28.7 C
Gujarat
September 2, 2026
Amdavad Live
ઈલેક્ટ્રોનિક્સગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ડ્રીમ ટેક્નોલોજીએ ભારતમાં H12 ડ્યુઅલ ફ્લેક્સરીચ વેટ એન્ડ ડ્રાય વેક્યુમ લોન્ચ કર્યું, જેમાં છે, પાવરફુલ ક્લિનિંગ સાથે 6-ઇન-1 વર્સેટાઈલ ફંક્શનાલિટીનો સમન્વય

નવી દિલ્હી, ભારત | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૬ | સ્માર્ટ હોમ ઇનોવેશનમાં વૈશ્વિક અગ્રણી ડ્રીમ ટેક્નોલોજીએ આજે ભારતમાં વર્સેટાઈલ 6-ઇન-1 ડ્રીમ H12 ડ્યુઅલ ફ્લેક્સરીચ વેટ એન્ડ ડ્રાય વેક્યુમ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જેમાં શક્તિશાળી ક્લિનિંગ પર્ફોર્મન્સ, વર્સેટાઈલ ફંક્શનાલિટી અને અદ્યતન ક્લિનિંગ ટેક્નોલોજીનો સમન્વય છે. ઘરની રોજબરોજની સફાઈને સરળ બનાવવા માટે ડિઝાઈન કરવામાં આવેલું આ નવું વેટ એન્ડ ડ્રાય વેક્યુમ ૦૧ સપ્ટેમ્બરથી એમેઝોન પર, તેમજ ડ્રીમ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ, ક્રોમા અને પસંદગીના રિટેલ સ્ટોર્સ પર રૂ. 44,999ની કિંમતે ઉપલબ્ધ થશે.

ડ્રીમ H12 ડ્યુઅલ ફ્લેક્સરીચ વેટ એન્ડ ડ્રાય વેક્યુમની મુખ્ય વિશેષતા તેની વર્સેટાઈલ 6-ઇન-1 ક્લિનિંગ ક્ષમતા છે, જે વિવિધ સપાટીઓ પર રોજિંદી સફાઈની વિશાળ શ્રેણીની જરૂરિયાતોને પૂરી કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. હાર્ડ ફ્લોર ધોવા અને વેક્યુમ કરવાથી લઈને કાર્પેટ, સોફા, પડદા, કીબોર્ડ અને કારના ઈન્ટિરિયરને સાફ કરવા સુધી, આ ડિવાઈસ વધુ સુગમતા માટે સ્વિચ કરી શકાય તેવા અટેચમેન્ટ્સ સાથે પાવરફુલ પર્ફોર્મન્સને જોડે છે. તેની 180° લાઈ-ફ્લેટ (સપાટ આડી થઈ જવાની) ડિઝાઈન તેને નીચા ફર્નિચરની નીચે સુધી પહોંચવા સક્ષમ બનાવે છે, જ્યારે 23,000Pa સક્શન, TangleCut™ રેઝિલિયન્ટ સ્ક્રેપર અને અલગ કરી શકાય તેવી બેટરી તેની ક્લિનિંગ ક્ષમતા અને સુવિધામાં વધારો કરે છે. આ સિસ્ટમમાં રહેલું 90°C હોટ-વોશ સેલ્ફ-ક્લિનિંગ ફીચર તેની જાળવણીને સરળ બનાવવામાં મદદ કરે છે, જે H12 ડ્યુઅલ ફ્લેક્સરીચને રોજિંદા ઘરની સફાઈ માટે એક વર્સેટાઈલ સોલ્યુશન બનાવે છે.

ડ્રીમ ટેક્નોલોજી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનુ શર્માએ જણાવ્યું હતું કે, “ભારતીય પરિવારો જેમ જેમ રોજિંદી સફાઈના સંચાલન માટે વધુ સ્માર્ટ અને અનુકૂળ રીતો શોધી રહ્યા છે, તેમ તેમ સફાઈની વિવિધ જરૂરિયાતોને અનુરૂપ બની શકે તેવા સોલ્યુશન્સ માટેની અપેક્ષાઓ વધી રહી છે. ડ્રીમ H12 ડ્યુઅલ ફ્લેક્સરીચના લોન્ચ સાથે, અમારું ધ્યાન ગ્રાહકોને તાત્કાલિક અને ચોક્કસ સફાઈની જરૂરિયાતો માટે વધુ સુગમતા અને નિયંત્રણ આપવા પર છે. આ યુઝર્સને સફાઈ પાછળની મહેનત ઘટાડીને, વધુ સરળતા સાથે વિવિધ વિસ્તારો અને સપાટીઓ પરની રોજિંદી ગંદકીને સાફ કરવાની મંજૂરી આપે છે. આ આધુનિક ભારતીય પરિવારોના વિવિધ દિનચર્યાઓને પૂરક બને તેવા વ્યવહારુ અને ઇન્ટેલિજન્ટ હોમ-ક્લિનિંગ સોલ્યુશન્સ વિકસાવવા પ્રત્યેની ડ્રીમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:

  • 6-ઇન-1 વર્સેટાઈલ ક્લિનિંગ: ડ્રીમ H12 ડ્યુઅલ ફ્લેક્સરીચ વેટ એન્ડ ડ્રાય વેક્યુમિંગને એક કરતાં વધુ સ્વિચ કરી શકાય તેવા અટેચમેન્ટ્સ સાથે જોડે છે, જે ઘરના વિવિધ વિસ્તારો માટે સફાઈનું એક વર્સેટાઈલ સોલ્યુશન પૂરું પાડે છે. ફ્લોર ધોવા અને વેક્યુમ કરવાથી લઈને કાર્પેટ, સોફા, પડદા, કીબોર્ડ અને કારના ઈન્ટિરિયરને સાફ કરવા સુધી, આ ડિવાઈસ રોજિંદી સફાઈની વિશાળ શ્રેણીની જરૂરિયાતોને હેન્ડલ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.
  • 23,000Pa પાવરફુલ સક્શન: 23,000Pa સક્શન પાવર ધરાવતું H12 ડ્યુઅલ ફ્લેક્સરીચ ભીના અને સૂકા બંને પ્રકારના કચરાને સરળતાથી સાફ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. તે રોજિંદી ધૂળ અને ઝીણો કચરો સાફ કરવાની સાથે ખોરાકના કણો, કોફીના બીન્સ, ઢોળાયેલી પ્રવાહી વસ્તુઓ અને રસોડાની ચીકાશ જેવી જિદ્દી ગંદકીને પણ સાફ કરી શકે છે, જે વિવિધ સપાટીઓ પર વધુ ઊંડાણપૂર્વક સફાઈ કરવામાં મદદ કરે છે.
  • 180° લાઈ-ફ્લેટ ક્લિનિંગ: આ ડિવાઈસ 180° સુધી નમી શકે છે, જેના કારણે તે બેડ, સોફા અને અન્ય નીચા ફર્નિચરની નીચે પણ સરળતાથી પહોંચી શકે છે. વેક્યુમ બોડી 14cm જેટલી અને બ્રશ હેડ 6cm જેટલી નીચી જગ્યાઓ સુધી પહોંચવા સક્ષમ હોવાથી, યુઝર્સ ભારે ફર્નિચર ખસેડ્યા વિના પણ મુશ્કેલ જગ્યાઓ સાફ કરી શકે છે.
  • TangleCut™ રેઝિલિયન્ટ સ્ક્રેપર: આ ઇનોવેટિવ સિસ્ટમ સફાઈ દરમિયાન વાળની ગૂંચને ન્યૂનતમ કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે, જેથી બ્રશને વારંવાર હાથથી સાફ કરવાની જરૂરિયાત ઘટે છે. આ સિસ્ટમ ફ્રેશ-વોટર ક્લિનિંગ મિકેનિઝમ સાથે મળીને કામ કરે છે જે સફાઈ દરમિયાન બ્રશને સતત ધોઈને સાફ રાખે છે, જેનાથી ગ્રાહકોને વધુ અનુકૂળ અને ઝંઝટમુક્ત અનુભવ મળે છે.
  • ડિટેચેબલ બેટરી સાથે લાંબો રનટાઇમ: પસંદ કરેલા ક્લિનિંગ મોડના આધારે, H12 ડ્યુઅલ ફ્લેક્સરીચ ફ્લોર-વોશિંગ મોડમાં 50 મિનિટ સુધી અને વેક્યુમ મોડમાં 60 મિનિટ સુધીનો રનટાઇમ આપે છે. તેનું ડિટેચેબલ (અલગ કરી શકાય તેવું) બેટરી પેક વધુ સુગમતા પ્રદાન કરે છે, જેથી યુઝર્સ લાંબા સમય સુધી સફાઈ કરવા અથવા મોટી જગ્યાઓ માટે વધારાની બેટરી બદલીને તેનો ઉપયોગ કરી શકે છે.
  • 90°C હોટ-વોશ સેલ્ફ-ક્લિનિંગ: H12 ડ્યુઅલ ફ્લેક્સરીચ 90°C હોટ-વોશ સેલ્ફ-ક્લિનિંગ સિસ્ટમ ધરાવે છે જે ચીકાશને ઓગાળવામાં અને બ્રશમાંથી જિદ્દી કચરો દૂર કરવામાં મદદ કરે છે. ત્યારબાદ હાઈ-ટેમ્પરેચર ગરમ હવા દ્વારા સૂકવવાની પ્રક્રિયા થાય છે, જેમાં બ્રશને ડ્રાય અને ફ્રેશ રાખવા માટે ખાસ ડ્રાઈંગ મોડ્સ ડિઝાઈન કરવામાં આવ્યા છે, જેથી હાથથી સફાઈ કરવાની જરૂરિયાત ઘટી જાય છે.
  • AirGuard™ મલ્ટી-કોન ટેક્નોલોજી: આ ટેક્નોલોજી મલ્ટી-સ્ટેજ ફિલ્ટરેશન સિસ્ટમ ધરાવે છે જે ≥3μm ના 99.95% કણોને પકડી પાડવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. પ્રિસિઝન ફિલ્ટરેશન, પ્રી-ફિલ્ટરેશન અને મલ્ટી-કોન સાયક્લોન ટેક્નોલોજીનું આ મિશ્રણ સતત સક્શન પર્ફોર્મન્સ જાળવી રાખવાની સાથે ઝીણી ધૂળ અને કચરાને અલગ કરવામાં મદદ કરે છે.
  • PowerAlign™ ગ્રીપ: યુઝરની સુવિધાને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરાયેલી PowerAlign™ ગ્રીપ, મોટર અને બેટરીને એવી રીતે સેટ કરે છે જેથી તેનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર યુઝરના હાથની નજીક રહે. આ એર્ગોનોમિક ડિઝાઈન કાંડા પરનો તણાવ ઘટાડીને કંટ્રોલ અને મૂવમેન્ટ સુધારવામાં મદદ કરે છે, જેથી લાંબા સમય સુધી સફાઈ કરવી વધુ આરામદાયક બને છે.
  • ઇલ્યુમિનેશન મલ્ટી-સરફેસ બ્રશ: આ અપગ્રેડેડ મલ્ટી-સરફેસ બ્રશ વ્હાઇટ LED લાઇટ ધરાવે છે જે હાર્ડ ફ્લોર પરની ઝીણી ધૂળ અને કચરાને સ્પષ્ટ રીતે દર્શાવે છે, જેથી વધુ સફાઈની જરૂર હોય તેવા વિસ્તારોને સરળતાથી શોધી શકાય છે. તેની એન્ટી-ટેંગલ ડિઝાઈન હાર્ડ ફ્લોર અને કાર્પેટ બંને પર સરળ સફાઈ પૂરું પાડે છે, જે રોજિંદા ઉપયોગ માટે વધુ ઉપયોગી બને છે.

ડ્રીમ H12 ડ્યુઅલ ફ્લેક્સરીચ 1 વર્ષની વોરંટી અને ભારતના 160 થી વધુ શહેરોમાં ફેલાયેલા ડ્રીમના દેશવ્યાપી આફ્ટર-સેલ્સ સર્વિસ નેટવર્કના સપોર્ટ સાથે આવે છે. ગ્રાહકો પાત્ર લોકેશન પર પિક-અપ અને ડ્રોપ આસિસ્ટન્સ તેમજ ઇન્સ્ટોલેશન સપોર્ટ સહિતની સમર્પિત સપોર્ટ સર્વિસનો પણ લાભ લઈ શકે છે.

H12 ડ્યુઅલ ફ્લેક્સરીચના લોન્ચ સાથે, ડ્રીમ ભારતમાં તેના સ્માર્ટ હોમ પોર્ટફોલિયોનો વિસ્તાર કરવાનું ચાલુ રાખે છે, જે આધુનિક પરિવારો માટે ઘરની રોજિંદી સંભાળને સરળ અને વધુ અનુકૂળ બનાવવા માટે વર્સેટાઈલ ક્લિનિંગ ક્ષમતાઓ અને ઇન્ટ્યુટિવ ડિઝાઇનની સુવિધા એકસાથે લાવે છે.

== સમાપ્ત ==

Related posts

સેમસંગ દ્વારા ભારતમાં નવાં ગેલેક્સી વેરેબલ્સ પર આકર્ષક ‘બ્લેક ફ્રાઈડે સેલ’ ઓફર જાહેર

amdavadlive_editor

કોકા-કોલાની પિક્ચર-પરફેક્ટ નવરાત્રિઃ સૌથી વિશાળ માનવી ફોટો મોઝેક સાથે એશિયા બુક ઓફ રેકોર્ડસમાં ઈતિહાસ બનાવ્યો

amdavadlive_editor

આદિશ્વર ઓટો રાઈડ ઈન્ડિયા ક્યુજે મોટર અને મોટો મોરિનિ માટે વિશેષ કિંમત સાથે ઉત્સવનો ઉત્સાહ લાવે છે

amdavadlive_editor

Leave a Comment