36.1 C
Gujarat
April 18, 2025
Amdavad Live
ગુજરાતબિઝનેસમનોરંજનરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

ક્રિકેટ અને કોમર્સ નું મિલન : એસપીએલ 3.0 નું રોમાંચક ફિનાલે

ગુજરાત, અમદાવાદ ૧૨ એપ્રિલ ૨૦૨૫: સ્પોર્ટ્સ, કોમ્યુનિટી અને કનેક્શનના એક ભવ્ય સેલિબ્રેશનમાં, બીએનઆઈ અમદાવાદે સિસિલીયન પ્રીમિયર લીગ (એસપીએલ) ની ત્રીજી એડિશનની ભવ્ય ફાઇનલનું આયોજન કર્યું, જે શહેરનો સૌથી મોટો ક્રિકેટ અને પિકલબોલ કાર્નિવલ છે, જે રમતના જુસ્સાને હેતુપૂર્ણ નેટવર્કિંગ સાથે ભેળવે છે.

કર્ણાવતી ક્લબ ખાતે રમાયેલી ફાઇનલમાં, અનાયના મહર્ષ પટેલે નેતૃત્વ કરેલી અનાય ટસ્કર્સે એચ2ઓ કાર્ઝસ્પાના હર્ષ તન્નાની કેપ્ટનશિપ હેઠળની એચ2ઓ કાર્ઝસ્પા હર્ક્યુલસ સામે ટક્કર લીધી. આ મેચમાં દર્શકો પોતાની સીટ પરથી ઉભા થઈ ગયા હતા. છેલ્લી ઓવરમાં 12 રનની જરૂર હતી ત્યારે ભીડમાં તણાવ વધી ગયો હતો. ત્રણ બોલમાં કોઈ રન ન બન્યા બાદ, અનાય ટસ્કર્સે SPL 3.0 ચેમ્પિયનશિપનો ખિતાબ જીતતા જ સસ્પેન્સ ઉત્સાહમાં ફેરવાઈ ગયો.

બીએનઆઈ અમદાવાદના ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર યશ વસંતે જણાવ્યું હતું કે, “સિસીલિયન પ્રીમિયર લીગ એક પાવરફુલ મેટાફર છે કે બિઝનેસ કેવી રીતે કરવો જોઈએ – પ્રામાણિકતા, એનર્જી અને ટીમ- ફર્સ્ટ માનસિકતા સાથે. બીએનઆઈ અમદાવાદમાં, અમે ફક્ત નેટવર્કિંગ જ નથી કરતા, અમે દિલથી દિલના સંબંધો બનાવીએ છીએ. આ તે જગ્યા છે જ્યાં લીડર્સ એકબીજાને પીચ પર અને પીચની બહાર પણ પ્રોત્સાહિત કરે છે.”

એસપીએલ ૨૦૨૫ ની શરૂઆત શૈશ્ય પલ્સ એરેના ખાતે પિકલબોલની શરૂઆત સાથે થઈ, જેણે અઠવાડિયાઓ સુધી રોમાંચક સ્પોર્ટ્સ એક્શન માટે સ્ટેજ તૈયાર કર્યો. 300 થી વધુ બિઝનેસ લીડર્સની ભાગીદારી સાથે, તે માત્ર સ્કોરબોર્ડ વિશે જ નહોતું, પરંતુ સહયોગ અને કોમ્યુનિટી વિશે પણ હતું.

બીએનઆઈ અમદાવાદ, 60+ ચેપ્ટર અને 3,000 થી વધુ સભ્યો સાથે, ભારતનો સૌથી મોટો બીએનઆઈ રિજન છે, જે દર્શાવે છે કે સંબંધો અને રેફરલ દ્વારા વ્યવસાય કેવી રીતે બને છે. એસપીએલ જેવા કાર્યક્રમો આ સ્પિરિટને જીવંત બનાવે છે, રમતગમતના મેદાનોને જેન્યુઈન કનેક્શન બનાવવા માટેના સ્ટેજ માં ફેરવે છે.

SPL 3.0 સ્પોર્ટ્સમેનશિપ, ટીમ સ્પિરિટ અને એવા અર્થપૂર્ણ બોન્ડિંગનું પ્રદર્શન હતું જે ફક્ત બીએનઆઈ જ બનાવી શકે છે.

Related posts

LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા દ્વારા ગુજરાત કુમાર વિનય મંદિર ખાતે રસપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન અને વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવ્યું

amdavadlive_editor

ગુજરાતની અદ્ભુત સંસ્કૃતિ અને સ્વાદિષ્ટ ખોરાકથી મળે છે પ્રેરણા, ભારત પ્રવાસ પહેલાં તાતિયાના નવકાએ શેર કર્યા તેમના વિચારો

amdavadlive_editor

મીશો પર ફૂટવેર બ્રાન્ડ્સ રિલેક્સો, પેરાગોન અને લિબર્ટી લોન્ચ થયા

amdavadlive_editor

Leave a Comment