20.2 C
Gujarat
November 23, 2024
Amdavad Live
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અભય પ્રભાવના મ્યુઝિયમનો પુણેમાં શુભારંભઃ જૈન પરંપરાના માધ્યમથી ભારતીય મૂલ્યોને શ્રદ્ધાંજલિ

જૈન દર્શનશાસ્ત્ર અને ભારતીય વારસાને સમર્પિત અભય પ્રભાવના મ્યુઝિયમનું સત્તાવાર રીતે ઉદઘાટન કરવામાં આવ્યું છે કે જે સંભવતઃ સૌથી મોટું “મ્યુઝિયમ ઓફ આઇડિયાઝ” છે. મ્યુઝિયમના સંસ્થાપક અને અમર પ્રેરણા ટ્રસ્ટના ચેરમેન અભય ફિરોડિયા દ્વારા સ્થાપિત આ મ્યુઝિયમ ભારતના આધ્યાત્મિક વારસાની જાળવણી અને પ્રોત્સાહન આપવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત મહાનુભાવો, સાંસ્કૃતિક સ્કોલર્સ તથા લીડર્સ ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓ મ્યુઝિમના મીશનઃ જૈન મૂલ્યો વિશે ગાઢ સમજણ પેદા કરવી, ભારતીય મૂલ્ય પ્રણાલી અને તેના મહત્વપૂર્ણ પ્રભાવ તથા સમકાલીન સમાજમાં તેની પ્રાસંગિકતાની ઉજવણી કરવા એકત્ર થયાં હતાં.

આ ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી, કેન્દ્રીય મંત્રી અને ગ્વાલિયરના મહારાજા મહામહિમ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

હેગ સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના જસ્ટિસ દલવીર ભંડારીએ સમારોહની અધ્યક્ષતા કરી હતી. મેવાડના મહામહિમ મહારાજા કુમાર લક્ષ્યરાજ સિંહ, BMVSSના સ્થાપક પદ્મ ભૂષણ ડી આર મહેતા અને ગાંધીવાદી નેતા પદ્મ ભૂષણ અન્ના હજાર મુખ્ય અતિથિઓ હતા. ભારત સરકારના પર્યાવરણ અને વન રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રીમતી મેનકા ગાંધી પણ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં પદ્મ શ્રી ગુરુદેવશ્રી રાકેશજી (ધરમપુર), પદ્મ શ્રી આચાર્ય ચંદનાજી મહારાજ (વીરાયતન) અને પવિત્ર દલાઈ લામાનું પ્રતિનિધિત્વ કરતા પરમ પવિત્ર સિલિંગ ટોંગખોર રિનપોચે તરફથી આધ્યાત્મિક આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.

ઇન્દ્રાયણી નદીના સુંદર કિનારે સ્થિત અભય પ્રભાવના મ્યુઝિયમ 3.5 લાખ ચોરસફૂટમાં એર-કન્ડિશન્ડ વિસ્તારમાં ફેલાયેલું છે, જે મુલાકાતીઓને જૈન ધર્મની શિક્ષાઓના માધ્યમથી ગહન ભારતીય મૂલ્યોને સમજવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. કાળજીપૂર્વક ડિઝાઇન કરાયેલી 30 ગેલેરી, 350થી વધુ વિશેષ આર્ટિફેક્ટ્સ સામાજિક સ્તર ઉપર સુરક્ષા, સલામતી, ઉત્પાદકતા, સમૃદ્ધિ અને વ્યક્તિગત સ્તરે કરૂણા, મુક્ત વિચારો અને નૈતિક જીવનના જૈન મૂલ્યોનો સાર દર્શાવે છે. 50 એકર (20 હેક્ટર) જમીન ઉપર સ્થિત આ મ્યુઝિયમ હાઇ-ટેક ઓડિયો-વિઝ્યુઅલ, એનિમેશન, વર્ચ્યુઅલ રિયલિટી, અદભૂત એક્સપિરિયન્સ, ઇન્ટરેક્ટિવ સિસ્ટમ અને વિશેષરીતે નિર્મિત 350થી વધુ કલાકૃતિઓ, મૂર્તિઓ અને ભવ્ય પ્રતિકૃતિઓ ધરાવે છે, જે ઉત્કૃષ્ટ દાર્શનિક અને આધ્યાત્મિક વિચારોને આધુનિક અને સરળ પ્રકારે સમજાવે છે. આ મ્યુઝિયમમાં 35 પ્રોજેક્ટ, 675 ઓડિયો સ્પીકર, 230 એલઇડી ટીવી/કિયોસ્ક, 8000 લાઇટિંગ ફિક્સચર્સ, 650 ટન એચવીએડી લોડ, 5 કિમીથી વધુ એચવીએસી ડક્ટિંગ અને લગભગ 2 એમવીએનું ઇલેક્ટ્રિકલ ડિમાન્ડ લોડ છે. મ્યુઝિયમનો શાંત માહોલ અને ઇનોવેટિવ ટેક્નોલોજી સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ અનુભવ પ્રદાન કરતાં ભારતના સાંસ્કૃતિક વારસાનું સન્માન કરે છે.

આ મ્યુઝિયમની પ્રેરણા વિશે વાત કરતાં અભય ફિરોડિયાએ જણાવ્યું હતું કે, અભય પ્રભાવના શ્રમણ અ જૈન પરંપરાના ગહન મૂલ્યોને એક શ્રદ્ધાંજલિ છે, જે સદીઓથી ભારતના નૈતિક અને સાંસ્કૃતિક લોકાચારનું મૂળ છે. આ મ્યુઝિયમ શિક્ષા, ઉદ્યમ અને નૈતિકતાના સિદ્ધાંતને દર્શાવે છે, જે માત્ર દર્શનશાસ્ત્ર જ નહીં, પરંતુ વાસ્તિક સામાજિક મૂલ્યના સ્વરૂપે વ્યક્તિઓને એક સંતુલિત અને ઉદ્દેશ્યપૂર્ણ જીવન માટે માર્ગદર્શન આપે છે. અમને આશા છે કે આ કેન્દ્ર લોકોને જૈન ધર્મના માધ્યમથી લોકોને ભારતીય સભ્યતાના દસ આદર્શો સમજવા અને તેની સાથે જોડાવા પ્રેરિત કરશે.

Asi : Tools and weapons
Masi : Ink and communication
Kasi : agriculture and animal husbandry
Vanijya : Trade and commerce
Shilp : Professional skills
Vidya : Knowledge (mathematics, Cosmology, Medical sciences)
Ahimsa : Non-violence and non-injury through thought, speech and actions
Aparigrah : Non-possessiveness
Anekantvad : Non-absolutism of truth, Acceptance of others’ viewpoints as equally valid
Kshama : Seeking and offering forgiveness

આ વિચારોનું મૂળ “પન્ના સમિખયે ધમ્મમ” ના જૈન સિદ્ધાંતમાં છે, જે સત્યને સમજવામાં ઉદ્દેશ્યપૂર્ણ શોધ અને વ્યક્તિગત વિશ્વાસને આમંત્રિત કરે છે.

પુણેની ઐતિહાસિક ભૂમિમાં પ્રાચીન 2200 વર્ષ જૂની પાલે જૈન ગુફાઓ પાસે સ્થિત અભય પ્રભાવના મ્યુઝિયમ વૈશ્વિક સાંસ્કૃતિક સીમાચિહ્ન બનવા માટે સજ્જ છે, જે દરરોજ 2,000થી વધુ મુલાકાતીઓનું સ્વાગત કરે છે. ચિંતન અને પ્રેરણાનું સ્થાન પ્રદાન કરીને તે જૈન ધર્મ પ્રદાન કરાતા કાલાતીત બુદ્ધિ અને સાર્વત્રિક મૂલ્યોનો અનુભવ કરવા તમામ વય અને પૃષ્ઠભૂમિની વ્યક્તિઓને આમંત્રણ આપે છે. આ મ્યુઝિયમ પુણેને સાંસ્કૃતિક સંશોધનના કેન્દ્ર તરીકે ચિહ્નિત કરે છે તેમજ આધ્યાત્મિક અને નૈતિક શિક્ષણના દીવાદાંડી તરીકે વૈશ્વિક લેન્ડસ્કેપમાં તેનું સ્થાન મજબૂત કરે છે.

અભય ફિરોડિયાના નેતૃત્વ હેઠળ અમર પ્રેરણા ટ્રસ્ટ ભારતના વારસાને જાળવવા અને શિક્ષણ અને આરોગ્ય સંભાળને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. અભય પ્રભાવના મ્યુઝિયમ દ્વારા, ટ્રસ્ટ એક પ્લેટફોર્મની કલ્પના કરે છે જે માત્ર ભારતની નૈતિક પરંપરાઓનું સન્માન કરવાની સાથે-સાથે ભાવિ પેઢીઓને તેમના પોતાના જીવનમાં આ મૂલ્યોને સ્વીકારવા માટે પ્રેરિત કરે છે.

Related posts

મોબિક્વિક દ્વારા ડેલી ગોલ્ડ સેવિંગ્સ પ્લાન રજૂ કરાયો

amdavadlive_editor

પ્રધાનમંત્રીશ્રીનરેન્દ્રમોદીનાનેતૃત્વહેઠળ, KVIC એ એક નવો રેકોર્ડ બનાવ્યો

amdavadlive_editor

એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024 એ સૌથી વધુ ગ્રાહકોની મુલાકાતો, નવા લોન્ચ અને વિક્રેતાઓની સફળતા સાથે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા !

amdavadlive_editor

Leave a Comment