November 3, 2026
Amdavad Live
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતી સિનેમામાં નવો વળાંક: રહસ્ય અને હોરરથી ભરપૂર ‘કબંદા’ નું ટીઝર રિલીઝ

અમદાવાદ, ગુજરાત | ૧૪મી મે ૨૦૨૬ | ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે માત્ર કોમેડી કે ડ્રામા સુધી સીમિત નથી રહી, પરંતુ નવા નવા પ્રયોગો પણ કરી રહી છે. તાજેતરમાં રેહાન ચૌધરી દ્વારા લિખિત અને દિગ્દર્શિત ફિલ્મ ‘કબંદા’ (Kabanda) નું સત્તાવાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જે દર્શકોમાં ભારે કુતૂહલ જગાડી રહ્યું છે.

આ ફિલ્મનું ટીઝર શરૂઆતથી જ દર્શકોને ખુરશી સાથે જકડી રાખે છે. ટીઝરની શરૂઆતમાં જ એક ચેતવણી આપવામાં આવી છે કે તેમાં  હિંસાના વધુ દ્રશ્યો છે, જે આ ફિલ્મના ગંભીર અને ડાર્ક વિષય તરફ ઈશારો કરે છે. ટીઝરમાં ‘કબંદા’ ને એક દંતકથા તરીકે રજૂ કરવામાં આવી છે જે હવે જાગી રહી છે.

ફિલ્મમાં શ્યામ નાયર, તરજની અને વૃંદા ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત રુચિતા ચોટાણી અને અંકિત બ્રહ્મભટ્ટ પણ મહત્વના રોલમાં છે. ટીઝરમાં કલાકારોનો લુક અને તેમની એક્ટિંગ ખૂબ જ પ્રભાવશાળી દેખાય છે. ફિલ્મના પ્રોડ્યુસર વેદાંત મહેશ્વરી અને રેહાન ચૌધરી છે.

‘ધુંઆધાર’ અને ‘કોંગ્રેચ્યુલેશન’ જેવી સફળ ફિલ્મના દિગ્દર્શક રેહાન ચૌધરી ફરી એકવાર કંઈક અલગ લઈને આવી રહ્યા હોય તેવું જણાય છે. ટીઝરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પલ્લવ બરુઆ દ્વારા આપવામાં આવ્યું છે, જે વાતાવરણને વધુ ગંભીર અને ડરામણું બનાવે છે 

સિનેમાપ્રેમીઓ માટે સારા સમાચાર એ છે કે આ ફિલ્મ 29મી મે, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જો તમે પણ થ્રિલર અને હોરર ફિલ્મોના શોખીન હોવ, તો ‘કબંદા’ ચોક્કસપણે તમારા લિસ્ટમાં હોવી જોઈએ.

ગુજરાતી ફિલ્મોમાં આ પ્રકારના વિષય પર કામ થવું એ ઇન્ડસ્ટ્રી માટે એક સકારાત્મક નિશાની છે. ટીઝર જોયા પછી દર્શકોમાં ફિલ્મ માટેનો ઉત્સાહ ઘણો વધી ગયો છે.

Related posts

શું વારંવાર યુટીઆઇ મૂત્રાશય કેન્સરનો સંકેત છે?

amdavadlive_editor

અમદાવાદ ડિઝાઇન વીક 7.0નો શુભારંભ: ગ્લોબલ લીડર્સએ એથિકલ AI અને માનવ-કેન્દ્રિત ડિઝાઇન માટે આહ્વાન કર્યું

amdavadlive_editor

બીએસએ ગોલ્ડ સ્ટારે ભારતમાં તેની પ્રથમ એનિવર્સરીની ઉજવણી કરી, લિમિટેડ-એડિશન ગોલ્ડી-કિટની જાહેરાત કરી

amdavadlive_editor

Leave a Comment