32.9 C
Gujarat
May 3, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સ્વિગી અને HDFC બેંકે બે નવા સહ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરીને રોજિંદા અને મુસાફરીના રિવોર્ડ્સમાં વધારો કર્યો

  • સ્વિગી BLCK અને Ornge HDFC બેંક ક્રેડિટ કાર્ડ્સ ભોજન, ક્વિક કોમર્સ, લાઇફસ્ટાઇલ અને મુસાફરીમાં મહત્તમ મૂલ્ય મેળવવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યા છે
  • કાર્ડ મેમ્બરોને સ્વિગી અને પ્રીમિયમ પાર્ટનર પ્લેટફોર્મ પર ઉન્નત, પોતાની કેટેગરીમાં-અગ્રણી કૅશબૅકની સાથે-સાથે ક્લિયરટ્રિપ અને નાયકા પર વિશિષ્ટ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો આનંદ મળશે.
  • વિસ્તૃત પોર્ટફોલિયો વાર્ષિક ₹48,000 સુધીની બચત ઓફર કરે છે, જેનાથી ગ્રાહકોનો વિશાળ વર્ગ વધારે, રોજિંદા લાભો મેળવી શકે છે

બેંગલુરુ | 0૯ માર્ચ, ૨૦૨૬ — ભારતના અગ્રણી ઓન-ડિમાન્ડ સુવિધા પ્લેટફોર્મ ‘સ્વિગી’ અને ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક HDFC બેંકે તેમના સહ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયોના વિસ્તરણના ભાગરૂપે આજે બે નવા વેરિએન્ટ્સ: સ્વિગી BLCK HDFC બેંક ક્રેડિટ કાર્ડ અને સ્વિગી Ornge HDFC બેંક ક્રેડિટ કાર્ડના લોન્ચિંગની જાહેરાત કરી છે.

આધુનિક ગ્રાહકની લાઇફસ્ટાઇલમાં નિર્બાધ રીતે સંકલિત થાય તેવી રીતે આ નવા કાર્ડ્સ ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે અસાધારણ મૂલ્ય આપે છે અને ફૂડ ડિલિવરી તેમજ ક્વિક કોમર્સથી લઈને બહારના ભોજન, લાઇફસ્ટાઇલ સંબંધિત ખરીદી અને મુસાફરી સુધીના વિવિધ ખૂબ જ મોટી સંખ્યામાં વારંવાર થતા રોજિંદા ખર્ચ પર મહત્તમ રિવોર્ડ્સ આપે છે. સ્વિગી HDFC બેંક ક્રેડિટ કાર્ડના હાલના વપરાશકર્તાઓને સ્વિગી અને ક્લિયરટ્રિપ, નાયકા, પેટીએમ ટ્રાવેલ, એમેઝોન, ફ્લિપકાર્ટ અને મિન્ત્રા જેવા 30+ અગ્રણી ઑનલાઇન પ્લેટફોર્મ પર મજબૂત કૅશબૅક લાભોનો આનંદ માણવાનું ચાલુ રહેશે.

એક મજબૂત રિવોર્ડ ઇકોસિસ્ટમ
2023માં પ્રથમ વખત લોન્ચિંગને મળેલી સફળતાના આધારે, નવા અને હાલમાં લોન્ચ કરાયેલા બંને કાર્ડ હવે મેમ્બરોને મુસાફરી અને લાઇફસ્ટાઇલ સંબંધિ ઉચ્ચ લાભોનો મજબૂત સમૂહ આપશે. આમાં અગ્રણી ભાગીદાર પ્લેટફોર્મ પર ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને વધારાના કૅશબૅકનો સમાવેશ થાય છે, જેમ કે ક્લિયરટ્રિપ: હોટેલ બુકિંગ પર ફ્લેટ 19% ડિસ્કાઉન્ટ + 5% કૅશબૅક; ફ્લાઇટ બુકિંગ પર ફ્લેટ 6% ડિસ્કાઉન્ટ + 5% કૅશબૅક, અને બધી નાયકા એપ્સ પર ફ્લેટ 5% ડિસ્કાઉન્ટ + 5% કૅશબૅક મળે છે.

આ વેરિઅન્ટ્સથી સ્વિગી કૅશબૅકની સાથે-સાથે વિવિધ મર્ચન્ટમાં 5% કેટેગરીમાં કૅશબૅક કમાણીમાં વધારો થાય છે.
સ્વિગી BLCK HDFC બેંક ક્રેડિટ કાર્ડ લાઇફસ્ટાઇલ સંબંધિ ખર્ચ કરનારાઓને સ્વિગી પર 10% કૅશબૅક, અગ્રણી મનોરંજન, મુસાફરી અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર 5% સુધી કૅશબૅક, અન્ય ટ્રાન્ઝેક્શનો પર 1% કૅશબૅક તેમજ
3 મહિનાની મફત સ્વિગી વન BLCK મેમ્બરશીપનો લાભ આપે છે. રોજબરોજ વારંવાર શોપિંગ કરનારાઓ માટે, સ્વિગી Ornge HDFC બેંક ક્રેડિટ કાર્ડ છે જેમાં સ્વિગીમાં 5% કૅશબૅકની સાથે-સાથે મુસાફરીથી લઈને સ્થાનિક કેબ સુધીની આવશ્યક ઑનલાઇન કેટેગરીઓની વિશાળ રેન્જ, અન્ય ટ્રાન્ઝેક્શનો પર 1% કૅશબૅક અને 12 મહિનાની સ્વિગી વન મેમ્બરશીપ આપવામાં આવે છે.

નવા કરવામાં આવેલા આ લોન્ચિંગ અંગે, સ્વિગી લિમિટેડના ચીફ ગ્રોથ ઓફિસર અને સહ-સ્થાપક ફણી કિશન અદ્દેપલ્લીએ જણાવ્યું હતું કે, “રોજિંદા ખર્ચને વધુ લાભદાયી અને અનુકૂળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે બે વર્ષ પહેલાં સ્વિગી HDFC બેંક ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું. ગ્રાહકો લાઇફસ્ટાઇલ કેટેગરીઓમાં વધુ ખર્ચ કરે છે, તેથી તેઓ એવા પેમેન્ટના ઉકેલો શોધી રહ્યા છે જેમાં અર્થપૂર્ણ મૂલ્ય મળતું હોય. BLCK અને Ornge વેરિઅન્ટ્સના લોન્ચ સાથે, અમે અમારા સહ-બ્રાન્ડેડ કાર્ડને વધુ સુલભ અને સુસંગત બનાવી રહ્યા છીએ – જેનાથી વપરાશકર્તાઓને સ્વિગી ઇકોસિસ્ટમ, ખરીદી, મુસાફરી અને તેનાથી આગળ વધુ સારા રિવોર્ડ્સ મેળવવામાં મદદ મળશે.”

નવા વેરિયન્ટ્સ વિશે HDFC બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પ્રોડક્ટ અને પોર્ટફોલિયોના વડા વિદ્યા પ્રદીપે જણાવ્યું હતું કે, “સ્વિગી સાથેની આ વિસ્તૃત કરાયેલી ભાગીદારીથી વિભિન્ન, કેટેગરી-આધારિત રજૂઆતો તૈયાર કરવા પર અમે કેટલું ધ્યાન આપીએ છીએ તે પ્રતિબિંબિત થાય છે. બે અલગ-અલગ વેરિયન્ટ્સ રજૂ કરીને, અમે ગ્રાહકોને ખૂબ જ વારંવાર કરવામાં આવતા અને પ્રીમિયમ ખર્ચની કેટેગરીઓમાં વધુ સુગમતા, વધુ ઊંડા રિવોર્ડ્સ અને અર્થપૂર્ણ મૂલ્ય પ્રદાન કરી રહ્યા છીએ.”

ઉપલબ્ધતા: સ્વિગી BLCK અને Ornge HDFC Bank ક્રેડિટ કાર્ડ્સ તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવશે. સંભવિત કાર્ડ મેમ્બરો સ્વિગી એપ્લિકેશન દ્વારા અથવા HDFC બેંકની ડિજિટલ ચેનલો દ્વારા નિર્બાધ રીતે અરજી કરી શકે છે. લાગુ થવા પાત્ર કાર્ડ વેરિઅન્ટ ગ્રાહકની યોગ્યતાના આધારે જારી કરવામાં આવશે.*

(નિયમો અને શરતો લાગુ. HDFC બેંકની આંતરિક ક્રેડિટ અને પાત્રતા માર્ગદર્શિકાને આધીન જારી કરવામાં આવશે).

Related posts

HCG આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા ઓમ 10.0 મેડિકલ કોન્ફરન્સ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી, જે ઓન્કો-રિકન્સ્ટ્રક્શન સર્જરીના ભવિષ્યને આગળ ધપાવશે

amdavadlive_editor

પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ઉત્તર પ્રદેશના નિર્માણાધીન ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટ પર 24 કલાકમાં રોડ નિર્માણ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

amdavadlive_editor

લાઇફસ્ટાઇલના નવા કલેક્શનની સાથે તમારા તહેવારની સ્ટાઇલ ઉજવો

amdavadlive_editor

Leave a Comment