27.9 C
Gujarat
April 3, 2025
Amdavad Live
ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો

ગુજરાત, અમદાવાદ ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫: અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરાગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને સત્તાવાર રીતે લોંચ કર્યો હતો. સકલ એપાર્ટમેન્ટનું રિડેવલપમેન્ટ વર્ષો જૂના રેસિડેન્શિયલ કોમ્પલેક્સને પ્રીમિયમહાઇ-રાઇઝ ડેવલપમેન્ટમાંપરિવર્તિત કરશે, જેમાં ચાર બિલ્ડિંગ 12 માળ અને ચાર બિલ્ડિંગ 13માળની છે. આ પ્રોજેક્ટ 246 વર્તમાન રહેવાસીઓ માટે લાઇફસ્ટાઇલ અપગ્રેડ સુનિશ્ચિત કરશે, જેઓ પ્રોજેક્ટ પૂર્ણ થવા ઉપર વધુ વિશાળ અને આધુનિક ઘર પ્રાપ્ત કરશે.

જીવન ધોરણમાં સુધારો કરવાની સ્વરા ગ્રૂપની કટીબદ્ધતાના ભાગરૂપે 1બીએચકે ઘર માલિકોને 2બીએચકે યુનિટ અપાશે તેમજ 2બીએચકે ધરાવતા ઘર માલિકોને 3બીએચકેમાં અપગ્રેડ મળશે. આ પ્રોજેક્ટમાં ક્લબ હાઉસ, જિમનેશિયમ, ગાર્ડન, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, સમર્પિત પાર્કિંગ સહિતની અત્યાધુનિક સુવિધાઓ પ્રદાન કરાશે, જે ઘર માલિકોને ભવ્ય અને ઉત્કૃષ્ટ જીવનશૈલીનો અનુભવ પ્રદાન કરશે. સમગ્ર પ્રોજેક્ટ 13,300 ચોરસ યાર્ડમાં ફેલાયેલો છે, જે નારણપુરામાં સૌથી મોટા ખાનગી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પૈકીનો એક છે. આ પ્રોજેક્ટનું બાંધકામ ત્રણ વર્ષમાં પૂર્ણ થવાની આશા છે, જેમાં કુલ 376 રેસિડેન્શિયલ યુનિટ હશે.

આ પ્રોજેક્ટ વિશે પ્રતિક્રિયા આપતાં સ્વરાગ્રૂપના સ્થાપક અને ચેરમેન કાર્તિક સોનીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ આધુનિક, સુઆયોજિત રેસિડેન્શિયલ સ્પેસ વિકસિત કરવાના અમારા અમારા વિઝનને અનુરૂપ છે, જે રહેવાસીઓની જીવનશૈલીમાં નોંધપાત્ર ઉમેરો કરે છે. અમારામાં વિશ્વાસ કરવા બદલ અમે સકાલ એપાર્ટમેન્ટના તમામ સદસ્યોના આભારી છીએ. તેમને રિડેવલપમેન્ટ માટે સહમત કરવામાં અમને દોઢ વર્ષનો સમય લાગ્યો અને આ પ્રોજેક્ટની કામગીરી શરૂ થવા અંગે અમે ઉત્સાહિત છીએ. અમદાવાદ વર્ષ 2036માં ઓલમ્પિકનું આયોજન કરવા માટે સજ્જ બની રહ્યું છે ત્યારે શહેરના વિકાસમાં પ્રોજેક્ટ રિડેવલપમેન્ટનું યોગદાન ખૂબજ ઉપયોગી બની રહેશે. અમે શહેરના બદલાતા લેન્ડસ્કેપમાં અમારું યોગદાન આપવા માટે કટીબદ્ધ છીએ.

આ પ્રસંગે એમએલએજીતુ પટેલ (ભગત) તથા અભિનેતા યશ સોની અને અભિનેત્રી જાનકી બોડીવાલા, આમંત્રિત મહેમાનો તેમજ સકલ એપાર્ટમેન્ટના સદસ્યોની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટનું હોર્ડિંગ લોંચ કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે સ્વરાગ્રૂપે અમદાવાદ શહેરના મુખ્ય વિસ્તારોમાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે તથા શહેરના રિયલ એસ્ટેટ સેક્ટરમાં નવા બેંચમાર્ક સ્થાપિત કર્યાં છે. છેલ્લાં સાત વર્ષમાં કંપનીએ પાલડી, ઉસ્માનપુરા, આંબાવાડી, નવરંગપુરા અને પરિમલ જેવાં વિસ્તારોમાં સાત પ્રોજેક્ટ્સ હાથ ધરીને1,000થી વધુ ઘરોની ડિલિવરી કરી છે, જેમાં 2 બીએચકે યુનિટથી લઇને લક્ઝુરિયસ 4 બીએચકે યુનિટ સામેલ છે. આ ઉપરાંત વધુ પાંચ પ્રોજેક્ટ્સની કામગીરી પૂર્ણતાને આરે છે તથા ચાર ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે અને પાંચ વધુ પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે, જે શહેરના ઝડપથી વિકસતા રિયલ એસ્ટેટ માર્કેટમાં સ્વરા ગ્રૂપની ઉપસ્થિતિને વધુ મજબૂત કરશે.

Related posts

રોટરી ક્લબ ઓફ અસ્મિતા અંતર્ગત શપથ ગ્રહણ કાર્યેક્રમ યોજાયો

amdavadlive_editor

મેરિકો ઈનોવેશન ફાઉન્ડેશન દ્વારા ઈનોવેશન ફોર ઈન્ડિયા એવોર્ડસની 10મી આવૃત્તિ માટે અરજીઓ મગાવે છે

amdavadlive_editor

અમદાવાદની નવરાત્રિમાં શક્તિ સંધ્યા ગરબાએ તોફાન મચાવી દીધું

amdavadlive_editor

Leave a Comment