- પ્રાઈમ મેમ્બર્સે 2 લાખથી વધુ પ્રોડક્ટ્સ પર પ્રાઈમ ઓન્લી ઓફર્સથી વધારાની 5% બચત કરી, સાથે મેળવ્યો રૂ. 250 સુધીના વધારાના કેશબેકનો લાભ પણ.
- પ્રિમીયમ એપ્લાયન્સીસની વધતી પસંદગીને લીધે, ટીયર 2 અને ટીયર 3 શહેરોમાં વાર્ષિક અંદાજે 1.7Xનો વધારો નોંધાયો છે.
- એલજી, હાયર, સેમસંગ, હિટાચી, લોઈડ, બોશ અને અન્ય અગ્રણી બ્રાન્ડ્સના સ્માર્ટફોન, કુલિંગ એપ્લાયન્સીસ અને ઘર માટે આવશ્યક ચીજોના પ્રોડક્ટ્સમાં ગ્રાહકોની સતત માંગ જોવા મળી રહી છે.
- ફેશન, સૌંદર્ય, કરીયાણા અને સુખાકારી શ્રેણીઓમાં સિઝનની આવશ્યક એવી ચીજો ગ્રાહકોની મુખ્ય માંગ રહે છે
- ગ્રાહકો પ્રોડક્ટ શોધ અને ખરીદીના નિર્ણયો કરવા રુફૂસ, લેન્સ AI, AI રીવ્યુ હાઇલાઇટ્સ અને ખરીદી માર્ગદર્શિકાઓ જેવી AI-સંચાલિત શોપિંગ સુવિધાઓ તરફ આગળ વધી રહ્યા છે.
બેંગલુરુ | ૨૨ મે ૨૦૨૬ | એમેઝોન ઈન્ડિયાની જાણિતી શોપિંગ ઈવેન્ટ, એમેઝોન ગ્રેટ સમર સેલ દરમિયાન ગ્રાહકોની જોરદાર માંગ રહી હતી, અને તેના ફળસ્વરૂપે દેશભરના ગ્રાહકોએ કંઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, મોટા એપ્લાયન્સીસ, ફેશન અને બ્યુટી અને કરીયાણા, સાથે ઘર, કિચન અને આઉટડોર સહિત વિવિધ શ્રેણીઓમાં પ્રોડક્ટ્સ ખરીદી હતી. આ ઈવેન્ટમાં બે આંકડાની વાર્ષિક ધોરણે વૃદ્ધિ જોવા મળી, કારણ કે ફેશન અને બ્યુટી સાથે સ્માર્ટફોન, મોટા એપ્લાયન્સીસ અને હોમ એન્ટરટેઈનમેન્ટમાં પ્રિમીયમાઇઝેશનમાં વધારો થયો છે. ગ્રાહકોએ ફેશન, કંઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ઘર અને કિચન શ્રેણીઓમાં બજેટ-ફ્રેન્ડલી, ટ્રેન્ડ-ફોરવર્ડ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણીઓમાંથી ખરીદી કરી હતી, જેને નો-કોસ્ટ EMI, એક્સચેન્જ ઓફર્સ અને ઝડપી, વિશ્વસનીય ડિલીવરી જેવા પરવડે તેવા વિકલ્પોનું સમર્થન મળ્યું હતું. ટીયર 2 અને ટીયર 3 શહેરોએ મહત્વની ભૂમિકા નિભાવતા ચંદીગઢ, કોયમ્બતુર, સહરાનપુર, થાણે અને વધુ શહેરોમાં લગભગ 1.2X વૃદ્ધિ નોંધાઈ હતી. શહેરોના પ્રાઈમ મેમ્બર્સે પાત્ર ઓર્ડર પર તે જ દિવસે ડિલીવરીનો લાભ લીધો હતો. લગભગ 3માંથી 1 ઓર્ડર એમેઝોન પેનો ઉપયોગ કરીને કરવામાં આવ્યા હતા, જ્યારે ટ્રાવેલ બુકિંગમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી અને ગત વર્ષની તુલનાએ તેમાં 1.4 ગણો વધારો નોંધાયો હતો.
મોસમની મનપસંદ ચીજો અને ઉનાળામાં ખરીદી કરવા માટેનો ઘસારો
ઉનાળાના લીધે ખરીદીના વલણોએ ગ્રાહક માંગને સાકાર કરવામાં ચાવીરૂપ ફાળો આપ્યો હતો, જેમાં કુલિંગ એપ્લાયન્સીસ, હાઈડ્રેશન પ્રોડક્ટ્સ, ફેશન અને બ્યુટી મુખ્ય આકર્ષણ હતું. તાપમાનમાં વધારા સાથે એર કંડિશનર, એર કુલર, રેફ્રિજરેટર અને ઠંડા પીણાઓની માંગ પણ વધી હતી, જ્યારે એકંદરે ફેશન અને બ્યુટીમાં વાર્ષિક ધોરણે 1.6 ગણો વધારો જોવા મળ્યો હતો, જેમાં એસેસરીઝ, જ્વેલરી, કુર્તા, કોટન કો-ઓર્ડ્સ, ડ્રેસ અને ઉનાળાના હળવા વસ્ત્રો જેવી શ્રેણીઓ અગ્રણી રહી હતી. શેમ્પુ, કંડિશનર, હળવા સનસ્ક્રીન, ટીન્ટેડ મોઇશ્ચરાઇઝર, ફ્રેગરન્સીસ અને SPF-ઇન્ફ્યુઝ્ડ સ્કીનકેર પ્રોડક્ટ્સના માધ્યમથી ગત વર્ષની તુલનાએ સૌંદર્ય અને વ્યક્તિગત સંભાળમાં પણ વાર્ષિક 2.5 ગણો વધારો નોંધાયો હતો.
સમગ્ર ભારત પ્રિમીયમાઇઝેશન તરફ અગ્રેસર
આ શોપિંગ ઈવેન્ટમાં વિવિધ શ્રેણીઓમાં પ્રિમીયમાઇઝેશનનો મજબૂત ટ્રેન્ડ દેખાયો હતો, જે અંતર્ગત ગ્રાહકો ફેશન અને બ્યુટી સાથે સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સીસમાં અપગ્રેડનો વિકલ્પ વધુને વધુ અપનાવતા જોવા મળ્યા હતા. રૂ.30,000થી વધુ કિંમતના પ્રિમીયમ સ્માર્ટફોનમાં વાર્ષિક 2.1 ગણી મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી, જે એપલ, સેમસંગ અને વન પ્લસ જેવી બ્રાન્ડ્સ તરફથી AI-સક્ષમ અને ફ્લેગશિપ ડિવાઈસની મજબૂત માંગને લીધે જોવા મળી હતી. મોટા એપ્લાયન્સીસમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો, જ્યાં પ્રિમીયમ સેગમેન્ટમાં AI-સક્ષમ એપ્લાયન્સીસ વાર્ષિક 1.3 ગણા અને કુલ પ્રિમીયમ માંગના 1.8 ગણા હિસ્સો ધરાવતા હતા, જે ગ્રાહકોની AI-સક્ષમ સુવિધાઓ માટે સતત વધી રહેલી પસંદગીને રજૂ કરે છે. એલજી, સેમસંગ, પેનાસોનિક, હાયર અને ગોદરેજ સહિતની બ્રાન્ડ્સના પ્રિમીયમ રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીનો અને એર કંડિશનર્સમાં પણ AI-સક્ષમ પ્રોડક્ટ્સમાં વધારો જોવા મળ્યો હતો. AI-સક્ષમ પ્રિમીયમ એપ્લાયન્સીસમાં વાર્ષિક 1.3 ગણી વધુ વૃદ્ધિ નોંધાઈ હતી, જે સ્માર્ટ એપ્લાયન્સીસની સ્વીકૃત્તિ દર્શાવે છે. આ ઈવેન્ટ દરમિયાન ટાઈટન રાગા, નાઈકી, પીએનજી જ્વેલર્સ, સેમસોનાઇટ, કેરાસ્ટેઝ અને અન્ય પ્રિમીયમ ફેશન અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સને પણ આવકાર પ્રાપ્ત થયો હતો, જે સમગ્ર ભારતમાં વધી રહેલા મહત્વાકાંક્ષા આધારિત વપરાશને પ્રસ્તુત કરે છે. એકંદરે, વાર્ષિક વલણોએ સ્પષ્ટરૂપે ગ્રાહકોના પ્રિમીયમ હોમ અપગ્રેડ અને સુવિધા-સમૃદ્ધ એપ્લાયન્સીસ તરફના પરિવર્તન પ્રત્યે ધ્યાન આકર્ષ્યુ હતું.
ઈવેન્ટમાં બજેટ-ફ્રેંડલી પ્રોડક્ટ્સમાં પણ વધારો.
બજેટ-ફ્રેંડલી પ્રોડક્ટ્સની માંગ વધવા સાથે ગ્રાહકો વધુને વધુ અલ્ટ્રા-એફોર્ડેબલ, ટ્રેન્ડ-ફોરવર્ડ પ્રોડક્ટ્સની વિશાળ પસંદગીમાંથી ખરીદી કરી હતી, જેથી તેઓ તેમના બજેટમાં વધારા વિના તેમના વોર્ડરોબને નવું રૂપ આપવા સાથે તેમના ઘરોને અપગ્રેડ કરી શક્યા હતા. ગ્રાહકોએ ફેશન, કંઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ઘર અને કિચનની શ્રેણીઓમાં ખરીદી કરતા, સિઝનમાં વધુ સારો અભિગમ અને સુવિધા મેળવી હતી.
AI-સક્ષમ અને સ્માર્ટ પ્રોડક્ટ્સમાં વૃદ્ધિ
AI-સક્ષમ સ્માર્ટફોન અને એપ્લાયન્સીસથી લઈને ફિચર ધરાવતા સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સ સુધી, ગ્રાહકોએ ખરીદી કરતી વખતે સુવિધા, કામગીરી અને ઉર્જા કાર્યક્ષમતાને વધુને વધુ ભાર આપ્યો હતો. ટેક-સેવી અને પ્રિમીયમ-ફર્સ્ટ કંઝ્યુમર બેઝ દ્વારા સંચાલિત બેંગ્લોર આ ઈવેન્ટમાં અગ્રણી શહેર તરીકે આગળ રહ્યું હતું અને ત્યારબાદ હૈદ્રાબાદ અને દિલ્હી, એમ ત્રણેય શહેરોએ AI-સક્ષમ અને સાઇડ-બાય-સાઇડ એપ્લાયન્સીસ માટે આવકારદાયક પસંદગી દર્શાવી હતી. AI-સક્ષમ એર કંડિશનર, રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને સ્માર્ટફોનનો વધતો સ્વીકાર કનેક્ટેડ અને ઈન્ટેલીજન્ટ એપ્લાયન્સીસમાં ગ્રાહકોની વધતી રૂચિ દર્શાવવાની સાથે રોજિંદા જીવનના અનુભવોને વધારે છે.
કેન્દ્રસ્થાને આરોગ્ય અને સુખાકારી રહ્યું
ગ્રાહકોમાં વધી રહેલી ફિટનેસ સભાનતા અને બદલાતી જીવનશૈલી પસંદગીઓને લીધે શોપિંગ ઈવેન્ટમાં આરોગ્ય અને સુખાકારીમાં વેગ દેખાયો હતો. હોમ વર્કઆઉટ અને ફિટનેસ સાધનોમાં વાર્ષિક 1.3 ગણો, જ્યારે કાર્ડિયોમાં વાર્ષિક 1.8 ગણો વધારો થયો હતો. પ્રોટીન અને ન્યુટ્રીશન શ્રેણીમાં પણ ઉલ્લેખનીય વૃદ્ધિ જોવા મળી હતી, સાથે હાઇડ્રેશન પીણાં, ઈલેક્ટ્રોલાઇટ પીણાં, નાળિયેર પાણી, સૂકા ફળો, બદામ અને પ્રોટીન સપ્લીમેન્ટ્સની માંગ પણ વધી હતી. એ જ રીતે, સ્વાસ્થ્યસભર રસોઈના વિકલ્પો તરફ ગ્રાહકોનો વધતો જતો ફેરફાર જોવા મળ્યો છે. સ્વસ્થ રસોઈના વિકલ્પો તરફ ગ્રાહકો આકર્ષાઈ રહ્યા છે.
ઉભરતી શ્રેણીઓ અને જીવનશૈલી આધારિત ખરીદીઓની સ્વીકૃત્તિમાં વધારો
જીવનશૈલીની બદલાતી જરૂરિયાતો અને ઓનલાઈન વ્યાપક પ્રોડક્ટ શોધને લીધે ગ્રાહકોએ લોકપ્રિય ઉભરતી શ્રેણીઓ વધુ શોધી હતી. કોરીયન બ્યુટી, પ્રિમીયમ ટ્રાવેલ એસેસરીઝ, સ્માર્ટ એપ્લાયન્સીસ, AI-સંચાલિત એપ્લાયન્સીસ અને ક્લિન-લેબલ ન્યુટ્રીશન જેવી શ્રેણીઓમાં પ્રોડક્ટ્સને મજબૂત આવકાર પ્રાપ્ત થયો હતો. ઉનાળાના રીફ્રેશમેન્ટ અને કિચનની તૈયારી માટેની જરૂરી ચીજો જેમ કે પોર્ટેબલ બ્લેન્ડર, આઈસ્ક્રીમ ટ્રે, પોપ્સિકલ મેકર્સ અને હાઈડ્રેશન એસેસરીઝનો સમાવિષ્ઠ છે, તેની પણ માંગ પણ વધી હતી, જે આ ઉનાળામાં ઘરેલુ પીણાં, મીઠાઈ અને કાફે-શૈલીના અનુભવોમાં લોકોની વધતી રૂચિ દર્શાવે છે.

