38.9 C
Gujarat
May 19, 2025
Amdavad Live
ગુજરાતજીવનશૈલીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

વોગ આઇવેરે બ્રાન્ડ એમ્બેસેડર તાપસી પન્નુ સાથે દમદાર કેમ્પેઇન “કીપ પ્લેઇંગ” રજૂ કર્યું

આ નવું કેમ્પેઇન ગ્રાહકોને તેમના જીવનની દરેક ક્ષણોનો આનંદ ઉઠાવવા પ્રેરિત કરે છે 

વર્સેટાઇલ અને ફેશનેબલ આઇવેર માટે જાણીતા વોગ આઇવેર પ્રતિભાશાળી અભિનેત્રી અને બ્રાન્ડ એમ્બેસેડર તાપસી પન્નુ સાથે તેના નવા કેમ્પેઇનની જાહેરાત કરતાં ઉત્સાહિત છે. આ કેમ્પેઇન દરેક વ્યક્તિને અભૂતપૂર્વ જુસ્સા સાથે જીવનની દરેક ક્ષણનો આનંદ ઉઠાવવા પ્રોત્સાહિત કરે છે.

આજનું ગતિશીલ વિશ્વ કે જે નિરંતર નવી પરિસ્થિતિઓનું સર્જન કરે છે ત્યારે વોગ આઇવેરનું માનવું છે કે જીવન પ્રત્યે આપણો અભિગમ ખરા અર્થમાં મહત્વપૂર્ણ છે, જે પરિવર્તનનું સર્જન કરે છે. “કીપ પ્લેઇંગ” શિર્ષક હેઠળ કેમ્પેઇન ગ્રાહકોને તેમની પ્રકાશમય, ઉજ્જવળ અને આનંદસભર બાજૂને લક્ષ્યમાં રાખતાં જીવનના દરેક રંગીન પાસાઓ સાથે જોડાવા માટે આમંત્રિત કરે છે.

નવા કેમ્પેઇન અંગે પ્રતિક્રિયા આપતાં તાપસી પન્નુએ જણાવ્યું હતું કે, હું વોગ આઇવેર સાથે મારી ભાગીદારીથી અને વધુ એક કેમ્પેઇનનો હિસ્સો બનતા ખુશ છું. “કીપ પ્લેઇંગ”નો મુખ્ય સંદેશ મારી સાથે ગાઢ રીતે જોડાયેલો છે કારણકે તે દરેક વ્યક્તિને મુક્તપણે અભિવ્યક્ત કરવા અને દરેક ક્ષણના આનંદ અને મજા સાથે સંપૂર્ણ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે છે.

 “પ્લેઇંગ”નો ખ્યાલ દરરોજની પરિસ્થિતિઓ જેમકે સપના જોવા, મરજી મૂજબની ફેશન, તમારી ટ્યુન ઉપપર ડાન્સ કરવો અથવા આપણા જીવનની પરિસ્થિતિઓને સમૃદ્ધ બનાવતી ક્ષણોનો આનંદ ઉઠાવવા જેવી સ્થિતિઓમાંથી કેમ્પેઇનમાં સામેલ કરાયો છે.

બ્રાન્ડ ગ્રૂપ હેડ – લક્ઝરી, પ્રીમિયમ અને ફાસ્ટ ફેશન, ગુંજન સેહગલે જણાવ્યું હતું કે, વોગ આઇવેર વ્યક્તિગત અભિવ્યક્તિની ઉજવણી અને તેની મહત્વતાને હંમેશા પ્રધાન્ય આપે છે. અભૂતપૂર્વ જુસ્સા માટે જાણીતા તાપસી પન્નુ સાથેનું અમારું કેમ્પેઇન સ્વ-અભિવ્યક્તિના સાર સાથે એકદમ સુસંગત છે, જે વ્યક્તિને ફેશનેબલ અને કોઇપણ ભારણ વગર જીવન જીવવા માટે પ્રેરિત કરે છે.

આ કેમ્પેઇનની ક્રિએટિવ એજન્સી બ્રાન્ડમૂવર્સ ઇન્ડિયા છે, જેને બોસ્કો ભંડારકરે ડાયરેક્ટ કર્યું છે તથા ફોટોગ્રાફી અનુષ્કા મેનને કરી છે. આ ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગ કેમ્પેઇન દેશભરના ગ્રાહકો માટે સોશિયલ, ડિજિટલ, ઓઓએચ અને પ્રિન્ટ જેવા ચેનલ ઉપર લોંચ કરાશે.

બ્રાન્ડમૂવર્સ ઇન્ડિયા ખાતે ક્રિએટિવ ડાયરેક્ટર અદ્રિજા સાન્યાલે કેમ્પેઇન વિશે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, અમારી બ્રાન્ડ અમારા ગ્રાહકોની અભિવ્યક્તિ સાથે જોડાયેલી છે. અમે તેમને જણાવવા માગીએ છીએ કે આનંદસભર ક્ષણોમાં, તેમના વિશ્વાસ અને નાની-નાની બાબતોમાં પોતાના વ્યક્તિત્વને અપનાવતા જોવું અપાર ખુશી આપે છે. અમારા બ્રાન્ડ એમ્બેસેડર અને પ્રતિભાશાળી અભિનેત્રી તાપસી પન્નુ સાથે અમને આશા છે કે આ કેમ્પેઇન જુસ્સા અને સ્ટાઇલને નવી ઊંચાઇએ લઇ જશે.

Availability:

The latest collection of Vogue Eyewear styles is available at all leading stores and online platforms of Titan Eyeplus, Amazon India, AJIO, Nykaa, TataCliq and Sunglass Hut. 

Pricing: Starting at INR3000/- onwards

 

Related posts

જગતમાં જે વર્ણ વ્યવસ્થા છે એ ગુણ અને કર્મના વિભાગથી સ્થાપિત કરેલી છે,જન્મથી નહીં.

amdavadlive_editor

સોની લાઈવ પર ફ્રીડમ એટ મિડનાઈટમાં પંડિત નેહરુની ભૂમિકા સિદ્ધાંત ગુપ્તાને કઈ રીતે મળી

amdavadlive_editor

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024: Amazon બિઝનેસ એ કોર્પોરેટ ગિફ્ટિંગ સ્ટોર પર 134% વૃદ્ધિ નોંધાવી

amdavadlive_editor

Leave a Comment