20.2 C
Gujarat
November 23, 2024
Amdavad Live
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મૂર્તિ વિસર્જન દરમિયાન માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

ગત દિવસોમાં પ્રાપ્ત માહિતી અનુસાર ઠેરઠેર ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલ પાટણ નજીક સરસ્વતી નદીના પ્રવાહમાં ચાર લોકોનાં ડૂબી જતાં મોત નિપજયા હતા. એક અન્ય ઘટનામાં ગઈકાલે ગાંધીનગર ખાતે દેહગામમાં મેશ્વો નદીના પ્રવાહમાં ૧૦ લોકો ડૂબી ગયા હતા જે પૈકી ૮ના મૃતદેહો મેળવવામાં આવ્યા છે અને બેની શોધખોળ કરવામાં આવી રહી છે. 

મૂર્તિ વિસર્જન દરમિયાન પાણીમાં ડૂબી જતાં કુલ મળીને ૧૪ લોકોનાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે અને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૧૦,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. કલોલમાં રહેતા રામ કથાના શ્રોતાઓ દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

મેટા AI હવે બહુભાષી,વધુ ક્રિયાત્મક અને વધુ સ્માર્ટ બન્યું

amdavadlive_editor

વરિવો મોટર એ હાઇ સ્પીડ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો

amdavadlive_editor

સેમસંગ ઈનોવેશન કેમ્પસના 400 વિદ્યાર્થીઓ ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી ખાતે ફ્યુચર-ટેક સ્કિલ્સમાં સર્ટિફાઈડ થયા

amdavadlive_editor

Leave a Comment