40.3 C
Gujarat
April 4, 2025
Amdavad Live
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બુદ્ધપુરુષ હાલતું ચાલતું રામચરિતમાનસ છે.

રામચરિતમાનબુદ્ધપુરુષ છે.

બુદ્ધપુરુષ નિદાન જરૂર કરશે,પણ નિંદા નહીં કરે.

સદગુરુ સદગ્રંથ છે.

આર્જેન્ટિનાનાંઉશૂવાયા ખાતે ચાલી રહેલી રામકથાનાં ત્રીજા દિવસે-સોમવારે જણાવ્યું કે ગોસ્વામીજીની આ બે પંક્તિઓમાં એમ કહેવાયું છે કે જે દિવસે રામજન્મ વિશે શ્રુતિ અને ભગવતી ગાય છે ત્યારે બધા જ તીર્થો ત્યાં આવી જાય છે.

એક જિજ્ઞાસા આવી હતી કે રામચરિત માનસ સ્વયં સદગુરુ છે?હા,લખેલું છે.આપણેગ્રંથોને ગુરુ માન્યાછે.શીખ પરંપરાએ ગ્રંથને ગુરુ માનવાની આસ્થા બતાવી છે.

તુલસીદાસજીલખે છે:

સદગુરુ ગ્યાનનબિરાગ જોગ કે;

બિબુધબૈદ ભવ ભીમ રોગ કે.

સદગુરુ વિશે ચાર વાત કહી છે:સદગુરુ એ વૈદ છે, જીવન નૌકાનો કર્ણધાર છે.આકાશમાં ખૂબ વાદળોઘેરાય અને જોરથી પવન ફૂંકાય તો વાદળોવિખેરાઈ જાય એમ સદગુરુ મળી જાય તો અનેક પ્રકારના ભ્રમ-રોગ મટી જાય છે.સદગુરુ ગ્રંથ છે. સાત સોપાન માનસરૂપીબુદ્ધપુરુષના સાત લક્ષણ છે.

બાલકાંડ-નિર્દોષતા પહેલું લક્ષણ છે.બિલકુલ બાળક જેવો નિર્દોષ ભાવ સદગુરુમાં હોય છે.

નગીનદાસબાપા કહેતા કે ગુરુ પોતાની ઘરે આવે તો પડોશીનું બાળક રમવા આવ્યું છે એવું લાગવું જોઈએ.શરીરશાસ્ત્રીઓ એવા નિષ્કર્ષ ઉપર પણ આવ્યા છે કે બાળક જન્મ લેતા હોય છે ત્યારે વાત્સલ્યને કારણે મા નાં વક્ષમાં દૂધ પ્રગટ થાય છે પણ ઓશોનું મંતવ્ય છે કે બાળક બિલકુલ નિર્દોષ છે એનું સ્વાગત કરવા માટે મુખમાં દુગ્ધ પાન માટે દૂધ પ્રગટતું હોય છે.અનેક મહાપુરુષ છે પરંતુ આવું ચિત્ ગૌરાંગ મહાપ્રભુમાં દેખાય છે.

અયોધ્યાકાંડનું લક્ષણ નિર્વૈર વૃત્તિ.કોઈ સાથે સંઘર્ષ નહીં.જ્યાં મન વચન અને કર્મથી કોઈનો વધ ન હોય એ અવધ છે.બુદ્ધપુરુષ નિદાન જરૂર કરશે પણ નિંદા નહીં કરે.આવો કોઈ બુદ્ધપુરુષ હાલતું ચાલતું રામચરિતમાનસછે.રામચરિતમાનબુદ્ધપુરુષ છે. અરણ્યકાંડ-બુદ્ધપુરુષ રહે છે ભવનમાં,પણ દ્રષ્ટિ રાખે છે વનમાં.અંદરથી વનવાસી સ્થિતિમાં જીવવાનો અભ્યાસ કરતા હોય છે.

કિષ્કિંધા કાંડ કહે છે બુદ્ધપુરુષને બધાની સાથે મૈત્રી હોય છે એ એનું લક્ષણ છે.

સુંદરકાંડ-માનસિક અને શારીરિક સૌંદર્ય એ બુદ્ધ પુરુષનું લક્ષણ છે.અનેકબુદ્ધપુરુષના ઉદાહરણો અહીં જણાવ્યા.

લંકાકાંડનું લક્ષણ-જેનું જીવન બધાના નિર્વાણ માટે છે.એક વ્યક્તિ ન જાણે કેટલાના નિર્વાણનું કારણ બને છે.

ઉત્તરકાંડ-જેના જીવનમાં પરમ વિશ્રામ પ્રાપ્ત થઈ ચૂક્યો છે એવી સ્થિતિ.

શિવચરિત્રની કથામાં સતી દ્વારા પરીક્ષા બાદ શિવજીએ મનથી સતીનો ત્યાગ કર્યો એ પ્રસંગ કહ્યો

કથા-વિશેષ:

જેની જવાબદારી છે એ કોઈ બોલતા જ નથી! ક્યારે બોલશે?દરેક ક્ષેત્રની જવાબદારી છે.

ગુજરાતી કવિ તુષાર શુક્લની પંક્તિઓ-જે અત્યારે સનાતન ધર્મ પર કાદવ ઉછાળાઈ રહ્યો છે એના ઉપર લખાયેલી-એનું પઠન કરતા કહ્યું:

સનાતન ધર્મકા સ્વભાવ સંગમ,મીટેભેદકા ભાવ,

દિયા જલે ઔર હવા ચલે,અપના-અપના સ્વભાવ,

પરમ પુરાતન ધર્મ સનાતન,અવિરત બહેબહાવ,

તોડના નહિ હૈ,જોડનાકિન્તુ નહિ સહેગા ઘાવ

સનાતન ધર્મના ગ્રંથો,દેવતાઓ અવતારોને નિમ્ન બતાવવાની કોશિશ ચાલી રહી છે.આ પીડા આખા દેશમાં છે.

ગઈકાલે એક વીડિયો જોયો જેમાં એક વેશધારી સાધુ એવું નિવેદન કરી રહ્યા છે કે ૩૩ કોટિ દેવતાઓ એ મેનેજર નથી,નોકર-ચાકર છે!મેનેજર તો એ જેને માને છે એ છે!

તો બીજું તો આપણે શું કરીએ?બધાએ બોલવું જોઈએ.જે સનાતન ધર્મને ગ્લાનિ અને હાની ઉપર સ્વયં સાક્ષાત શ્રીકૃષ્ણ અવતાર ધારણ કરવાનો સંકલ્પ કરે છે.આટલોદ્વૈષ?ઈર્ષા?નિંદા? આ લોકોએ નક્કી જ કરી નાખ્યું છે.બધાએ જાગવું પડશે.બોલી બોલીને હું તો એટલું જ કહું છું કે હે બંગલાઓ હવે તમે બોલો!આ બધાની બુદ્ધિ નિર્મળ કરે એવી જાનકીજીનાચરણોમાં પ્રાર્થના કરીએ.

સનાતન ધર્મને છોડીને બીજી કોઈ ધારામાં ચંચુપાત કરે તો ખબર પડે!

જેની જવાબદારી છે એ કોઈ બોલતા જ નથી! ક્યારે બોલશે?દરેક ક્ષેત્રની જવાબદારી છે.

આ લોકો કેટલા બીમાર છે,કેટલી કટૂતા વરસી રહી છે.

શેષ-વિશેષ:

મહાદેવ અને હનુમાનજીએદસે-દસ વસ્તુઓ છોડી

જનની જનક બંધુ સુત દારા;

તન ધન ભવન સુહ્રદપરિવારા

રામચરિતમાનસનાં એક-એક પાત્રએ એક-એક વસ્તુ છોડી છે:ભરતે જનની છોડી,લક્ષ્મણે પિતાને છોડ્યા,વિભીષણે ભાઈને છોડ્યો,સ્વયંભૂ મનુએ પુત્રને છોડ્યા.

મહાદેવે પત્નીને છોડી,દશરથે શરીરને છોડ્યું, વનવાસીઓએ ધન છોડી દીધું,સીતાજીએ ભવન છોડ્યું,સુગ્રીવેસુરહ્દ-મિત્રોનેછોડ્યા અને અયોધ્યાવાસીઓએ પરિવારને છોડી દીધો.

પણ મહાદેવે આ દસે દસ વસ્તુઓ છોડી છે અને શંકરાવતારહનુમાનજીએ પણ આ દસે-દસ વસ્તુ છોડી છે એવો ચોપાઈનોગુરૂમુખી અર્થ બાપુએ કર્યો

Related posts

ડીસામાં ફેક્ટરી દુર્ઘટનામાં, જમ્મુમાં તેમજ અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

amdavadlive_editor

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પીપળાવની પેરા એથલીટ દીકરી વેદાંશીને શુભાષિશ પાઠવ્યા

amdavadlive_editor

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓના અધિકારી-કર્મીઓએ લીધા એકતા શપથ

amdavadlive_editor

Leave a Comment