31.9 C
Gujarat
October 8, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટ્રાન્સમોન્ટિનાએ હેરિટેજ આયર્ન રેંજ સાથે ભારતીય રસોઈની પરંપરાઓને નવું સ્વરૂપ આપ્યું

અમદાવાદ, ગુજરાત | ૦૮ ઓક્ટોબર ૨૦૨૬ | જેમ જેમ ભારતીય રસોડામાં પરંપરાગત વાનગીઓ અને નવરાત્રિ દરમિયાન તહેવારોની વાનગીઓનું મહત્વ વધી રહ્યું છે, ત્યારે વિશ્વ વિખ્યાત હાઉસવેર બ્રાન્ડ ટ્રાન્સમોન્ટિના દ્વારા ‘હેરિટેજ આયર્ન’ રજૂ કરવામાં આવ્યું છે. આ એક નવી પેઢીની કૂકવેર રેંજ છે, જેને ખાસ કરીને ભારતીય રસોડાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

લોખંડના વાસણો લાંબા સમયથી ભારતીય રસોઈનો એક મહત્વપૂર્ણ હિસ્સો રહ્યા છે, જે તેમની ટકાઉપણા, સમાન ગરમી આપવાની ક્ષમતા અને વિવિધ પ્રકારની રસોઈ શૈલીઓ માટેની ઉપયોગિતા માટે જાણીતા છે. ડોસા તવા અને કઢાઈથી લઈને અપ્પાચેટ્ટી અને અન્ય પરંપરાગત વાસણો સુધી, લોખંડ આજે પણ દેશભરના રસોડામાં ખાસ સ્થાન ધરાવે છે. સાથે જ, આજના ગ્રાહકો એવા કૂકવેરની શોધમાં છે જે આ પરંપરાગત ગુણોની સાથે વધુ ટકાઉપણું, સરળ ઉપયોગ અને આધુનિક ડિઝાઇનનું સંતુલન પૂરું પાડે.

હેરિટેજ આયર્ન આ જાણીતા ગુણોને એક આધુનિક કૂકવેર રેંજમાં લાવે છે, જે પરંપરાગત ભારતીય વાનગીઓ અને આધુનિક રસોઈ બંને માટે બનાવવામાં આવી છે. આ કલેક્શનમાં પરંપરાગત ભારતીય વાસણોની સાથે વોક જેવા આધુનિક વાસણોનો પણ સમાવેશ થાય છે, જેમાં દરેક વાસણને બહેતર પરફોર્મન્સ, ટકાઉપણું અને રોજિંદા ઉપયોગની સરળતા ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે.

આ કૂકવેર પરંપરાગત લોખંડના વાસણોની ગરમી જાળવી રાખવાની ક્ષમતાની સાથે ઝડપી અને ઉત્તમ રસોઈનો અનુભવ આપે છે. તેની સરફેસ પર પ્રી-સિઝનિંગ અને સેન્ડબ્લાસ્ટિંગ કરવામાં આવ્યું છે, જ્યારે નાઇટ્રાઇડિંગ ટેકનોલોજી તેની મજબૂતીમાં વધારો કરે છે અને કાટ તેમજ કોરોઝન સામે રક્ષણ આપે છે. નિયમિત ઉપયોગ અને કૂકિંગ ઓઇલ દ્વારા થતા સિઝનિંગથી, સમય જતાં તેની સરફેસ પર સિન્થેટિક નોન-સ્ટિક કોટિંગ વિના જ કુદરતી નોન-સ્ટિક ગુણધર્મો વિકસે છે.

આ રેંજ બ્રશ કરેલા 304 સ્ટેનલેસ સ્ટીલના હેન્ડલ્સ અને રિવેટ્સ, ટફન્ડ ગ્લાસના ઢાંકણાં અને આધુનિક લુક જેવા વિગતો દ્વારા પરંપરાગત રસોઈ શૈલીને આધુનિક રસોડા સુધી પહોંચાડે છે. વિવિધ પ્રકારની રસોઈની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેની ગેજ તૈયાર કરવામાં આવી છે, જે ગરમીનું સંતુલન જાળવવામાં, મજબૂતી આપવામાં અને રોજિંદા ઉપયોગ માટે યોગ્ય વજન જાળવી રાખવામાં મદદ કરે છે.

ટકાઉપણું આ કલેક્શનની મુખ્ય વિશેષતા છે. લાંબા સમય સુધી ચાલે તેવા વાસણો બનાવવાની પરંપરાને આગળ ધપાવતા, હેરિટેજ આયર્ન રેંજ ટ્રામોન્ટિનાની લાઈફટાઈમ વોરંટી સાથે આવે છે, જે તેને આગામી વર્ષો સુધી રોજિંદા રસોડાનો એક મહત્વપૂર્ણ હિસ્સો બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી હોવાની ખાતરી આપે છે.

રૂ. 2,795 થી શરૂ થતી કિંમત સાથે, ટ્રાન્સમોન્ટિના ની હેરિટેજ આયર્ન રેંજ ટ્રાન્સમોન્ટિના ની વેબસાઇટ, અગ્રણી ઈ-કોમર્સ અને ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ્સ તથા અમદાવાદના પસંદગીના રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે. જેમાં અમદાવાદના આલ્ફા વન મોલમાં આવેલ શોપર્સ સ્ટોપ અને જનરલ સ્ટોર્સ જેવા કે મધુરમ (સેટેલાઇટ), શિવરંજની, અંબિકા કિચનવેર (વસ્ત્રાપુર), ગુજરાત કિચન હબ (આણંદ), હેલી માર્કેટીંગ (નવરંગપુરા), વૃતિ એસોસિએટ્સ (આંબાવાડી) અને તિરૂપતિ કિચનવેર (આણંદનગર) નો સમાવેશ થાય છે.

== સમાપ્ત ==

Related posts

એમેઝોન ઇન્ડિયાએ પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો અને તહેવારની આવશ્યક ચીજવસ્તુઓના વેચાણમાટે ગણેશ ચતુર્થીનો ખાસ સ્ટોર લૉન્ચ કર્યો

amdavadlive_editor

ઓનલાઈન એફડી બુકિંગ પ્લેટફોર્મ સ્ટેબલ મનીએ ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નીલેકણીની ફંડામેન્ટમ પાર્ટનરશીપ પાસેથી ₹173 કરોડ એકત્ર કર્યા

amdavadlive_editor

રોટરી અમદાવાદના 8 ક્લબો એ ભેગા મળી ને લીડરશીપ ડેવેલપમેન્ટ પ્રોગ્રામ નું આયોજન કર્યું

amdavadlive_editor

Leave a Comment