફાઈ જેવી પહેલનું આયોજન કરીને LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા એક બ્રાન્ડ તરીકે પોતાની સ્થિતિ સ્થાપિત કરી રહી છે જે જનરેશન ઝેડ સાથે અનુરૂપ છે. K-POP જેવી વૈશ્વિક સાંસ્કૃતિક ઇવેન્ટને સ્વ-અભિવ્યક્તિ માટે અર્થપૂર્ણ પ્લેટફોર્મ સાથે સંયોજિત કરીને LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા સતત યુવાનો સાથે સંલગ્નતા, એકબીજા સાથે જોડાણ અને સુસંગતતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનું સુનિશ્ચિત કરે છે.
આ વર્ષની હરીફાઈએ ભારતમાં K-POPની સતત વધતી જતી લોકપ્રિયતાને વધુ મજબૂત બનાવી છે, જે સંસ્કૃતિને જોડવા માટે સંગીત અને ડાન્સની તાકાત બતાવે છે. મહત્વાકાંક્ષી પ્રતિભાવાન લોકોને એક પ્લેટફોર્મ પૂરું પાડીને LG ઇલેક્ટ્રોનિક્સસ અને KCC એ બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપીને યુવાનોને પ્રેરણા આપવાનું અને તેમનો ઉત્કર્ષ કરવાનું ચાલુ રાખે છે.
ઓલ ઇન્ડિયા K-POP કોન્ટેસ્ટ 2024 ની શાનદાર સફળતાએ આવનારા વર્ષોમાં વધુ ઉત્તેજના ફેલાવવા માટે સ્ટેજ સેટ કર્યું છે, જેના કારણે ચાહકો આ અસાધારણ ઉજવણીની આગામી આવૃત્તિની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.