21.2 C
Gujarat
November 22, 2024
Amdavad Live
એક્ઝિબિશનગુજરાતજીવનશૈલીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

પરમ્પરા એક્ઝિબિશન દ્વારા ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન ‘ગિફ્ટઓફેસ્ટ’ અમદાવાદમાં શરૂ થયું

અમદાવાદ ૦૨ ઓગસ્ટ ૨૦૨૪: મેટ્રોબિટ ફાઉન્ડેશનના સહયોગ અને પરમ્પરા એક્ઝિબિશન દ્વારા આયોજિત ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન ‘ગિફ્ટઓફેસ્ટ’ અમદાવાદમાં ૨ થી ૪ ઓગસ્ટ દરમિયાન યોજાયું છે. આ એક્ઝિબિશન ખાસ કરીને તહેવારોની સિઝન પહેલા આયોજિત કરવામાં આવ્યું છે. આ ગિફ્ટઓફેસ્ટનો ઉદ્દેશ ગિફ્ટિંગ ઇન્ડસ્ટ્રી માટે પ્રીમિયમ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જે  ઇન્ડસ્ટ્રીમાં કોલોબ્રેશન અને ગ્રોથની સુવિધા આપતા એક્ઝિબિટર્સની વિવિધ રેન્જને એકસાથે લાવી છે.

આ અંગે વાત કરતા પરમ્પરા એક્ઝિબિશનના ફાઉન્ડર હેતલ શાહે કહ્યું કે, “ગિફ્ટઓફેસ્ટ માત્ર એક પ્રદર્શન નથી પરંતુ ગિફ્ટિંગ ઉદ્યોગમાં સર્જનાત્મકતા અને નવીનતાની ઉજવણી છે. અમારું લક્ષ્ય ગિફ્ટિંગ ઉદ્યોગ માટે એક અનોખું પ્લેટફોર્મ બનાવવાનું છે, જ્યાં વ્યવસાયો જોડાઈ શકે, સહયોગ કરી શકે અને ગ્રોથ કરી શકે. આ ગિફ્ટિંગમાં લેટેસ્ટ ટ્રેન્ડ, ઇનોવેશનનું પ્રદર્શન થયું છે અને વ્યવસાયો માટે નવીન ભેટ ઉત્પાદનો શોધવાની યુનિક તક રજૂ કરી છે. અમે ગિફ્ટઓફેસ્ટને માઇલસ્ટોન ઇવેન્ટ બનાવવા માટે દરેકને અમારી સાથે જોડાવા માટે આમંત્રિત કરીએ છીએ.”

ગિફ્ટઓફેસ્ટમાં પ્રદર્શિત થનાર ઉત્પાદનોની રેન્જમાં અપલાયન્સ, નોવેલ્ટીસ, ફર્નિચર, જેમસ્ટોન્સ, સ્ટેશનરી અને જર્નલ્સ, દુર્લભ પુસ્તકો અને હસ્તપ્રતો, લગ્ન અને વૈભવી ભેટો, જ્વેલરી, ગૌરમેટ ગિફ્ટ હેમ્પર્સ, બ્યુટી એન્ડ વેલનેસ પ્રોડક્ટ અને ટ્રાવેલ તેમજ હોલીડે સંબંધિત પ્રોડક્ટસનો સમાવેશ થયો છે.

ગીફ્ટઓફેસ્ટ  ૨, ૩ અને ૪  ઓગસ્ટના રોજ અમદાવાદના થલતેજ પાસે આવેલા ગ્વાલિયા બ્લૂમ્સ ખાતે યોજાયો છે.

પરમ્પરા એક્ઝિબિશન ૫ વર્ષનો ઇતિહાસ છે, જેમાં જીવનશૈલી, રત્ન, કલા અને હસ્તકલા અને રિયલ એસ્ટેટ જેવા વિવિધ ક્ષેત્રોમાં પ્રદર્શનો આયોજિત કરવામાં આવ્યાં છે. ૧૫૫૦થી વધુ  એક્ઝિબિટર્સ  અને ૧૦૦થી વધુ પ્રોડક્ટ કેટેગરીઝ સાથે કંપની દેશભરમાં પોતાની ઇવેન્ટ્સનું વિસ્તરણ કર્યું છે.

મેટ્રોબિટ ફાઉન્ડેશન દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે સમર્પિત છે અને એક એવી દુનિયા બનાવવા માટે પ્રતિબદ્ધ છે, જ્યાં દરેકને પોતાના સપના સાકાર કરવાની તક મળે.  આ ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય દિવ્યાંગોની આકાંક્ષાઓનું સમર્થન કરવું, સામાજિક અવરોધોને તોડી પાડવા અને ભવિષ્ય માટે માર્ગ મોકળો કરવાનો છે, જ્યાં દરેકને સમાવવામાં આવે અને તેઓનું સન્માન કરવામાં આવે.

Related posts

એમેઝોન ફેશન અને બ્યુટી સાથે ઉત્સવોમાં પ્રવેશોઃ તમારી સ્ટાઇલને વધારો અને #હરપલફેશનેબલ બનો

amdavadlive_editor

કિકોની બેબી મોમેન્ટ્સ બેબી કોસ્મેટિક્સની ‘નો ફેનોક્સીઇથેનોલ’ શ્રેણી આધુનિક માતાપિતાના બાળકોની સૌથી મોટી પસંદગી બની

amdavadlive_editor

પોલીકેબ નવી એક્સપર્ટ્સ એપ સાથે ઇન્સ્ટન્ટ રિવાર્ડ ઇન્સ્ટન્ટ રિડમ્પશન સાથે ભારતની ઇલેક્ટ્રિશિયન કમ્યૂનિટીને સશક્ત બનાવે છે

amdavadlive_editor

Leave a Comment