18.7 C
Gujarat
November 23, 2024
Amdavad Live
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી Z Fold 6 અને Z Flip 6 પર સૌથી મોટી ફેસ્ટિવ ઓફર્સ જાહેર

સેમસંગની છઠ્ઠી પેઢીના ફોલ્ડેબલ્સ ખરીદી કરનારા ગ્રાહકોને ફક્ત રૂ. 999માં રૂ. 14,999 સુધી મૂલ્યનું ગેલેક્સીZ એશ્યોરન્સ મળશે

ગુરુગ્રામ, ભારત 29 ઓક્ટોબર 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેના અત્યંત લોકપ્રિય છઠ્ઠી પેઢીના ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ ગેલેક્સી Z Fold6 અને ગેલેક્સી Z Flip6 પર આકર્ષક મર્યાદિત સમયની ઓફરોની ઘોષણા કરવામાં આવી છે.

આજથી આરંભ કરતાં ગેલેક્સી Z Fold6 ખરીદી કરનારા ગ્રાહકોને 24 મહિનાના નો- કોસ્ટ ઈએમઆઈ સાથે તે રૂ. 1,44,999 જેટલી ઓછી કિંમતે મળશે. આ જ રીતે ગેલેક્સી Z Flip6 ખરીદી કરનારા ગ્રાહકોને મર્યાદિત સમયગાળાની ફેસ્ટિવ ઓફરના ભાગરૂપે 24 મહિનાના નો-કોસ્ટ ઈએમઆઈ સાથે ફક્ત રૂ. 89,999માં ડિવાઈસ મળશે. ગેલેક્સી Z Fold6ની કિંમત રૂ. 1,64,999થી શરૂ થાય છે અને ગેલેક્સી Z Flip6ની કિંમત રૂ. 1,09,999થી શરૂ થાય છે. ગ્રાહકો બહેતર એફોર્ડેબિલિટી ચાહતા હોય તેઓ ગેલેક્સી Z Flip6 માટે રૂ. 2500 અને ગેલેક્સી Z Fold6 માટે રૂ. 4028 જેટલી ઓછી રકમથી શરૂઆત કરતાં સુવિધાજનક ઈએમઆઈ વિકલ્પોનો લાભ લઈ શકશે.

ઉપરાંત ગેલેક્સી Z Fold6 અથવા ગેલેક્સી Z Flip6 ખરીદી કરનારા ગ્રાહકોને મર્યાદિત સમયગાળા માટે ફક્ત રૂ. 999માં ગેલેક્સી Z એશ્યોરન્સ મળશે. ગેલેક્સી Z એશ્યોરન્સ પ્રોગ્રામ સંપૂર્ણ ડિવાઈસનું રક્ષણ પૂરું પાડે છે, જેની મૂળ કિંમત ગેલેક્સી Z Fold6 માટે રૂ. 14,999 અને ગેલેક્સી Z Flip6 માટે રૂ. 9999 છે. Z એશ્યોરન્સ પ્રોગ્રામ હેઠળ ગ્રાહકો હવે વર્ષમાં બે દાવા કરી શકે છે.

ગેલેક્સી Z Flip6 અને ગેલેક્સી Z Fold6 આજ સુધીના સૌથી સ્લિમ અને હલકા ગેલેક્સી Z સિરીઝ ડિવાઈસીસ છે અને સીધી ધાર સાથે ઉત્તમ સિમેટ્રિકલ ડિઝાઈન સાથે આવે છે. ગેલેક્સી Z સિરીઝ બહેતર આર્મર એલ્યુમિનિયમ અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટુસ 2 સાથે પણ સુસજ્જ છે, જે તેને આજ સુધીની સૌથી ટકાઉ ગેલેક્સી Z સિરીઝ બનાવે છે. ગેલેક્સી Z Fold6 અને Flip6 સ્નેપડ્રેગન ® 8 Gen 3 મોબાઈલ પ્લેટફોર્મ સાથે આવે છે, જે ગેલેક્સી માટે અત્યાધુનિક સ્નેપડ્રેગન મોબાઈલ પ્રોસેસરમાંથી એક છે, જે કક્ષામાં અવ્વલ CPU, GPU અને NPU પરફોર્મન્સને જોડે છે. પ્રોસેસર AI પ્રોસેસિંગ માટે ઓપ્ટિમાઈઝ્ડ છે અને સુધારિત એકંદર કામગીરી સાથે બહેતર ગ્રાફિક્સ ઓફર કરે છે.

ગેલેક્સી Z Fold6 શ્રેણીબદ્ધ AI-પાવર્ડ ફીચર્સ અને ટૂલ્સ, જેમ કે, નોટ આસિસ્ટ, કમ્પોઝર, સ્કેચ ટુ ઈમેજ, ઈન્ટરપ્રીટર, ફોટો આસિસ્ટ અને ઈન્સ્ટન્ટ સ્લો-મો ઓફર કરે છે, જે લાર્જ સ્ક્રીન મહત્તમ બનાવે છે અને તમારી ઉત્પાદકતા નોંધપાત્ર રીતે બહેતર બનાવે છે. ગેલેક્સી Z Fold6 હવે લાંબાં ગેમિંગ સત્રો માટે 1.6x લાર્જર વેપર ચેમ્બર સાથે આવે છે અને રે ટ્રેસિંગ તેના 7.6 ઊંચ સ્ક્રીન પર લાઈફ-લાઈક ગ્રાફિક્સને સપોર્ટ કરે છે, જે વધુ રોમાંચક ગેમિંગ પ્રદાન કરવા 2600 nits સુધી બ્રાઈટર ડિસ્પ્લે પ્રદાન કરે છે.

ગેલેક્સી Z Flip6 શ્રેણીબદ્ધ નવા કસ્ટમાઈઝેશન અને ક્રિયેટિવિટી ફીચર્સ ઓફર કરે છે, જેથી ઉપભોક્તાઓ દરેક અવસરનો મહત્તમ લાભ લઈ શકે છે. 3.4- ઈંચ સુપર AMOLED ફ્લેક્સ વિંડો સાથે ગ્રાહકો ડિવાઈસ ઓપન કરવાની જરૂર વિના AI-આસિસ્ટેડ ફંકશન્સનો ઉપયોગ કરી શકે છે. ઉપભોક્તાઓ અનુકૂળ તૈયાર પ્રતિસાદ સૂચવવા માટે તેમના નવીનતમ મેસેજીસનું વિશ્લેષણ કરી શકે છે.

ફ્લેક્સકેમ હવે સબ્જેક્ટને શોધીને અને કોઈ પણ જરૂરી સમાયોજન કરવા પૂર્વે ઈન અને આઉટ ઝૂમ કરીને શોટ્સ માટે ઉત્તમ ફ્રેમિંગ કમ્પોઝ કરવા નવા ઓટો ઝૂમ સાથે આવે છે. નવાં 50MP વાઈડ અને 12MP અલ્ટ્રા-વાઈડ સેન્સર્સ પિક્ચર્સમાં સ્પષ્ટ અને બારીકાઈભરી વિગતો સાથે અપગ્રેડેડ કેમેરા અનુભવ પૂરો પાડે છે. ગેલેક્સી Z Flip6 હવે બહેતર બેટરી આયુષ્ય સાથે આવે છે અને પહેલી વાર વેપર ચેમ્બર મળે છે.

એન્ડ-ટુ-એન્ડ હાર્ડવેર સાથે નિર્બળતાઓ સામે, અસલ સમયના ખતરાને શોધી કાઢવું અને એકત્રિત રક્ષણ અને મહત્ત્વપૂર્ણ માહિતીની સુરક્ષા માટે નિર્મિત સેમસંગ ગેલેક્સીનું ડિફેન્સ- ગ્રેડ, મલ્ટી-લેયર સિક્યુરિટી પ્લેટફોર્મ સેમસંગ નોક્સ ગેલેક્સી Z Fold6 અને Z Flip6ને સંરક્ષિત રાખે છે.

ગેલેક્સી Z Fold6 ત્રણ અદભુત રંગોમાં મળશે, જેમાં સિલ્વર શેડો, નેવી બ્લુ અને પિંકનો સમાવેશ થાય છે, જ્યારે ગેલેકી Z Flip6 સિલ્વર શેડો, મિંટ અને બ્લુમાં મળશે. બંને ડિવાઈસીસ સર્વ અગ્રણી ઓનલાઈન અને ઓફફલાઈન રિટેઈલ સ્ટોર્સમાં મળી શકશે.

Related posts

ભારતમાં પ્રથમ વખત, તાત્યાના નવકાનો વર્લ્ડ ક્લાસ આઈસ શો ‘શેહેરાઝાદે’ અમદાવાદના EKA એરેના ખાતે પહોંચ્યો

amdavadlive_editor

વરિવો મોટર એ હાઇ સ્પીડ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો

amdavadlive_editor

ઇન્ડીયા -આશિયાન ટ્રેડ કાઉન્સીલનું અમદાવાદમાં કાર્યાલય શરૂ, વેપાર ધંધા માટે ખુબજ લાભદાયી

amdavadlive_editor

Leave a Comment