અલ્ટીમેટ ટેબલ ટેનિસ 2025ના 29 મે થી 15 જૂન સુધી અમદાવાદના EKA એરેનામાં જોરાદર મુકાબલા થશે
નવી દિલ્હી ૦૧ એપ્રિલ ૨૦૨૫: અલ્ટીમેટ ટેબલ ટેનિસ (UTT) સિઝન ૬માં પણ પોતાની મજબૂત પકડ ચાલું રાખશે, કેમ કે એક રોમાંચક નવી ફ્રેન્ચાઇઝી કોલકાતા થંડરબ્લેડ્સનો લીગમાં સમાવેશ થયો છે. જે એક સમૃદ્ધ રમતગમત વારસા ધરાવતા શહેરમાં ટેબલ ટેનિસની ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવશે. આ ઉપરાંત PBG એક નવા બોલ્ડ પુણે જગુઆર અવતારમાં કોર્ટ પર ઉતરશે. નવીનતમ સિઝનમાં ટીમો ૨૯ મે થી ૧૫ જૂન સુધી પ્રથમ વખત અમદાવાદમાં ટાઇટલ માટે લડતી જોવા મળશે, જે વિશ્વ કક્ષાની રમત પ્રદાન કરશે અને લીગની પહોંચને એવા ક્ષેત્રોમાં વધુ વિસ્તૃત કરશે જ્યાં TTનો મજબૂત ગઢ છે.
યુનિકોપ્સ ગ્રુપ અને એમવિકાસ ગ્રુપની સહ-માલિકીની કોલકાતા થંડરબ્લેડ્સ યુટીટી સીઝન 6માં ધમાલ મચાવશે. ફ્રેન્ચાઇઝી ટેબલ ટેનિસની ઊંડી સમજણ સાથે નવીનતમ સીઝનમાં પ્રવેશ કરી રહી છે, જેમાં સહ-માલિકો કેતન જૈન અને રજત કુમાર, ભૂતપૂર્વ રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ છ, જેમણે રમતનો બહોળો અનુભવ મેળવ્યો છે. આ ઉપરાંત પ્રખ્યાત કોચ અંશુલ ગર્ગ ટીમ ડિરેક્ટરની નવી ભૂમિકામાં પાછા ફર્યા છે, જેમણે સીઝન 4 અને 5 માં યુટીટીમાં સ્પર્ધાત્મક ટીમોનું કુશળતાપૂર્વક નિરીક્ષણ કર્યું છે.
કોલકાતા થંડરબ્લેડ્સના સહ-માલિક કેતન જૈને જણાવ્યું કે, “અમે અલ્ટીમેટ ટેબલ ટેનિસનો ભાગ બનવા માટે ઉત્સાહિત અને આનંદિત છીએ. આ લીગે ટેબલ ટેનિસ માટે એક નવા માપદંડો સ્થાપિત કર્યા છે અને ભારતમાં ટેબલ ટેનિસને અનેકગણું વિકસાવવામાં મદદ કરી છે. કોલકાતામાં દરેક રમતમાં અદ્ભુત ચાહકો સાથે મજબૂત રમત સંસ્કૃતિ છે અને અમે એક સ્પર્ધાત્મક ટેબલ ટેનિસ ટીમ બનાવવા માટે આતુર છીએ જેને તેઓ પાછળ રાખી શકે. અમે તેમાં જોડાવા માટે ઉત્સુક છીએ અને સીઝન 6માં મેદાનમાં ઉતરવાની આશા રાખીએ છીએ,”
કોલકાતા થંડરબ્લેડ્સના આગમન સાથે યુટીટી સીઝન 6માં ભારતભરમાં પોતાની ઉપસ્થિતિનું વિસ્તરણ કરી રહ્યું છે, જે લીગના વધતા પ્રભાવને આગળ વધારશે. દરેક સિઝન સાથે યુટીટીએ ભારતીય અને આંતરરાષ્ટ્રીય પેડલર્સને ઉચ્ચતમ સ્તરે સ્પર્ધા કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, જેમાં હરીફાઈ અને રોમાંચક એક્શનનો વિકાસ થયો છે. અમદાવાદમાં આગામી સીઝન આ ગતિને ચાલુ રાખશે અને રમતને નવા અને સ્થાપિત પ્રેક્ષકો સુધી પહોંચાડશે, જ્યાં કોલકાતા થંડરબ્લેડ્સની સાથે-સાથે પીબીજી પુણે, જગુઆર્સ યુટીટીના વિકસતા લેન્ડસ્કેપના ભાગ રૂપે એક નવા અવતારમાં કોર્ટ પર ઉતરશે.
UTT ના સહ-પ્રમોટર્સ વિતા દાની અને નિરજ બજાજે જણાવ્યું હતું કે, “અમે કોલકાતા થંડરબ્લેડ્સનું અલ્ટીમેટ ટેબલ ટેનિસમાં સ્વાગત કરતાં ખૂબ ખુશ છીએ. અમને વિશ્વાસ છે કે તેઓ UTT ટેપેસ્ટ્રીમાં એક અનોખો રંગ ઉમેરશે. દરેક સીઝનમાં UTT એ ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓને એકસાથે લાવીને એક સ્પર્ધાત્મક માહોલમાં વધારો કર્યો છે. નવી ટીમ અને અમદાવાદમાં પ્રથમ વખત આયોજનની સાથે સીઝન 6 એ વચનને પણ પૂર્ણ કરશે અને ખેલાડીઓ અને ચાહકો માટે ઉચ્ચ ગુણવત્તાવાળી ટેબલ ટેનિસ અને રોમાંચક એક્શન પ્રદાન કરશે.”
29 મેથી શરૂ થનાર આ ટુર્નામેન્ટમાં ટીમો લીગ સ્ટેજમાં સ્પર્ધા કરશે અને ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. એસ્ટાબ્લિશ ફ્રેન્ચાઇઝીઓ અને ફ્રેશ ડાયનામિકના મિશ્રણ સાથે સીઝન 6 ભારતની પ્રીમિયર ટેબલ ટેનિસ લીગમાં વધુ એક રોમાંચક ચેપ્ટર જોવા મળશે.