અમદાવાદ, ગુજરાત | ૦૬ મે ૨૦૨૬ | યુઝ્ડ કાર માર્કેટપ્લેસમાં ભારતમાં સૌથી વિશ્વસનીય અને ઝડપથી વિકાસ સાધતી કંપનીઓ પૈકીની એક Carzbazzar પ્રાઇવેટ લિમિટેડે પારદર્શિતા, પ્રોફેશનલ સર્વિસ, ગ્રાહકોની સુવિધા અને ફ્રેન્ચાઇઝી-સંચાલિત વિકાસની વ્યૂહરચનાઓ સાથે નવા બેંચમાર્ક સ્થાપિત કર્યાં છે. કંપનીએ સફળતાપૂર્વક એક એવા મોડલની રચના કરી છે કે જેનાથી આ સેક્ટરમાં ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો છે તેમજ પ્રી-ઓન્ડ કાર્સની ખરીદી અને વેચાણની પરંપરાગત પદ્ધતિમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે.
કાર્સબાઝારે તેની કામગીરીમાં ગ્રાહક-કેન્દ્રિત અભિગમ સાથે પ્રી-ઓન્ડ કાર્સના ખરીદદાર અને વેચાણકર્તાને મહત્તમ સંતોષ અને માનસિક શાંતિ મળી રહે તેવું સર્વિસ મોડલ વિકસિત કર્યું છે. ગુજરાતમાં કંપનીની મજબૂત ફ્રેન્ચાઇઝી હાજરીથી સ્થાનિક સ્તરે ગ્રાહકોને કાર્યક્ષમ સેવા મળી રહે છે તેમજ ગુણવત્તાના સર્વોચ્ચ ધોરણો પણ જાળવી રાખવામાં મદદ મળે છે. વિવિધ શહેરોના અલગ-અલગ વિસ્તારોમાં વ્યૂહાત્મક ફ્રેન્ચાઇઝી દ્વારા Carzbazzar સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકોને વ્યક્તિગત ધ્યાન, યોગ્ય મૂલ્ય અને સમયસર સપોર્ટ મળી રહે.
ગ્રાહકોની કાર ખરીદીની સફરને વધુ સુવિધાજનક બનાવતા કાર્સબાઝારે ઇન-હાઉસ કાર એક્સપર્ટ્સની નિમણૂંક કરી છે, જે ક્લાયન્ટ્સને ખરીદી અને વેચાણનો યોગ્ય નિર્ણય કરવામાં સહયોગ કરે છે. વાહનના મૂલ્યાંકનથી લઇને ડોક્યુમેન્ટેશન અને ટ્રાન્ઝેક્શન સુધીની કામગીરીના દરેક તબક્કે ગ્રાહકોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઉપરાંત પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થયેલી દરેક કારમાં 140થી વધુ પોઇન્ટ ઇન્સ્પેક્શન પ્રોસેસ હાથ ધરવામાં આવે છે, જેથી વાહનની સ્થિતિ અંગે સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરી શકાય છે તેમજ ખરીદદારો આત્મવિશ્વાસ સાથે માહિતીસભર નિર્ણય કરવા માટે સક્ષમ બને છે.
આ ઉપરાંત કંપનીએ લીગલ હિસ્ટ્રી વેરિફિકેશન, ચલાન ચેક સહિતની સર્વિસ દ્વારા માર્કેટપ્લેસની વિશ્વાસનીયતામાં વધારો કર્યો છે, જેથી ગ્રાહકો અને ડીલર્સ નિર્ણય લેતાં પહેલા મહત્વના દસ્તાવેજોની સમીક્ષા કરી શકે. Carzbazzar કોઇપણ છૂપા ખર્ચ ન રાખવાની નીતિને અનુસરે છે અને તેનાથી દરેક વ્યવહારમાં સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરી શકાઇ છે. બીજી તરફ વેચાણકર્તાઓ પણ એક જ દિવસમાં પેમેન્ટનો લાભ મેળવે છે, જેથી ખરીદી અને વેચાણનો એકંદર અનુભવ ઝડપી, સરળ અને સમસ્યા-મુક્ત રહે છે.
કંપનીનાવિકાસ વિશે પ્રતિક્રિયા આપતાં Carzbazzar પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ભારતમાં યુઝ્ડ કાર માર્કેટમાં અપાર સંભાવનાઓ ઉપલબ્ધ છે તેમજ ગ્રાહકો વિશ્વાસ, પ્રોફેશનલ પ્રોસેસ અને વાજબી કિંમતની અપેક્ષા રાખે છે. Carzbazzar પારદર્શક ઇકોસિસ્ટમની રચના કરવા માટે કટીબદ્ધ છે કે જ્યાં ખરીદદારો અને વેચાણકર્તા બંન્ને સુરક્ષિત કામગીરીનો અનુભવ કરે. અમારો ઉદ્દેશ્ય ગુજરાતની આ બ્રાન્ડને રાષ્ટ્રીય સ્તરે વિશ્વસનીય બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવાનો છે. આજે, કાર્સબાઝારે અંદાજે રૂ. 50 કરોડનું વેલ્યુએશન હાંસલ કર્યું છે અને અમે આગામી એક વર્ષમાં રૂ. 500 કરોડના વેલ્યુએશનનું લક્ષ્ય રાખીએ છીએ.
કંપનીની ભાવિ કામગીરી અંગે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જયપાલસિંહ સરવરિયાએ જણાવ્યું હતું કે, અમારા ફ્રેન્ચાઇઝી મોડલે સ્થાનિક માર્કેટની યોગ્ય સમજણ, સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ અને સ્ટાન્ડર્ડ્સ દ્વારા ઉત્કૃષ્ટ પરિણામો આપ્યાં છે. હવે અમે ભારતના અન્ય શહેરોમાં Carzbazzarનું વિસ્તરણ કરવા તેમજ ગ્રાહકો વિશ્વાસ કરી શકે તેવું દેશવ્યાપી નેટવર્કની રચના કરવા માટે સજ્જ છીએ. અમને વિશ્વાસ છે કે અમારાવિકાસથી આગામી વર્ષોમાં નોંધપાત્ર મૂલ્યનું સર્જન થશે.
આ પ્રસંગે કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર રાજ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, અમે ગ્રાહકોને ઉત્કૃષ્ટ અનુભવ પૂરો પાડવા માટે મજબૂત ક્ષમતાઓ સ્થાપિત કરવા ઉપર ફોકસ કરી રહ્યાં છીએ. અમે સિસ્ટમ, ટ્રેનિંગ અને પ્રોસેસ સ્ટાન્ડર્ડાઇઝેશનમાં સતત રોકાણ કરી રહ્યાં છીએ, જેથી અમારી કામગીરી સુદ્રઢ બને. અમારા વિસ્તરણની સાથે-સાથે દરેક ફ્રેન્ચાઇઝીની ગુણવત્તા અને કામગીરીમાં ઝડપ જાળવી રાખવી એ અમારી ટોચની પ્રાથમિકતા છે. અમારું માનવું છે કે શિસ્તબદ્ધ કામગીરી અને ટેક્નોલોજી ઇન્ટિગ્રેશન અમારી ટકાઉ વિકાસના પ્રમુખ પરિબળો રહેશે.
મહત્વપૂર્ણ છે કે Carzbazzarની સૌથી મોટી તાકાત તેના પારદર્શક વ્યવહારમાં રહેલી છે, જ્યાં દરેક વાહનની એક્સપર્ટ્સ દ્વારા ચકાસણી કરાય છે અને ત્યારબાદ ગ્રાહક સુધી વાહન પહોંચે છે. વાજબીપણા, ગુણવત્તા ખાતરી અને વિશ્વાસના સુમેળ દ્વારા કંપનીએ સ્પર્ધાત્મક માર્કેટમાં અલગ સ્થાન અને પ્રતિષ્ઠા હાંસલ કરી છે.
આગામી સમયમાં Carzbazzar ભારતના દરેક મોટા શહેરમાં ફ્રેન્ચાઇઝી નેટવર્ક દ્વારા નોંધપાત્ર ઉપસ્થિતિ હાંસલ કરવા ઉપર કામ કરશે. મજબૂત નેતૃત્વ, સિસ્ટમ અને ગ્રાહક સંતોષ ઉપર સ્પષ્ટ ફોકસ સાથે Carzbazzar ભારતની અગ્રણી યુઝ્ડ કાર બ્રાન્ડ પૈકીની એક બનવા માટેની આદર્શ સ્થિતિમાં છે.

