30.8 C
Gujarat
October 7, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અફોર્ડેબલ ફૂડ એપ ટોઇંગ હવે રાજકોટ અને સુરત માં ઉપલબ્ધ

  • સપ્ટેમ્બર 2025માં લૉન્ચ થયેલી આ એપ હવે ભારતના 35 શહેરોમાં ઉપલબ્ધ છે
  • ટોઇંગ સૌથી ઓછી કિંમતની ખાતરી આપે છે, રેસ્ટોરેન્ટના ટેબલ મેનૂની કિંમતોને સમાન અથવા તેનાથી પણ ઓછી કિંમતો
  • તમામ ઑર્ડરો પર કોઈ પૅકેજિંગ ચાર્જિસ નહીં અને કોઈ પ્લેટફૉર્મ ફી નહીં

ગુજરાત | ૦૪ મે ૨૦૨૬ | એફોર્ડેબલ ફૂડ ડિલિવરી એપ ટોઇંગ દ્વારા આજે રાજકોટ અને સુરતમાં તેના લૉન્ચિંગની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લાં 7+ મહિનાઓમાં ટોઇંગે સમગ્ર ભારતના 35 શહેરોમાં તેનું નેટવર્ક વિસ્તાર્યું છે અને તેની એપ પર ફૂડ/બેવરેજીસ પર વસ્તુઓના લઘુત્તમ ભાવનું વચન આપે છે, જે રેસ્ટોરન્ટના ટેબલ મેનૂ ભાવને સમાન અથવા તેનાથી પણ ઓછા ભાવની ગેરંટી આપે છે. આ ઉપરાંત, ટોઇંગ પર આપવામાં આવતાં કોઈપણ ઑર્ડર પર કોઈ પૅકેજિંગ ચાર્જ કે પ્લેટફોર્મ ફી લેવામાં આવતી નથી. તેની આ વિશેષતા ટોઇંગને માર્કેટમાં ઉપલબ્ધ સૌથી વધુ એફોર્ડેબલ ફૂડ ડિલિવરી એપ બનાવે છે. યુઝર્સ 99 રૂપિયાથી ઓછી કિંમતે બિરયાની, બર્ગર અને બાઉલ્સ સહિતની વિવિધ વાનગીઓનો ઑર્ડર આપી શકે છે.

ટોઇંગ કે જે વર્ષ 2025ના બીજા છમાસિક ગાળામાં સૌથી પહેલાં પૂણે શહેરમાં લૉન્ચ કરવામાં આવી હતી, તે હવે આગ્રા, વડોદરા, ગુવાહાટી, નાસિક, નાગપુર, પટના, ઔરંગાબાદ, ભોપાલ, દિલ્હી, મેરઠ, ગુરુગ્રામ, નોઇડા, ફરીદાબાદ, ગાઝિયાબાદ, ચંડીગઢ, અમદાવાદ, મુંબઈ, કોલકાતા, જયપુર, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, ઈન્દોર, ભુવનેશ્વર, કાનપુર, લખનઉ, વારાણસી, લુધિયાણા, કોઈમ્બતુર, વાઇઝેગ, મેંગલુરુ અને દેહરાદૂનમાં પણ કાર્યરત છે.

રાજકોટ અને સુરતમાં ટોઇંગ આ પ્લેટફોર્મ પર પહેલેથી જ લિસ્ટ થયેલી શહેરની પ્રખ્યાત રેસ્ટોરન્ટ્સ સાથે કાર્યરત થઈ ગઈ છે. ટોઇંગના એફોર્ડેબલ અને ઍક્સેસેબલ પ્રાઇઝિંગ મોડેલે નોકરીમાં નવસવા જોડાયેલા લોકો અને કૉલેજના વિદ્યાર્થીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું છે, જેના કારણે નવા શહેરોમાં તેના વિસ્તરણને વેગ મળ્યો છે. રોજિંદી એફોર્ડેબિલિટી પર ધ્યાન કેન્દ્રિત કરીને ટોઇંગ તેના યુઝર્સ માટે અજોડ મૂલ્ય અને વિશ્વસનીયતાની ખાતરી કરે છે. આ એપમાં રાજકોટ અને સુરત ની લોકપ્રિય રેસ્ટોરન્ટ્સ જેવી કે ધી ગ્રાન્ડ ઠાકર, રાજમંદિર ફૂડ ઝોન, વીરે દે પરાઠે, ડાયેટમિત્ર, ગ્વાલિયા સ્વીટ્સ, બર્ગર કિંગ, મેકડોનાલ્ડ્સ, સબવે, ચીલિઝ્ઝા – ઇન્ડિયા કા પિઝા, રાધે ઢોકળા, મહેશ પાવભાજી, દિલ્હી દસ્તરખાન રેસ્ટોરેન્ટ, શ્રી જનતા આઇસક્રીમ (1964થી), મખ્ખન ભોગ, અજય્સ, ત્રિશિવ ચાઇનીઝ કૉર્નર, શાલિમાર બિરયાની એન્ડ તવા ફ્રાય, કૉફી કિંગ, અર્બન પંજાબ, બર્ગર કિંગ, મેકડોનાલ્ડ્સ, સબવે, થિયોબ્રામા, પિઝા હટ, હલ્દીરામ્સ રેસ્ટોરેન્ટ વી2, ટી પોસ્ટ, એનબીસી – નથિંગ બીફોર કૉફી, વાડિલાલ હેંગઆઉટ, કૉઉઝિના કાફે – ધી ફૂડ કૉર્ટ અને વાડિલાલ આઇસક્રીમ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે નોર્થ ઇન્ડિયન વાનગીઓ, સાઉથ ઇન્ડિયન ફૂડ, ચાઇનીઝ, બિરયાની, ડીઝર્ટ્સ અને પિઝા, બર્ગર, ટાકોઝ અને મોમોઝ જેવા ફાસ્ટ-ફૂડના વિકલ્પો સહિત વિવિધ પ્રકારના ફૂડના વિકલ્પો પૂરાં પાડે છે.

આ વિસ્તરણ અંગે વાત કરતા, ટોઇંગના ચીફ બિઝનેસ ઓફિસર મિસ્ટર સિદ્ધાર્થ ભાકૂએ જણાવ્યું હતું કે, “ટોઇંગ ફૂડ ડિલિવરીમાં ગ્રાહકોની એક નવી કેટેગરી બનાવી રહી છે અને તેના લક્ષ્યના કેન્દ્રમાં જેન ઝી, કૉલેજના વિદ્યાર્થીઓ અને કિંમત પ્રત્યે સભાન ગ્રાહકો છે. છેલ્લાં કેટલાક મહિનાઓમાં અમે ગુવાહાટી, નાસિક, નાગપુર, અમદાવાદ, મુંબઈ અને દિલ્હી એનસીઆર સહિત ભારતના મુખ્ય શહેરો અને શૈક્ષણિક કેન્દ્રોમાં એફોર્ડેબલ ફૂડ ડિલિવરી એપ ટોઇંગ લૉન્ચ કરી છે, જે તેના ગ્રાહકોને સૌથી ઓછી કિંમતની ખાતરી આપે છે. રાજકોટ અને સુરતમાં ટોઇંગનું લૉન્ચિંગ મજબૂત વેલ્યૂ પ્રેપોઝિશન અને યુવાન ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને પૂરી કરવાની અમારી કટિબદ્ધતા એમ બંને બાબતોને દર્શાવે છે. આ શહેરમાં જેન ઝી અને કૉલેજના વિદ્યાર્થીઓનો મોટો બેઝ છે, જેથી તે ટોઇંગ માટે એક આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડે છે.”

સમગ્ર ભારતમાં 45 લાખથી વધુ ડાઉનલોડ્સ અને 4.5ના અદભૂત રેટિંગ સાથે, ટોઇંગ વેલ્યૂ-ડ્રિવન ફૂડ ડિલિવરી સ્પેસમાં એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે.

વધુ જાણકારી માટે મુલાકાત લોઃ https://www.linkedin.com/company/toingit/

Related posts

પોલીકેબ નવી એક્સપર્ટ્સ એપ સાથે ઇન્સ્ટન્ટ રિવાર્ડ ઇન્સ્ટન્ટ રિડમ્પશન સાથે ભારતની ઇલેક્ટ્રિશિયન કમ્યૂનિટીને સશક્ત બનાવે છે

amdavadlive_editor

સનાતન ધર્મ તરફથી સમગ્ર વિશ્વને ભારતની ભેટ

amdavadlive_editor

ડ્રીમ ટેક્નોલોજીએ ભારતમાં હાઈ-પર્ફોર્મન્સ L50s Pro Ultra અને L50 Ultra CE રોબોટિક વેક્યૂમ ક્લીનર્સ લોન્ચ કર્યા, સક્શન પર્ફોર્મન્સમાં નવા માપદંડો સ્થાપિત કર્યા

amdavadlive_editor

Leave a Comment