સોની લાઈવ પર આગામી સિરીઝ રાત જવાન હૈમાં બરુન સોબતી અવિનાશની ભૂમિકા ભજવી રહ્યો છે, જે પાત્ર પિતા તરીકે તેને સાથે ઊંડાણથી સુમેળ સાધે છે. 11 ઓક્ટોબરથી પ્રસારિત થવા માટે સુસજ્જ આ કોમેડી- ડ્રામા ત્રણ ફ્રેન્ડ્સ રાધિકા (અંજલી આનંદ), અવિનાશ (બરુન સોબતી) અને સુમન (પ્રિયા બાપટ)ની વાર્તા છે. તેઓ પોતાની વ્યક્તિગત ઓળખ અને સંબંધો જાળવવા માટે સંઘર્ષ કરે છે ત્યારે પેરન્ટિંગની હાસ્યસભર અને ધાંધલમય દુનિયામાંથી કઈ રીતે પસાર થાય છે તે દર્શાવવામાં આવ્યું છે.
પટકથાની પ્રથમ છાપ દર્શાવતાં બરુન સોબતી કહે છે, “હું તુરંત તેની સાથે સંકળાયેલો છું. મને ઘણી રીતે તે અંગત મહેસૂસ થયું, જાણે હું પોતાની વાર્તાના અંશ વાંચતો હોઉં. અવિનાશનો પ્રવાસ મજેદાર ધાંધલ અને હૃદયસ્પર્શી અવસરોથી ભરચક છે, જે પિતા તરીકે મારા પોતાના અનુભવો પ્રતિબિંબિત કરે છે. પેરન્ટિંગની જવાબદારીઓ અને પેરન્ટિંગના અસલ સંઘર્ષ વચ્ચે સંતુલને ખાસ કરીને આ પટકથાને રિલેટેબલ બનાવી છે. આજે વાલી તરીકે વાસ્તવિકતાને મઢી લેતી વાર્તા આટલી અચૂકતાથી નિરૂપણ કરાય તેવું ભાગ્યે જ જોવા મળે છે. અવિનાશનો નિર્બળતા અને શક્તિ વચ્ચે સંઘર્ષ સાથે અતિ-ભય દ્વારા અવરોધાતી શાંતિના અવસરો વચ્ચે ધમપછાડા મારા પોતાના જીવનમાં ઝાંખી જેવું મહેસૂસ કરાવે છે. આ ભૂમિકાથી મારા અભિનયમાં મારા અંગત અનુભવોનું મેં સિંચન કર્યું છે, જેને લીધે તે અવિસ્મરણીય પ્રવાસ બની ગયો.”
યામિની પિક્ચર્સ પ્રા. લિ. પ્રોડકશન, ખ્યાતિ આનંદ- પુથરન દ્વારા લિખિત અને નિર્મિત, અત્યંત પ્રતિભાશાળી સુમીત વ્યાસ દ્વારા દિગ્દર્શિત અને વિકી વિજય દ્વારા નિર્માણ કરેલી આ કોમેડી- ડ્રામા સિરીઝમાં અદભુત કલાકારો છે. ફક્ત આઠ એપિસોડ સાથે રાત જવાન હૈ હાસ્યસભર અવસરો અને હૃદયસ્પર્શી દ્રશ્યો સાથે તમારે અવશ્ય જોવા જેવી બનાવે છે.
પેરન્ટહૂડ અને ફ્રેન્ડશિપના ઉતારચઢાવ થકી રોમાંચક સવારી માટે તૈયાર થઈ જાઓઃ રાત જવાન હૈ ખાસ સોની લાઈવ પરથી સ્ટ્રીમ થશે, 11 ઓક્ટોબરથી!