25.6 C
Gujarat
October 2, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ – શ્રી મોરારિબાપુ

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો

ઈશ્વરિયા, ગુજરાત | ૧લી ઓક્ટોબર ૨૦૨૬ | લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં શ્રી મોરારિબાપુએ અપાયો ચિંતન સંદેશો આપ્યો અને પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ તેમ જણાવ્યું.

ગોહિલવાડની સુપ્રસિદ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં રાત્રી મુકામ દરમિયાન પ્રાર્થના સભામાં શ્રી મોરારિબાપુએ વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને ચિંતન સંદેશો આપ્યો અને પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ તેમ જણાવ્યું અને તેઓને યુવાનો સાથે વાત કરવાનું કાયમી લક્ષ્ય રહ્યાનું જણાવ્યું.

શ્રી મોરારિબાપુએ પ્રાર્થના સભામાં રામચરિત માનસ ઉલ્લેખ કરવા સાથે ગાંધીજીનું સ્મરણ કરી તેઓનો સંદેશો આપતાં ઉમેર્યું કે, પ્રાર્થના વગર સેવાકાર્યમાં અહંકાર આવી શકે છે.

સંસ્થા પરિવારનાં શ્રી ભૌતિકભાઈ લીંબાણી સાથે શ્રી અનુજભાઈ રામકબીર, ગૌતમભાઈ વિરાસ અને શ્રી ક્રિષ્નાબેન બારૈયા દ્વારા સંગીત ટુકડી સાથે પ્રાર્થના ગાન પ્રસ્તુત થયેલ.

== સમાપ્ત ==

Related posts

કિસ્ના ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરીએ “શોપ એન્ડ વિન કાર” ઓફર સાથે વિજેતાને ખુશીની ચાવી ભેટ આપી

amdavadlive_editor

અવિવા ઇન્ડિયાનો નવો યુગઃ ગ્રાહકો, પાર્ટનરો અને સંગઠન માટે જીવનવીમા પ્રત્યેનો એક જુસ્સાદાર અભિગમ

amdavadlive_editor

ધી- ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશન (FGSCDA), દ્વારા ફિનટેક અને બેંકિંગ સિનર્જી”ના વિષય પર કૉંફરેન્સનું આયોજન કરાયું

amdavadlive_editor

Leave a Comment