- ચાર સ્કુલમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ અને ડૉક્ટરલ પ્રોગ્રામ્સ માટે એડમિશન શરૂ
- ઉમેદવારો યુનિવર્સિટીના એડમિશન પોર્ટલ મારફતે ઓનલાઇન અરજી કરી શકે છે
ગ્રેટર નોઇડા 25 નવેમ્બર 2024: દિલ્હી-એનસીઆરમાં આવેલી અગ્રણી મલ્ટિ-ડિસિપ્લિનરી અને સંશોધન પર કેન્દ્રીત સંસ્થા શિવ નાડર યુનિવર્સિટીએ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશનની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેની ચાર સ્કુલ – એન્જિનીયરિંગ, નેચુરલ સાયેન્સિસ, મેનેજમેન્ટ અને આંત્રપ્રેન્યોરશિપ તથા હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયેન્સિસ સંબંધિત પ્રોગ્રામો માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી રહી છે. સંભવિત ઉમેદવારો યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ (http://www.snu.edu.in/home) મારફતે અરજી કરી શકે છે.
ભણવામાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ટેકો અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે વર્ષ 2025-26 માટે પણ યુનિવર્સિટીએ વિવિધ સ્કૉલરશિપ આપવાનું ચાલું રાખ્યું છે. તેમાં નવું ઉમેરણ છે, કમ્પ્યૂટર સાયેન્સ અને બિઝનેસ ડેટા એનાલીટિક્સમાં ડ્યુઅલ ડિગ્રી અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ છે, જેને યુએસએની એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના સહયોગમાં લૉન્ચ કરવામાં આવ્યાં છે. આ પ્રોગ્રામ્સને શિક્ષણ અને ઉદ્યોગજગતની વિકસી રહેલી માંગને પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવ્યાં છે. સ્કૉલરશિપ અંગેની વિગતો આ વેબસાઇટ લિંક પર ઉપલબ્ધ છેઃ https://snuadmissions.com/.
એક પ્રતિષ્ઠિત સંસ્થા તરીકેની ખ્યાતિ ધરાવતી શિવ નાડર યુનિવર્સિટી એક વિશિષ્ટ પ્રકારનું શૈક્ષણિક માળખું ધરાવે છે, જે શિક્ષણ પ્રત્યેના સંપૂર્ણ, વિદ્યાર્થીઓ-કેન્દ્રીત અભિગમની સાથે સંશોધનની સક્ષમ તકોનું મિશ્રણ છે. યુનિવર્સિટીના વિવિધ પ્રોગ્રામના વૈવિધ્યસભર પોર્ટફોલિયોની રચના વિદ્યાર્થીઓને ક્રિટિકલ થિંકિંગ, સર્જનાત્મકતા અને નેતૃત્વના કૌશલ્યોથી સજ્જ કરવા, તેઓ ઝડપથી વિકસી રહેલા વૈશ્વિક પરિદ્રશ્યની માંગોને પૂરી કરવા માટે સજ્જ હોય તેની ખાતરી કરવા માટે કરવામાં આવી છે.
દિલ્હી-એનસીઆર સ્થિત શિવ નાડર યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર પ્રોફેસર અનન્યા મુખરજીએ જણાવ્યું હતું કે, ‘નવા શૈક્ષણિક વર્ષ માટે એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે અમે શિવ નાડર યુનિવર્સિટી, દિલ્હી-એનસીઆર ખાતે પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે તત્પર હોય તેવા પેશનેટ લોકોનું સ્વાગત કરીએ છીએ. અમારી સંસ્થા શિક્ષણથી આગળ વધી સર્જનાત્મકતા, એનાલીટિકલ થિંકિંગ તથા વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ માટેના સંતુલિત અભિગમનું સંવર્ધન કરે છે.’
યુનિવર્સિટી ખૂબ જ સફળ કૅરિયર ડેવલપમેન્ટ સેન્ટર (સીડીસી) ધરાવે છે, જે સમગ્ર વિશ્વમાં અગ્રણી સંગઠનોની સાથે પ્લેસમેન્ટ અને ઇન્ટર્નશિપની સુવિધા પૂરી પાડે છે. શિવ નાડર યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોની ટોચની કંપનીઓ દ્વારા ભરતી કરવામાં આવે છે, જ્યારે ઘણાં વિદ્યાર્થીઓ તેમના અંડરગ્રેજ્યુએટ અભ્યાસ બાદ પીએચ.ડી. પ્રોગ્રામ્સમાં સીધા પ્રવેશ સહિત ઉચ્ચ શિક્ષણ માટે સમગ્ર વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં એડમિશન પ્રાપ્ત કરી શકે છે. આ બાબત યુનિવર્સિટીની ચાર વર્ષની અંડરગ્રેજ્યુએટ રીસર્ચ ડિગ્રીનું મૂલ્ય તથા વૈશ્વિક રીતે સ્પર્ધાત્મક હોય તેવી પ્રતિભાઓને તૈયાર કરવાની તેની ક્ષમતાને દર્શાવે છે. ગત વર્ષે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને ભારતના અને વિદેશના અગ્રણી સંગઠનો દ્વારા ભરતી કરવામાં આવ્યાં હતાં.
વર્ષ 2011માં સ્થપાયેલી આ યુનિવર્સિટી લગભગ 4000+ વિદ્યાર્થીઓ અને 250+ ફેકલ્ટીની સાથે 286 એકરમાં ફેલાયેલું રેસિડેન્શિયલ કેમ્પસ ધરાવે છે. તેને વર્ષ 2022માં ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ એમિનેન્સ’ દરજ્જો આપવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓ માટે અનેકવિધ લાભ
યુનિવર્સિટીમાં વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત હોય તેવા ફેકલ્ટીના સભ્યો કાર્યરત છે, જેઓ તેમના સંબંધિત ક્ષેત્રોમાં બહોળો અને વૈવિધ્યપૂર્ણ અનુભવ ધરાવે છે. તે 50+ ક્લબ અને સોસાયટીઓની સાથે વર્ગખંડની બહાર પણ વિકાસ સાધવાની તકો પૂરી પાડે છે. તેની કેટલીક લોકપ્રિય ક્લબ્સમાં કૉલેબોરેટિવ ડીઝાઇન ફોર સસ્ટેનેબિલિટી, મોડેલ યુનાઇટેડ નેશન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ, ફોટોગ્રાફી, રોબોટિક્સ વગેરેનો સમાવેશ થાય છે.
રમત-ગમત અને શારીરિક સુખાકારી એ યુનિવર્સિટી ખાતે પૂરાં પાડવામાં આવતાં શિક્ષણ અને વિકાસના અભિન્ન અંગો છે. તે રમતગમત માટેનું વિશ્વ-સ્તરીય આંતરમાળખું ધરાવે છે અને અહીં વિદ્યાર્થીઓ માટે તેમની પસંદગીની પ્રવૃત્તિઓ ઉપલબ્ધ છે. તેમાં 90,000 ચો. ફૂટના ભવ્ય ઇન્ડોર સ્પોર્ટ્સ કૉમ્પલેક્સ અને 5,71,410 ચોરસ ફૂટના આંતરરાષ્ટ્રીય ધોરણો ધરાવતા આઉટડોર રમતોના મેદાનો તથા સ્ક્વૉશ, બેડમિન્ટન, ઇક્વેસ્ટેરિયન ટ્રેનિંગ વગેરે સહિતના અનેકવિધ વિકલ્પોનો સમાવેશ થાય છે.