November 16, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

તળ સાથે જોડાયેલાં ચાર ચરિત્રો ડાકોર પંથકનો સ્વસ્તિક છે.

ભજન જ સાધુનો ભૈરવ છે.

બીજાઓનું શુભ,કલ્યાણ અને મંગળ વિચારો એ જ ભજન છે.

મનસુખ માસ્તરનાં ચરિત્રએ ડાકોરનાં ઠાકોરનાં બંધ દરવાજા ખોલી આપ્યાં.

માનસનાં શિવચરિત્રમાં દ્વાદશ જ્યોતિ દેખાય છે.

 

આધ્યાત્મિક અને ઐતિહાસિક કથાયાત્રા સોમવાર ત્રીજા દિવસે કાળિયા ઠાકોરની ભૂમિ-ડાકોરનાં લક્ષ્મી પાર્ટી પ્લોટ ખાતે આવી પહોંચી ત્યારે બધાને પ્રણામ કરી જૂની સ્મૃતિઓ સ્મરણમાં લેતા કહ્યું કે એ વખતે બહુ શરૂઆતની કથામાં દક્ષિણાનો સ્વીકાર કરતો, કારણ કે જરૂરિયાત હતી.આણંદના અધ્યાપિકા, વલસાડ પાસેનાં કાકેડીનાં ઇન્દિરા બહેન પટેલ દ્વારા એક કથા થઈ.પહેલી વખત દક્ષિણામાં ₹ ૧૦૦૦નો ચેક મળેલો.

પુનિત આશ્રમ,પુનિત પરિવાર તેમજ કબીર પરંપરાનાં સંત સાથેના પ્રસંગને યાદ કરીને યુવા શ્રોતાઓને વિનય કર્યો કે તુલસીદાસજીની પત્રિકાનું પઠન કરજો આપનામાં વિનય આવશે તુલસીજી ત્યાં લખે છે:

संसय-समिध अगिनि छमा ममता बलि देहु

जिन्ह यहि भांति भजन कियो मिले रघुपति ताहि

तुलसिदास प्रभुपथ चढ्यो,जौ लेहु निबाहि।

ભજન જ સાધુનો ભૈરવ છે.બીજાઓનું શુભ, કલ્યાણ અને મંગળ વિચારો એ જ ભજન છે. ડાકોરનાં ઠાકોર તારા બંધ દરવાજા ખોલ! ડાકોરમાં કયો સ્વસ્તિક એ વિચારતાં ગુરુ સ્મરણ થયું.ગુરુકૃપા અજર,અમર અને શાશ્વત છે.

આ ભૂમિમાં ચાર ચરણ-ચાર ચરિત્રોનો વિશેષ સાથિયો બન્યો છે.જેમાં,ભક્ત બોડાણાનું ચરિત્ર, પુનિત ચરિત્ર,મનસુખરામ માસ્તર અને ચોથું શિવ ચરિત્ર.

રામભક્ત બોડાણા ક્ષત્રિય કૂળમાં જન્મ્યા,ધૈર્ય અને શૌર્ય જેનો ગુણ છે.દ્વારકાની પદયાત્રા કરતા.ઉંમર થઈ ગઈ અને ખૂબ થાક્યા એ વખતે શરીર સાથ નથી આપતું,ખૂબ રડ્યા.બ્રહ્મ મુહૂર્તમાં ઠાકોરજીએ સપનામાં આદેશ કર્યો કે બોડાણા!બળદ ગાડું-વેલ લઈને દ્વારકા આવ!એ ગયા.પછી ખુદ રણછોડરાય દ્વારિકાનું એક સ્વરૂપ,બોડાણાનો રથ ચલાવીને ડાકોરમાં મુકામ કર્યો.આપણા ગાડા એ જ હાંકે છે. પુનિત મહારાજે પુનીત રામાયણ લખીને તુલસીજીને સટીક ન્યાય આપ્યો છે.જનકલ્યાણમાં પુનિત રામાયણ હપ્તાવાર છપાતું.એની રચના અમર છે. સાથે-સાથે જૂની આરતીઓનું સ્મરણ અને ગાયન કરીને આ સ્વસ્તિકમાં બાપુએ રંગ પૂર્યા.

મનસુખરામ માસ્તરનું ચરિત્ર ખૂબ જ ભાવ અને વહેતી આંખે વર્ણવ્યું.જ્યાં એક નાસ્તિક અને ધર્મ વિરોધી વિચાર વાળા મનસુખરામ માસ્તરનું,પત્ની ઉજમબાઈ અને સાધુઓનાં કારણે જીવન પરિવર્તન થયું.શ્રધ્ધાથી ડાકોરનાં કાળિયા ઠાકોરની પૂનમ ભરવા માંડ્યા.ડાકોરની પૂનમ ભરતી વખતે વારંવાર ગામ લોકોએ હેરાન કર્યા અને ભગવાન રણછોડરાય ખુદ માસ્તરનું રૂપ લઈ,તેને અગ્નિ પરીક્ષામાંથી તાર્યા. એ સત્ય ઘટનાનો પ્રસંગ સજળ ધારાએ તેમજ રામ ભગતે લખેલી આખી રચના:

વિશ્વાસુનાં વિશ્વાસુ,તનમાં મનમાં દેહ ભુવનમાં;

તારી છબી પધરાવી,નયન કમળથી ધારા વહેતી,

હૃદય કમળ છે પ્યાસું,મારા કોણ સુકાવે આંસુ

આ પદનું ગાન કરી જણાવ્યું કે આ ચમત્કાર નહીં પણ મનસુખરામ ને રણછોડરાયનો સાક્ષાતકાર છે. આજે પણ બાળકો મનસુખરામની સમાધિની માનતાઓ કરીને સારી રીતે પાસ થાય છે.તળ સાથે જોડાયેલી આ વાતો પછી સ્વસ્તિકનું ચોથું ચરણ-શિવ ચરિત્ર-જ્યાં આખા શિવચરિત્રમાં બાર પ્રસંગો-દ્વાદશ જ્યોતિ દેખાય છે.

જેમાં શિવ સતીને લઈ કુંભજ પાસે કથા સાંભળવા જાય છે એ પ્રથમ જ્યોતિ.સતી રામની પરીક્ષા કરવા જાય-એ બીજી જ્યોતી.ભગવદ પ્રેરણાથી શિવ દ્વારા સતીનો ત્યાગ-એ ત્રીજી જ્યોતિ.શંકરને અખંડ અપાર સમાધિ રૂપી ચોથી જ્યોતિ.દક્ષયજ્ઞની પાંચમી,શિવ દ્વારા સતીની પરીક્ષાની છઠ્ઠી,કામ દહનની સાતની,શિવ અને પાર્વતીનાં વિવાહની આઠમી,એમના ગૃહસ્થ જીવનની નવમી,બાલ ચંદ્રની દસમી,ગણપતિ અને કાર્તિકેયમાં અગિયારમી અને શિવનાં મુખથી રામકથાનો આરંભ થાય છે-એ દ્વાદશ બારમી જ્યોતિ બતાવીને રામકથાનું ત્રીજું પુષ્પ ડાકોર ભગવાનનાં ચરણોમાં સ્મર્પિત કરીને કથાને વિરામ આપ્યો.

બાપુની નજર કેટલી સૂક્ષ્મ રીતે ફરતી હોય છે,ખૂબ દૂર એક ઝાડ ઉપર બેસીને બે શ્રોતાઓ મગ્ન બનીને કથા સાંભળતા હતા.બાપુએ એમને કથા દરમિયાન બોલાવી,આરતીમાં આવવાનું કહ્યું અને આખો કથા મંડપ ભાવમય બની ગયો.

—————————————

રામકથાની સાથે-સાથે:

ક્ષિપ્રા નદીના કિનારે આવેલી મહાકાલની નગરી-અવંતિકા પુરી:બુધવારે કથા ગાન જ્યાં થશે

ઉજ્જૈન મધ્યપ્રદેશનું એક ખૂબ જ પ્રાચીન, ઐતિહાસિક અને પવિત્ર ધાર્મિક શહેર માલવા ક્ષેત્રમાં ક્ષિપ્રા નદીના કિનારે આવેલું છે.

“મહાકાલની નગરી” અને સપ્તપુરીમાંની એક માનવામાં આવે છે.

મુખ્ય વિશેષતાઓ અને ઇતિહાસ:

શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ:અહીં પ્રખ્યાત મહાકાલેશ્વર મંદિર,દ્વાદશ જ્યોતિર્લિંગોમાંનું એક અને એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ આવેલું છે. અહીંની ભસ્મ આરતી વિશ્વભરના ભક્તો માટે એક મુખ્ય આકર્ષણ છે.

સિંહસ્થ કુંભ મેળો: દર ૧૨ વર્ષે અહીં વિશ્વ-પ્રસિદ્ધ સિંહસ્થ (કુંભ)મેળો ભરાય છે.લાખો ભક્તો ક્ષિપ્રા નદીમાં પવિત્ર ડૂબકી લગાવે છે.

પ્રાચીન નામ અને ઇતિહાસ: પુરાણોમાં, તેને ‘અવંતિકા’,’ઉજ્જૈની’ અને ‘કનકશૃંગ’ તરીકે ઓળખવામાં આવે છે.

એક સમયે તે મહાન સમ્રાટ વિક્રમાદિત્યની રાજધાની હતી.

પૌરાણિક જોડાણ: દ્વાપર યુગ દરમિયાન, ભગવાન કૃષ્ણ અને બલરામે અહીં મહર્ષિ સાંદીપનિનાં આશ્રમમાં અભ્યાસ કર્યો હતો.

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ કાલિદાસની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે.

મુખ્ય આકર્ષણો:

મહાકાલ લોક કોરિડોર

કાલ ભૈરવ મંદિર

હરસિદ્ધિ શક્તિપીઠ

મંગલનાથ મંદિર (મંગળ ગ્રહનું ઉદ્ભવ સ્થાન માનવામાં આવે છે)

જંતર મંતર (વેદશાળા) અને વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ

== સમાપ્ત ==

Related posts

અતરશી દ્વારા ફરાહ ખાન અલીનું ‘એટેલિયર જ્વેલરી 2026’ કલેક્શન લોન્ચ કર્યું

amdavadlive_editor

કંઈક થવા માટે કથા નહિ,પણ જે છો એ સમજવા માટે કથા સાંભળો.

amdavadlive_editor

‘પ્રણા બાય નીલા સ્પેસીસ’ એ ‘ઈન્ડસલેન્ડ બેંક હાયરોક્સ ગુજરાત’ સાથે અધિકૃત રિયલ એસ્ટેટ પાર્ટનર તરીકે ભાગીદારી કરી, ફિટનેસ ક્ષેત્રે ‘પાવર લિવિંગ’નો અનુભવ લાવ્યો

amdavadlive_editor

Leave a Comment