26.7 C
Gujarat
March 15, 2026
Amdavad Live
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

UBN રંગ તાળી 2.Oના ગરબે ખેલૈયાઓ મનમુકીને ગરબે ઝુમ્યા

કલરફુલ થીમ સાથે રજુ થનારા UBN રંગ તાળી 2.Oના ગરબા રહ્યાં આકર્ષણનું કેન્દ્ર

“યુનિકોર્ન ઇન્ફ્રા” દ્વારા ખેલૈયાઓ માટે સુંદર સોગાદનું આયોજન

રંગ તાળી 2.Oમાં ગરબા કરી ગરબાપ્રેમીઓએ પોતાનો બિઝનેસ શેર કર્યો


ગુજરાત, અમદાવાદ | ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫: નવરાત્રિ હવે ચાલુ થઈ ગઈ છે ત્યારે આ વર્ષે યોજાનારા ગરબા મહોત્સવમાં ગરબા પ્રેમીઓ કોઈપણ દિવસ ચુકવા માંગતા નથી. માતાજીની ભક્તિ સાથે ખેલૈયાઓ વિવિધ પ્રકારની થીમ સાથે ગરબે ઝુમવા જતા હોય છે. ત્યારે ખેલૈયાઓના મનપસંદ ગરબા એવા UBN રંગ તાળી 2.O બિઝનેસ કરવાની તક સાથે એક અનોખી થીમના ગરબા લઈને આવ્યા હતા. 21 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા UBN રંગ તાળી 2.Oના મુખ્ય આયોજક “UBN” અમદાવાદ છે જેને “રાધે ઈવેન્ટ્સ” દ્વારા મેનેજ કરવામાં આવી હતી. UBNના સ્પોન્સર્સ “યુનીકોર્ન ઈન્સ્ફ્રાસ્ટ્રક્ચર” છે.

UBN રંગતાળી 2.Oના ગરબા અંગે વાત કરતા UBNના આયોજકે જણાવ્યું હતું કે, આ વર્ષેના ગરબા કરવાનો અમારો મુખ્ય હેતુ લોકો ગરબા રમી એકબીજાને પોતાનો બિઝનેસ શેર કરે તેમજ ગરબા કરી લોકો પોતાનું નેટવર્કિંગ આગળ વધારે અને સબંધો કેળવવાનો હતો. UBN રંગતાળી 2.Oના ટાઈટલ સ્પોન્સર્સ “યુનીકોર્ન ઈન્ફ્રા” છે, જેમના દ્વારા આ નવરાત્રીમાં ધોલેરા ખાતે “યુનિકોર્ન ઇન્ફ્રા” ગ્રુપ સાથે પ્લોટ મહોત્સવ ઉજવો અને દરેક પ્લોટ ખરીદી પર સોનાનો સિક્કો, આઈ ફોન, આઈ પેડ અથવા ફોરેન કપલ ટ્રીપ જેવી ખાતરીપૂર્વકની ભેટ લઈને આવ્યા હતા. તમને જણાવી દઈએ કે,  UBN રંગ તાળી 2.Oમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર ભુપેન્દ્ર શાસ્ત્રી તેમજ સીતા બહેન રબારીએ ખેલૈયાઓને પોતાના સુર થકી ગરબે ઝુમાવ્યા હતા.

Related posts

એમેઝોન ફ્રેશના સુપર વેલ્યૂ ડેઇઝની સાથે તહેવારોની ઉજવણીઓમાં નવો ઉમંગ લઈ આવોઃ 1થી 7 નવેમ્બર સુધી મોટી બચત, નવી જરૂરી વસ્તુઓ અને એક્સક્લુસિવ ઑફરોનો લાભ ઉઠાવો

amdavadlive_editor

SKF એ નકલ વિરોધી પ્રવૃત્તિઓ માટેની તેની ઝુંબેશના ભાગરૂપે વાપી, ગુજરાતમાં નકલી ઉત્પાદનો જપ્ત કરવાની જાહેરાત કરી છે

amdavadlive_editor

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું ગુરુવારના રોજ 92 વર્ષની ઉંમરમાં નિધન

amdavadlive_editor

Leave a Comment